Home /News /business /Multibagger stock: રતન ટાટાની કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોને આપ્યું 4600% રિટર્ન, એક લાખ બની ગયા 47 લાખ

Multibagger stock: રતન ટાટાની કંપનીએ 10 વર્ષમાં રોકાણકારોને આપ્યું 4600% રિટર્ન, એક લાખ બની ગયા 47 લાખ

રતન ટાટા (ફાઇલ તસવીર)

Tata Elxsi stock: જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા 104.78 રૂપિયાના ભાવે એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો રોકાણકારને 954 શેર મળ્યા હોત.

મુંબઈ. Multibagger stock: ટાટા ગ્રુપ (TATA group) દેશનું સૌથી મોટું ઔધોગિક ગૃહ છે. જેની કંપનીઓએ રોકાણકારોને જબરદસ્ત ફાયદો આપ્યો છે. છેલ્લા 10 વર્ષમાં ટાટા ગ્રુપની કંપનીઓએ હજાર ટકા જેટલું વળતર આપ્યું છે. જો આપણે ટાટા એલેક્સી (Tata Elxsi) લિમિટેડની વાત કરીએ તો કંપનીએ રોકાણકારોને 10 વર્ષમાં 4600%નું વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેનું મૂલ્ય 47 લાખ રૂપિયાને વટાવી ચૂક્યું હોય.

10 વર્ષમાં 4600% વળતર

ટાટા એલેક્સીએ છેલ્લા 10 વર્ષમાં 4600% વળતર આપ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માંથી મેળવેલા ડેટા મુજબ, દસ વર્ષ પહેલા કંપનીના શેરનો બંધ ભાવ એટલે કે 9 સપ્ટેમ્બર, 2011ના રોજ 104.78 રૂપિયા હતો. જ્યારે આજે એટલે કે 9 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ કંપનીના શેરનો બંધ ભાવ 4,926 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં 47 ગણો વધારો જોવા મળ્યો છે.

એક લાખ રૂપિયા બની ગયા 47 લાખ રૂપિયા

જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા 104.78 રૂપિયાના ભાવે એક લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો રોકાણકારને 954 શેર મળ્યા હોત. જેની કિંમત 4926 મુજબ વધીને આજે 47,01,279 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે કંપનીએ તેના રોકાણકારોને સમૃદ્ધ બનાવવા માટે કોઈ કસર છોડી નથી.

આજે પણ કંપનીના શેરમાં તેજી

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં આજે (9 સપ્ટેમ્બર) કંપનીના શેરમાં 1.47 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં કંપનીએ રોકાણકારોને 16%થી વધુ વળતર આપ્યું છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં કંપનીએ રોકાણકારોને 83% વળતર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ચાલુ વર્ષમાં 164% વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીનું વળતર 291% રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રોકાણકારોને 500%થી વધુ વળતર આપ્યું છે.

નિષ્ણાતોની સલાહ બાદ જ કરો રોકાણ

તમને જણાવી દઈએ કે, અમે તમને અહીં કોઈપણ શેરમાં રોકાણ કરવાની સલાહ નથી આપી રહ્યા. શેરબજારમાં રોકાણ સેબીમાં રજીસ્ટર્ડ નિષ્ણાતની સલાહ લીધા બાદ જ કરવું જોઈએ. નિષ્ણાતની સલાહ લીધા વિના રોકાણ કરવું નુકસાનકારક થઈ શકે છે. શેરબજારમાં જોખમ વધારે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતો ઈક્વિટીમાં લૉંગ ટર્મ સુધી રોકાણ કરવાની ભલામણ કરે છે.

આ પણ વાંચો: IRCTCના શેરમાં સતત તેજી

સોમવારે 6 સપ્ટેમ્બરના રોજ 3,000 રૂપિયાનું લેવલ તોડ્યા બાદ IRCTCના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. આ શેર રોકાણકારો માટે મલ્ટિબેગર (Multibagger Stock) સાબિત થયો છે. કારણ કે આ શેરે એક વર્ષમાં 120% વળતર આપ્યું છે. ઓક્ટોબર 2019માં લિસ્ટિંગ થયા બાદથી જ IRCTCના શેરમાં તેજા શરૂ છે. ઇશ્યૂ પ્રાઇસ (IRCTC share listing price)ની સરખામણી કરીએ તો આઈઆરસીટીસીનો શેર અત્યારસુધી 10 ગણો વધી ગયો છે. કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ 320 રૂપિયા હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
First published:

Tags: NSE, Ratan Tata, SEBI, Tata group