Multibagger Stock: બોનસ શેરના સમાચાર બાદ ઉછળ્યો આ શેર, લાગી 5 ટકાની અપર સર્કિટ
Multibagger Stock: બોનસ શેરના સમાચાર બાદ ઉછળ્યો આ શેર, લાગી 5 ટકાની અપર સર્કિટ
મલ્ટીબેગર સ્ટોક
Suumaya Industries stock: સુમયા ઇન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારે ઇન્ટ્રા ડે દરમિયાન પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. એનએસઈ પર આ શેર 289 રૂપિયા પ્રતિ શેર પર લૉક થતો નજરે પડ્યો હતો.
મુંબઈ. Suumaya Industries stock: સુમયા ઇન્ડસ્ટ્રીઝના શેર (Suumaya Industries share)માં સોમવારે ઇન્ટ્રા ડેમાં પાંચ ટકાની અપર સર્કિટ (Upper circuit) લાગી હતી. શેર એનએસઈ (NSE) પર 289 રૂપિયા પર લોક થતા જોવા મળ્યો હતો. કંપનીને જાણકારી આપી છે કે 21 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાનારી બોર્ડ બેઠકમાં બોનસ શેર (Bonus share)ના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
કંપનીએ એવી પણ જાણકારી આપી છે કે ટ્રેડિંગ વિન્ડો કે જે 1 જાન્યુઆરી, 2022થી કંપનીના સિક્યોરિટીમાં ટ્રેડિંગ માટે બંધ છે તે બોર્ડની બેઠક ખતમ થયાના 48 કલાક સુધી બંધ રહેશે.
105 ટકાનું વળતર
ઉલ્લેખનીય છે કે Suumaya Industriesના શેરે 1 વર્ષના સમયગાળા દરમિયાન 105 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન શેર 140 રૂપિયાથી વધીને 289 રૂપિયા પર પહોંચી ગયો છે. જોકે, છેલ્લા છ મહિનામાં આ શેર 66 ટકા તૂટી ગયો છે. 2022ના વર્ષમાં અત્યારસુધી આ શેર 3 ટકા તૂટી ગયો છે.
આજે 3.00 વાગ્યની આસપાસ Suumaya Industriesનો શેર 289.45 રૂપિયા પર પાંચ ટકાની અપર સર્કિટ પર લૉક છે. આજે આ શેર 282.20 રૂપિયા સુધી નીચે ગયો હતો. શેરનો 52 અઠવાડિયાનો લૉ 135 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયાની સર્વચ્ચ સપાટી 736.85 રૂપિયા છે. આજે શેર 285.00 રૂપિયા પર ખુલ્યો હતો. અંતિમ ટ્રેડિંગના દિવસે શેર 275.70 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીની માર્કેટ કેપ 812 કરોડ રૂપિયા છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2021-22ના વર્ષનું આર્થિક સરવૈયું રજૂ કર્યું હતું. જેમાં જીડીપી ગ્રોથ 9.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. નાણામંત્રીની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે. આજે ઇન્ડ્રા ડે દરમિયાન સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે અઠવાડિયાથી ભારતીય શેર બજારમાં વેચવાલી જોવા મળી હતી. જેના પગલે સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા હતા. વિદેશી રોકાણકારો તરફથી મોટાપાયે વેચવાલી કરવામાં આવી હતી. જેના પગલે બજાર પણ દબાણ હતું.
(ખાસ નોંધ: ઉપરની માહિતી ફક્ત જાણકારી માટે છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર