Multibagger Stocks: ફક્ત ત્રણ મહિનામાં 1 લાખ બની ગયા 7.31 લાખ, આ સ્ટૉકે આપ્યું 632% વળતર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger Stocks 2021: 11 મે 2021ના રોજ Steel Strips Infrastructuresના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે રોકાણ 7.31 લાખ રૂપિયા બની જતું.

  • Share this:
    મુંબઈ: Multibagger Stocks- 2021ના વર્ષમાં અનેક સ્ટૉકે રોકાણકારોને માલામાલ કર્યાં છે. આ કડીમાં Steel Strips Infrastructuresના સ્ટૉકે ત્રણ મહિનામાં રોકાણકારોને 632 ટકા વળતર આપ્યું છે. 11 મે 2021ના રોજ સ્ટીલ સ્ટ્રીપ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 4.42 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે 18 ઓગસ્ટના રોજ આ શેરમાં અપર સર્કિટ (Upper circuit) લાગી હતી. આ દિવસે તે 4.89% વધારા સાથે 41.85 રૂપિયા પર બંધ રહ્યો હતો. આ રીતે જોઈએ તો જો કોઈએ 11 મે 2021ના રોજ Steel Strips Infrastructuresના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે રોકાણ 7.31 લાખ રૂપિયા બની જતું. જ્યારે ત્રણ મહિનામાં સેન્સેક્સનું રિટર્ન (Sensex return) ફક્ત 11.43% રહ્યું છે.

    સ્ટીલ સ્ટ્રીપ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શેર 18મી ઓગસ્ટના રોજ 52 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટી પર હતો. છેલ્લા થોડા દિવસોથી આ શેરમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. આ કંપનીનો શેર 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ (Moving average) ઉપર ટ્રેક કરી રહ્યો છે. આ વર્ષે અત્યારસુધી Steel Strips Infrastructuresના શેરે 692.84% રિટર્ન આપ્યું છે.

    Steel Strips Infrastructuresની માર્કેટ કેપ 36.17 કરોડ રૂપિયા છે. ફક્ત એક મહિનામાં આ શેર 170 ટકાથી વધારે ભાગ્યો છે. નોઇડનાની આ નાની કંપનીએ 13 ઓગસ્ટ, 2021ના રોજ જૂન ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું હતું. કંપની ખોટમાં છે. કોઈએ પણ આ કંપનીમાં રોકાણ સમજી વિચારીને કરવું જોઈએ.

    છેલ્લા 11 ક્વાર્ટરની વાત કરીએ તો 10 ક્વાર્ટરમાં કંપનીએ ખોટ કરી છે. ફક્ત સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં કંપનીએ 1.6 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં કંપનીને ક્રમશ: 01. કરોડ, 1.8 કરોડ, 2.2 કરોડ, 2.1 કરોડ અને 0.9 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. જોકે, નબળા પરિણામ છતાં કંપનીએ છેલ્લા ત્રણ મહિનામાં પોતાના પ્રતિસ્પર્ધીઓને હંફાવી દીધા છે.

    આ પણ વાંચો: Multibagger Stocks: આ સ્ટૉક્સે આપ્યું 5000% સુધીનું રિટર્ન, 5 વર્ષમાં 1.20 લાખ બની ગયા 61.88 લાખ

    કંપનીની પ્રતિસ્પર્ધી કંપનીઓની વાત કરીએ તો Embassy Officeના શેર 11 મે, 2021થી અત્યારસુધી 12% વધ્યો છે. આ દરમિયાન Mindspace REITના શેરમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે Anant Raj Industriesના શેરમાં 28%ની તેજી આવી છે.

    Steel Strips Infrastructures નોઇડામાં અલ્ટ્રા-માર્ડન SAB મૉલની પ્રમોટર, ડેવલપરની સાથે તેને મેનેજ કરવાનું કામ કરે છે. આ શૉપિંગ કૉમ્પ્લેક્સને જાણીતા હાફીઝ કૉન્ટ્રાક્ટેરે ડિઝાઇન કર્યું છે. આ મલ્ટી સ્ટૉરી શૉપિંગ સેન્ટરમાં લક્ઝરી રિટેલ સ્ટોર્સ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: