Home /News /business /

Multibagger Stock: સુપરથી પણ ઉપર છે આ મલ્ટીબેગર સ્ટોક, 15 વર્ષોમાં રોકાણકારોને આપ્યું 55,000 ટકાથી પણ વધુ રિટર્ન

Multibagger Stock: સુપરથી પણ ઉપર છે આ મલ્ટીબેગર સ્ટોક, 15 વર્ષોમાં રોકાણકારોને આપ્યું 55,000 ટકાથી પણ વધુ રિટર્ન

મલ્ટીબેગર શેર

Symphony stock: એક રીતે જોઈએ તો આ પાંચ વર્ષ દરમિયાન કંપનીના શેરે તેના બેન્ચમાર્ક કરતાં પણ ઓછો દેખાવ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન જ્યારે BSEએ 82 ટકાનો ઉછાળો જોયો હતો, ત્યારે સિમ્ફનીના શેરમાં 24 ટકાનો ઘટાડો થયો હતો.

નવી દિલ્હી: શેરબજારમાં રોકાણ કરવું સૌથી મુશ્કેલ કામ લાગે છે, કારણ કે અહીં વળતર મેળવવા માટે તમારે ધીરજ રાખવાની જરૂર હોય છે. સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે શેરબજાર ઝડપથી પૈસા કમાવવા માટેનો શોર્ટ કટ છે, પરંતુ હકીકતમાં તે તેનાથી વિપરીત છે. જો તમે સમય આપો તો માર્કેટમાં આવા ઘણા મલ્ટીબેગર સ્ટોક છે, જે કોડીની રકમને કરોડોમાં ફેરવી શકે છે. આવો જ એક મલ્ટીબેગર સ્ટોક કુલર ઉત્પાદક સિમ્ફની (Symphony)નો છે, જેણે છેલ્લા 15 વર્ષમાં તેના રોકાણકારોને 55,337 ટકાનું જબરદસ્ત વળતર આપ્યું છે.

બિઝનેસ ટુડેના એક સમાચાર અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં સિમ્ફનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલ દર્શાવે છે કે આ મલ્ટીબેગર સ્ટોકે 2007થી 2017 દરમિયાન તેના રોકાણકારોને આશ્ચર્યજનક 72,725 ટકા વળતર આપ્યું હતું. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં તેના શેરોમાં 24 ટકાનો ઘટાડો થયો છે.

એક રીતે જોઈએ તો આ પાંચ વર્ષ દરમિયાન કંપનીના શેરે તેના બેન્ચમાર્ક કરતાં પણ ઓછો દેખાવ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન જ્યારે BSEએ 82 ટકાનો ઉછાળો જોયો હતો, ત્યારે સિમ્ફનીના શેરમાં 24 ટકાનો ઘટાડો થયો હતો. તેની આજ સુધીના સારા પ્રદર્શન (15 વર્ષ) છતાં તેણે તેના રોકાણકારોને 55 હજાર ટકાથી વધુ વળતર આપ્યું છે.

કંપનીની નાણાંકીય હાલતમાં સુધારો


સિમ્ફનીએ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને કંપનીની આવકમાં સુધારા સાથે રેટિંગ એજન્સી તેનો સ્ટોક ખરીદવાની સલાહ આપી રહી છે. 3 મેના રોજ જાહેર થયેલા ત્રિમાસિક પરિણામોમાં ચોખ્ખો નફો 1.58 ટકા વધીને રૂ. 64 કરોડ થયો છે. અગાઉના નાણાંકીય વર્ષમાં રૂ. 63 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. ચોથા ક્વાર્ટરમાં ઓપરેશનની આવક (revenue from operations) 13.27 ટકા વધીને રૂ. 384 કરોડ થઈ છે.

આ પણ વાંચો: એલઆઈસી ગમે ત્યારે કરી શકે છે શેરની ફાળવણી, આ રીતે કરો ચેક

યસ સિક્યોરિટીઝે આગામી બે નાણાંકીય વર્ષમાં કંપનીના સીએજીઆર (CAGR) આવક વૃદ્ધિ દર 17 ટકાનો અંદાજ મૂક્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન ઈન્કમ બીફોર ટેક્સમાં 31 ટકાના ઉછાળાની અપેક્ષા છે. સિમ્ફની વિશ્વની સૌથી મોટી કુલર ઉત્પાદક કંપની છે, જેનો બિઝનેસ 60 દેશોમાં ફેલાયેલો છે. કંપની પાસે 30 હજારથી વધુ ડીલરો, 1,000થી વધુ ડીસ્ટ્રીબ્યૂટર્સ અને 1,000 થી વધુ સર્વિસ સેન્ટર છે.

રોકાણકારો માટે વિશેષ સલાહ


આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે સિમ્ફનીનો સ્ટોક રાખવાની સલાહ આપી છે અને તેની કિંમત રૂ. 1,215 કરોડ નક્કી કરી છે. દેશમાં ગ્રામીણ વિદ્યુતીકરણ સાથે કંપનીના ઉત્પાદનોની માંગમાં વધારો થવાની ધારણા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ તેની માંગ વધી રહી છે, જેના કારણે આવનારા સમયમાં કંપનીનો નફો પણ વધશે.

આ પણ વાંચો: આ ચાર કારણથી સતત તૂટી રહ્યો છે ઝોમાટોને શેર

એચડીએફસી સિક્યોરિટીઝે તેના શેરો પર ખરીદીની સલાહ આપી છે અને તેની કિંમત રૂ. 1,200 નક્કી કરી છે. યસ સિક્યોરિટીઝ પણ આ સ્ટોક પર ખરીદીની સલાહ આપી રહી છે, જ્યારે તેણે રૂ. 1,215 ટાર્ગેટ પ્રાઈસ રાખ્યો છે. બ્રોકરે જણાવ્યું છે કે છે કે ઉનાળાની સીઝનમાં કંપનીના ઉત્પાદનોની માંગ વધવાની છે અને તેની સીધી અસર કંપનીની કમાણી પર પડશે, જેના કારણે સ્ટોક પણ ઉપર જશે.
First published:

Tags: Investment, Multibagger Stock, Stock tips

આગામી સમાચાર