Home /News /business /

Multibagger Stock : આ શેર હોલ્ડર્સ બન્યાં માલામાલ, 10,000 ના બનાવી દીધા રૂ. 2.53 કરોડ

Multibagger Stock : આ શેર હોલ્ડર્સ બન્યાં માલામાલ, 10,000 ના બનાવી દીધા રૂ. 2.53 કરોડ

મલ્ટીબેગર સ્ટોક

સિમ્ફની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની છે અને એર કૂલર, ડેઝર્ટ કૂલર, રૂમ કૂલર, પર્સનલ કુલર તથા પોર્ટેબલ એર કૂલર બનાવે છે. ભારતમાં તેના કુલરની માંગ સૌથી વધુ છે. આ ઉપરાંત કંપનીની અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના 60 દેશોમાં બ્રાન્ચ છે.

વધુ જુઓ ...
    Multibagger Stock : શેરબજારમાંથી તમે કરોડપતિ બની શકો છો. જો કે, તમારે તેના માટે ધૈર્ય રાખવું પડે છે. મોટાભાગના સફળ અને નિષ્ફળ રોકાણકારો (Investor) વચ્ચે માત્ર ધીરજનો જ તફાવત હોય છે. શેરબજારમાં ઘણા શેર્સ (Stocks) એવા છે જેમાં પૈસા (Money) રોકીને રોકાણકારો કરોડપતિ થઈ ગયા હોય. અમૂક શેરમાં તો રોકાણકારોને કલ્પના પણ ન થઈ શકે તેવું દમદાર વળતર (Return) મળ્યું છે. આજે અહીં એવા જ એક શેરની વાત કરવા જઈ રહ્યા છે, જેમાં રોકાણકારોનું રૂ. 10000નું રોકાણ રૂ. 2.53 કરોડ થઈ ગયું છે.

    રોકાણકારોને માલામાલ કરી દેનાર આ મલ્ટી-બેગર સ્ટોકનું નામ સિમ્ફની લિમિટેડ (Symphony Ltd) છે. 16 વર્ષ પહેલા આ સ્ટોકમાં 10,000 રૂપિયા લગાવનારા રોકાણકારોને આજે 2.53 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. એટલે કે, જો કોઈ રોકાણકારે તેમાં પૈસા લગાવીને ધીરજ રાખી હશે તો તેમના ખાતામાં ઊંચું ફંડ જમા થયું હશે. આ સ્ટોકે આપેલ રિટર્ન પરથી ધીરજના ફળ મીઠા હોવાની કહેવત સાચી ઠરે છે.

    આ પણ વાંચો -આજે પણ શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ રહે તેવી શક્યતા, સમજદારીપૂર્વક નાણાં રોકવાની સલાહ

    કંપનીનું કામકાજ


    સિમ્ફની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કંપની છે અને એર કૂલર, ડેઝર્ટ કૂલર, રૂમ કૂલર, પર્સનલ કુલર તથા પોર્ટેબલ એર કૂલર બનાવે છે. ભારતમાં તેના કુલરની માંગ સૌથી વધુ છે. આ ઉપરાંત કંપનીની અમેરિકા, યુરોપ, એશિયા અને આફ્રિકાના 60 દેશોમાં બ્રાન્ચ છે. તે મેક્સિકોમાં ઇમ્કો અને ચીનમાં કેરુલાઇ એર કૂલર નામથી કંપની ચલાવે છે. એટલે કે કંપનીનું માર્કેટ મજબૂત છે. આ કંપનીના શેરમાં હજુ વધુ ઉછાળો આવે તેવું માનવામાં આવે છે.

    2,53,000 ટકાનું તોતિંગ વળતર


    1994માં સિમ્ફનીનું લિસ્ટિંગ મુંબઈ, અમદાવાદ અને દિલ્હીના સ્ટોક એક્સચેન્જમાં થયું હતું. તે સમયે તેના શેરનો ભાવ માત્ર 0.58 રૂપિયા હતો. જ્યારે ગત શુક્રવારે આ શેર 1,455-1,466 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સ્ટૉકે 16 વર્ષમાં 2,53,000 ટકાનું તોતિંગ રિટર્ન આપ્યું છે.

    આ પણ વાંચો -સસ્તી કિંમતે સોનું ખરીદવાની તક, ઓનલાઇન પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ પણ આપશે સરકાર

    આ કંપનીઓના શેર્સમાં પણ મળ્યું શાનદાર રિટર્ન


    આઇશર મોટર્સમાં પણ આ સમયગાળા દરમિયાન 1,46,171 ટકા વળતર મળ્યું છે. આ ઉપરાંત બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના શેર 2001માં 1.3 રૂપિયાના સ્તર પર હતા અને હવે તે 1661 રૂપિયા પર આવી ગયા છે. તેમજ જેએસડબ્લ્યુ સ્ટીલ (76,686 ટકા), નેટકો ફાર્મા (58,565 ટકા), કોટક મહિન્દ્રા બેન્ક (47,371 ટકા), શ્રી સિમેન્ટ (45,667 ટકા) અને વક્રાંગી (45,405 ટકા)એ ટૂંકા ગાળામાં ઊંચું રિટર્ન આપ્યું છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Multibagger Stock

    આગામી સમાચાર