Home /News /business /Multibagger Stock: આ ટાઇલ્સ બનાવતી કંપનીએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, હજુ પણ તેજીના એંધાણ

Multibagger Stock: આ ટાઇલ્સ બનાવતી કંપનીએ રોકાણકારોને બનાવ્યા માલામાલ, હજુ પણ તેજીના એંધાણ

આ ટાઇલ્સ બનાવતી કંપનીએ રોકાણકારોને બનાવ્યા માલામાલ

Multibagger Stock: બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે સોમાની સિરામિક્સના શેરમાં રોકાણ કરવા માટે રૂ. 740નો ટાર્ગેટ ભાવ નક્કી કર્યો છે. બજારના નિષ્ણાતોના મતે, સોમાણી સિરામિક્સનો સ્ટોક આગળ જતાં લગભગ 40 ટકાનો ઉછાળો દર્શાવે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    Multibagger Stock: નવી દિલ્હી. ફ્લોર અને વોલ માટે પ્રીમિયમ ટાઇલ્સ બનાવતી કંપની સોમાની સિરામિક્સે  (somani ceramics share price ) લાંબા ગાળામાં રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. જોકે, આ વર્ષે તેના શેરમાં લગભગ 43 ટકાનો ઘટાડો થયો છે. મજબૂત છૂટક વિતરણ, ઉત્પાદન મિશ્રણમાં સુધારો અને સખત કાર્યકારી મૂડી જેવા પગલાં કંપનીના વ્યવસાયને વધારવામાં મદદરૂપ સાબિત થયા છે.

    બજારના નિષ્ણાતોના મતે, સોમાણી સિરામિક્સનો સ્ટોક આગળ જતાં લગભગ 40 ટકાનો ઉછાળો દર્શાવે છે. ડોમેસ્ટિક બ્રોકરેજ HDFC સિક્યોરિટીઝ સોમાની સિરામિક્સ પર પોઝિટિવ દૃષ્ટિકોણ ધરાવે છે. એનાલિસ્ટ્સનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2022-23 ના જૂન ક્વાર્ટરમાં 20 ટકા ક્ષમતા વિસ્તરણને કારણે કંપનીની હેલ્થી વોલ્યુમ ગ્રોથ આગળ પણ મજબૂત રહેશે.

    બ્રોકરેજે ફિક્સ કરી ₹740ની ટાર્ગેટ પ્રાઇઝ


    બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝે સોમાની સિરામિક્સના શેરમાં રોકાણ કરવા માટે 740 રૂપિયા ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. આ તેની વર્તમાન કિંમત કરતાં 40 ટકા વધુ છે. તેનો શેર છેલ્લે 11 નવેમ્બર, શુક્રવારના રોજ BSE પર રૂ. 528.70ના ભાવે બંધ થયો હતો. 23 જાન્યુઆરી, 2009ના રોજ સોમાની સિરામિક્સના શેરની કિંમત રૂ.8.40 હતી. તે હવે વધીને રૂ. 528.70ની કિંમતે પહોંચી ગયો છે. જો કોઈ રોકાણકારે લગભગ તેર વર્ષ પહેલાં જાન્યુઆરી 2009માં તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેની કિંમત 63 ગણી વધીને 63 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

    આ સમય તેજીના એંધાણ


    આ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, મોંઘા ગેસને કારણે સોમની સિરામિક્સના શેરમાં વોલ્યુમમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને માર્જિનમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ બજારના નિષ્ણાતોના મતે ઓક્ટોબર 2022-માર્ચ 2023ના અડધા ભાગમાં આમાં તેજી આવવાની શક્યતા છે. HDFC સિક્યોરિટીઝે રૂ. 740ના લક્ષ્યાંક ભાવ સાથે તેના પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે.

    આ રીતે સોમાણી સિરામિક્સના શેરમાં જોવા મળી રિકવરી


    લગભગ એક વર્ષ પહેલાં, 17 નવેમ્બર, 2021ના રોજ, સોમાણી સિરામિક્સના શેર રૂ. 952.45ના સ્તરે હતા, જે આખા વર્ષ માટે તેની રેકોર્ડ ઊંચી સપાટી છે. આ પછી, શેરના વેચાણને કારણે, 23 જૂન, 2022 ના રોજ, તે 46 ટકા ઘટીને 512.50 રૂપિયા થઈ ગયો. આ ઉતાર-ચઢાવ વચ્ચે, તેના શેરમાં લગભગ 3% ની રિકવરી થઈ છે અને નિષ્ણાતોના મતે, તેમાં વધુ તેજીનો ટ્રેન્ડ છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Big Stocks Tips, Business news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन