Multibagger Stock: ત્રણ જ મહિનામાં આ સ્ટૉકે આપ્યું 632% વળતર, 1 લાખ બની ગયા 7.32 લાખ!
Multibagger Stock: ત્રણ જ મહિનામાં આ સ્ટૉકે આપ્યું 632% વળતર, 1 લાખ બની ગયા 7.32 લાખ!
પ્રતીકાત્મક તસવીર.
Multibagger Stocks: 2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર સ્ટૉક જોવા મળ્યા છે. જો છેલ્લા એક વર્ષમાં 100 ટકા વળતર આપનાર સ્ટૉકની યાદી જોઈએ તો તેમાં લાર્જકેપ (Large cap stock) અને મીડકેપ (Mid cap stock) જ નહીં પરંતુ સ્મૉલકેપ (Small cap stock) શેર પણ સામેલ છે.
મુંબઈ: શેર બજારમાં અમુક સ્ટૉક એવા પણ હોય છે જે વળતર મામલે રેકોર્ડ બનાવે છે. આ સ્ટૉકના ઉદાહરણ વર્ષો સુધી આપવામાં આવે છે. આથી મલ્ટીબેગર સ્ટૉક (Multibagger Stock of 2021)ની શોધ તમામ રોકાણકારોને હોય છે. જોકે, બીજી હકીકત એવી પણ છે કે બહુ ઓછા રોકાણકારોના પોર્ટફોલિયો (Portfolio)માં આવા કમાલના શેર હોય છે. આજે આવા જ એક મેટલ શેર (Metal stock)ની વાત કરીએ.
2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર સ્ટૉક જોવા મળ્યા છે. જો છેલ્લા એક વર્ષમાં 100 ટકા વળતર આપનાર સ્ટૉકની યાદી જોઈએ તો તેમાં લાર્જકેપ (Large cap stock) અને મીડકેપ (Mid cap stock) જ નહીં પરંતુ સ્મૉલકેપ (Small cap stock) શેર પણ સામેલ છે. 2021ના મલ્ટીબેગર સ્ટૉક્સમાં SME સ્ટૉક્સ પણ સામેલ છે.
આજે આપણે જે મલ્ટીબેગર સ્ટૉક્સની વાત કરી રહ્યા છીએ તે Steel Strips Infrastructures છે. આ સ્ટૉકે ફક્ત ત્રણ મહિનામાં 632% વળતર આપ્યું છે. 11 મે, 2021ના રોજ Steel Strips Infrastructuresના શેરનો ભાવ 4.42 રૂપિયા હતો. આજે આ શેરની કિંમત 32.35 રૂપિયા છે.
માર્કેટ ખુલતાની સાથે જ આ શેરમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી હતી. ફક્ત પાંચ દિવસમાં Steel Strips Infrastructuresનો શેર 21 ટકા વધ્યો છે. પાંચ દિવસ પહેલા આ શેરની કિંમત 26.70 રૂપિયા હતી. જે આજે 32.25 રૂપિયા છે.
ફક્ત છેલ્લા એક મહિનાની વાત કરીએ તો આ શેર 12.31 રૂપિયાના ભાવથી વધીને 32.35 રૂપિયા થયો છે. આથી એક મહિનાનું વળતર 162 ટકા થવા જાય છે.
રોકાણકારોએ જો ત્રણ મહિના પહેલા Steel Strips Infrastructuresના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 7.32 લાખ રૂપિયા થઈ ગઈ હોય. એટલું જ નહીં, પાંચ દિવસ પહેલા આ શેરમાં કોઈએ 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.62 લાખ રૂપિયા હોય.
લાખના બાર હજાર નહીં, 12 લાખ કરી આપ્યા આ સ્ટોકે
વધુ એક મલ્ટીબેગર સ્ટૉક વિશે જોઈએ તો બીએસઈ એસએમઈ એક્સચેન્જ (BSE SME Exchnage) પર ઈકેઆઈ એનર્જી સર્વિસીઝ (EKI Energy Services)નો શેર 7મી એપ્રિલે લિસ્ટ થયો હતો અને માત્ર 4 મહિનામાં જ આ શેરથી રોકાણકારોને 1082 ટકાનો ફાયદો થયો હતો. ગત 7 એપ્રિલે EKI Energy Servicesના શેરનો ભાવ રૂ. 147 હતો. ત્યારબાદ આ શેરમાં આવેલી તેજીના કારણે ગત 3 ઓગસ્ટે આ શેરનો ભાવ રૂ. 1738.40 થઈ ગયો હતો. માત્ર નજીવા સમયગાળામાં આ શેરમાં 1082.59 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગત 3 ઓગસ્ટના રોજ આ શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગતા રોકાણકારો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ શેરની કિંમત છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં 1501.80થી વધીને 1738.40 સુધી પહોંચી હતી.
આ સ્ટોકના લિસ્ટિંગ સમયે રૂ. 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારને અઢળક ફાયદો થયો છે. તેને રૂ. 1 લાખના રોકાણ સામે રૂ. 11.82 લાખનું વળતર મળ્યું કહેવાય. 1 મહિના પહેલા 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારને 2.40 લાખ અને 5 દિવસ પહેલા રૂ. 1 લાખનું રોકાણ કરનાર (Stock Investors)ને 1.1575 લાખ મળ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર