મુંબઇ. Multibagger stock: ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (tata consultancy services) એક ખૂબ જાણીતો આઈટી શેર છે. કંપની ભારતની સૌથી મોટી સૉફ્ટવેર કંપની (Software company) છે. ટીસીએસ દુનિયાના 46થી વધારે દેશમાં 250થી વધારે ઑફિસ ધરાવે છે. કંપની પોતાના શેરધારકો માટે સંપત્તિનું સર્જન કરનારી સાબિત થઈ છે. આ સ્ટૉક પર એક નજર કરી લઈએ.
ટીસીએસના શેરનું વળતર (TCS share return)
જો તમે 10 વર્ષ પહેલા ટીસીએસ કંપનીમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 6.32 લાખ રૂપિયા હોય. 10 વર્ષમાં આ શેરે 532% વળતર આપ્યું છે. આ જ સમયગાળા દરમિયાન નિફ્ટી 50 266.1% વધ્યો છે. ટીસીએસ શેર લિસ્ટિંગ પછી સતત સારું પ્રદર્શન કરતો રહ્યો છે.
ટીસીએસ 2004માં ભારતીય શેર બજારમાં લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી આ શેરમાં અત્યારસુધી 2,689.7 ટકા વળતર મળ્યું છે. આ દરમિયાન નિફ્ટી 50માં 991.3 ટકા રિટર્ન જોવા મળ્યું છે.
અન્ય કંપની સાથે સરખામણી
ટીસીએસનું અન્ય આઈટી કંપનીઓની સરખામણીમાં પ્રદર્શન સારું રહ્યું છે. જો ઇન્ફોસિસ સાથે તેની સરખામણી કરવામાં આવે તો 1 વર્ષમાં ઇન્ફોસિસના શેરે 409 ટકા વળતર આપ્યું છે, જ્યારે ટીસીએસ કંપનીએ 532 ટકા વળતર આપ્યું છે.
ટીસીએસના સારા પ્રદર્શનનાં કારણો પર નજર કરીએ તો ટીસીએસ ભારતમાં સૌથી મોટી આઈટી સર્વિસ આપતી કંપની છે. ડિજિટલ આઈટી સેવામાં કંપનીની ખૂબ પહોંચ છે. કંપની પાસે સૌથી ટેલેન્ટેડ સ્ટાફ પણ છે. બીજી આઈટી કંપનીની સરખામણીમાં ટીસીએસનો એટ્રિશન રેટ ખૂબ ઓછો છે.
આ ઉપરાંત ટીસીએસ 2 કરોડ ડૉલરથી લઈને 5 કરોડ ડૉલર અને તેનાથી પણ વધારે 10 કરોડ ડૉલરના ગ્રાહકોને જોડવામાં સફળ રહી છે. નાણાકીય વર્ષ 2021ના અંતિમ ત્રિમાસિક દરમિયાન ટીસીએસને 30 ડિલ મળી છે. આ દરમિયાન ઇન્ફોસિસને ફક્ત 9 ડીલ મળી છે.
ડીલ મળવા ઉપરાંત ડીલને સમયસર પૂર્ણ કરવાનો પણ કંપનીનો સારો રેકોર્ડ રહ્યો છે. કંપનીનું નાણાકીય પ્રદર્શન પણ ખૂબ સારું રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં કંપનીની આવક અને નફામાં વાર્ષિક ધોરણે 16 ટકા અને 13.8 ટકા વધારો જોવા મળ્યો છે. કંપનીનો 10 વર્ષનો સરેરાશ નેટ પ્રોફિટ માર્જિન 21.9 ટકા રહ્યો છે.
રોકાણકારોને બોનસ પણ મળ્યું
ટીસીએસના શેર ધારકોને કેપિટલ એપ્રિસિએશનની સાથે સાથે ડિવિડન્ડનો પણ લાભ મળ્યો છે. કંપની છેલ્લા 10 વર્ષથી શેર ધારકોને દર વર્ષે સરેરાશ 41.2 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ટ આપતી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર