Home /News /business /₹3.7 to ₹2424: આ Multibagger સ્ટોકે 20 વર્ષમાં રૂપિયા એક લાખના બનાવી દીધા રૂ. 6.5 કરોડ

₹3.7 to ₹2424: આ Multibagger સ્ટોકે 20 વર્ષમાં રૂપિયા એક લાખના બનાવી દીધા રૂ. 6.5 કરોડ

મલ્ટીબેગર સ્ટૉક

Multibagger Stock SRF: છેલ્લા 20 વર્ષોમાં SRF શેરની કિંમત રૂ. 3.71 (22 ફેબ્રુઆરી 2002 એ NSE પર)થી વધીને રૂ. 2424.50 સુધી પહોંચી છે, જે શેરની કિંમતમાં 65,250 ટકા વધારો છે.

નવી દિલ્હી. Multibagger stock: પેની સ્ટૉક (penny stock)માં રોકાણ કરવું અન્ય સ્ટોકની સરખામણીએ વધુ જોખમી માનવામાં આવે છે. જોકે, જે લોકો લાંબાગાળે વધુ રોકાણ કરવા માંગે છે અને આ પ્રકારના હાઈ રિસ્ક (high risk) સ્ટોકમાં રોકાણ કરવામાં ખચકાતા નથી, તેમની માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કેમ કે આવા રોકાણ લાંબાગાળે ખૂબ સારા વળતર આપતા હોય છે. શેરબજારના નિષ્ણાતો (Stock Market experts)ના મતે શેરોમાં રોકાણ કરવું બિઝનેસમાં રોકાણ કરવા જેવું છે. આજકાલ જો રોકાણકારોને નાની કંપનીના બિઝનેસ મોડલની સફળતા વિશે ખાતરી આપવામાં આવે તો તેઓ મોટી સંખ્યામાં નવા અને નાના સ્ટાર્ટ અપ્સમાં રોકાણ કરી રહ્યા છે. આ જ પ્રકારે જ્યારે હાઈ રિસ્ક (High risk) ધરાવતા રોકાણકારને નાની લિસ્ટેડ કંપનીના બિઝનેસ મોડલની સસ્ટેઈનબલિટી અને પ્રોફિટ વિશે ખાતરી થાય ત્યારે તે પોતાના પોર્ટફોલિયોમાં આવા સ્ટોક ઉમેરે છે અને બને ત્યાં સુધી તેને લાંબા સમય સુધી રોકી રાખે છે. આવી સ્ટ્રેટેજી ક્યારેક શેરધારકોને ખૂબ સારું વળતર આપે છે.

SRFના શેર આ બાબતનુ એક ઉત્તમ ઉદાહરણ છે. તે 2021 વર્ષના મલ્ટીબેગર સ્ટોક પૈકીનો એક છે. જણાવી દઈએ કે આ કેમિકલ સ્ટોક તેના શેરધારકોને આકર્ષક વળતર આપવા માટે પહેલેથી જાણીતો છે. છેલ્લા 20 વર્ષોમાં SRF શેરની કિંમત રૂ. 3.71 (22 ફેબ્રુઆરી 2002 એ NSE પર)થી વધીને રૂ. 2424.50 સુધી પહોંચી છે, જે શેરની કિંમતમાં 65,250 ટકા વધારો છે.

શેરની કિંમત

ગત એક મહિનામાં SRFના શેરની કિંમત રૂ. 2349થી વધીને રૂ. 2424 સુધી પહોંચી છે. આ લગભગ 3.5 ટકાનો વધારો છે. છેલ્લા 6 મહિનામાં SRFના શેર રૂ. 1812થી વધીને રૂ. 2424 સુધી પહોંચ્યા છે, જે લગભગ 35 ટકાનો વધારો છે. છેલ્લા એક વર્ષમાં આ મલ્ટિબેગર સ્ટોકની કિંમત રૂ. 1090થી વધીને રૂ. 2424 સુધી પહોંચી ગઈ છે. આ વધારો લગભગ 125 ટકા છે. છેલ્લાં 5 વર્ષની વાત કરીએ તો આ મલ્ટિબેગર કેમિકલ સ્ટોક રૂ. 315થી વધીને રૂ. 2424ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે, જે 675 ટકા વધારો કરી શકાય છે.

10 વર્ષમાં 4350% વળતર

છેલ્લા એક દાયકામાં SRF શેરનો ભાવ રૂ. 54.54થી વધીને રૂ. 2424.50ના સ્તરે પહોંચ્યો છે. આ લગભગ 4350 ટકા વધારો છે. એક સમયે આ મલ્ટીબેગર સ્ટોક ઈન્ડિયન સેકન્ડરી માર્કેટ (Indian secondary markets)માં પેની સ્ટોકમાંનો એક હતો. આ પેની સ્ટોક છેલ્લા 20 વર્ષમાં રૂ. 3.71થી વધીને રૂ. 2424.50 પર પહોંચ્યો છે. આ વધારો લગભગ 653 ગણો છે.

રૂ. 1 લાખનુ રોકાણ થશે રૂ. 6.53 કરોડ

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરેલું હોય તો તે રૂ. 1 લાખ આજે રૂ. 1.03 લાખ થઈ જાય. જ્યારે છેલ્લા 6 મહિનામાં તે રૂ. 1.35 લાખ થઈ જતા. જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો આજે તે રૂ. 2.25 લાખ થઈ જશે. આ જ રીતે જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો હાલ તે રૂ. 7.75 લાખ થઈ જશે.

આ પણ વાંચો:  રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો  AC, TV સહિતની કિંમતમાં થશે વધારો

જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને રૂ. 54.54ના દરે સ્ટોક ખરીદ્યો હોય, તો હવે તે રૂ. 1 લાખ રૂ. 44.50 લાખ થઈ ગયા હશે. જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય તો રૂ. 1 લાખ રૂ. 6.53 કરોડ જશે.

આ પણ વાંચો: Russia-Ukraine વચ્ચે તણાવની ભારતીય Stock Market પર અસર

SRF શેર પ્રાઈસ આઉટલુક

શેરબજારના એક્સપર્ટ હજુ પણ કાઉન્ટર પર બુલિશ છે. તેમનું માનવું છે કે મલ્ટીબેગર કેમિકલ સ્ટોક શાર્પ અપસાઈડ આપી શકે છે. તેઓ આ સ્ટોક રૂ. 2600ના સ્તરે પહોંચવાની અપેક્ષા રાખી રહ્યા છે. ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુમિત બગડિયા શેરબજારના રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં SRF શેર ઉમેરવાની સલાહ આપતા જણાવે છે કે, આ મલ્ટીબેગર કેમિકલ સ્ટોક તેના નીચલા સ્તરે રિબાઉન્ડિંગ કરી રહ્યો છે. સાથે જ ક્લોઝિંગ બેસિસ પર તે રૂ. 2450 સુધીનો ટેક્નિકલ બ્રેકઆઉટ આપી શકે છે. ટેકનિકલ ચાર્ટ પેટર્ન પર બ્રેકઆઉટ થયા પછી, મલ્ટીબેગર સ્ટોક શાર્પ અપસાઈડ મૂવમેન્ટ આપી શકે છે. એક મહિનામાં શેર દીઠ રૂ. 2600 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: બજારમાં શાનદાર રિકવરી છતાં અપરની સરખામણી લોઅર સર્કિટવાળા શેર વધારે!

સુમિત બગડિયા વધુમાં ઉમેરે છે કે, પોઝિશનલ રોકાણકારોએ હાલ માટે રૂ. 2250 પર સ્ટૉપલૉસ જાળવી રાખવો અને દરેક ડીપ પર એક્યુમ્યુલેટશન કરવું. સ્ટોક 31 માર્ચ 2022થી નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100 ઈન્ડેક્સમાં જવા માટે તૈયાર છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Multibagger Stock, Penny stocks, Share market, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन