3.40 રૂપિયાના ભાવના આ શેરે હવે ભુક્કા બોલાવ્યા, રોકાણકારોના 1 લાખના થયા 1.61 કરોડ જાણો, કેવી રીતે?

પ્રતિકાત્મક તસવીર

Multibagger Stock- જાણો એવા શેર વિશે જેમાં રોકાણકારોના લાખના થયા કરોડ અને લાખોના થયા કરોડો.

  • Share this:
    નવી દિલ્હી : શેર બજારની (Stock Market) ઐતિહાસિક તેજીમાં અનેક શેર સારું પ્રદર્શન કરી રહ્યા છે. આજે અમે તમને એક એવા શેર (Share Price) વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જેમાં પૈસા રોકીને રોકાણકારોના લાખના કરોડ અને લાખોના કરોડો રકૂપિયા થયા છે. આ શેર છે અવંતિ ફૂડના.  (Avani Foods)આ સ્ટોકમાં પૈસા રોકીને રોકાણકારો કરોડ પતી થયા છે. આ મલ્ટીબેગર સ્ટોક (MultiBagger Stock )એનએસઈ પર 26 ઑગસ્ટ 2011ના રોજ 3.40 રૂપિયાના ભાવે હતો આજે એક દાયકા પછી આ શેરનો ભાવ 161 ગણો વધીને 548 પર પહોંચી ગયો છે.

    Avanti Foods શેર પ્રાઇસ હિસ્ટ્રી

    ગત સેસશનમાં Avanti Foodsના શેરના ભાવમાં 3.5 ટકાનો કડાકો જોવા મળ્યો હતો જ્યારે કે પાછલા 5 વ્યાવસાયિક સત્રોમાં આ શેર 7 ટકા તૂટ્યો છે. ગત એક મહિનાથી આ શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યુ છે. ગત એક મહિનામાં આ શેરમાં 11.61 ટકાનો કડાકો પણ બોલ્યો છે.

    31 માર્ચ 2021ના રોજ આ શેરની કિંમત 414.45 રૂપિયા પર વેપાર કરતો જોવા મળ્યો હતો. વર્તમાન સમયમાં આ શેર 32 ટકા વઘીને 548 રૂપિયાના ભાવે બજારમાં જોવા મળી રહ્યો છે. પાછલા 5 વર્ષમાં આ શેરે 206 ટકા મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે. જોકે, પાછલા 10 વર્ષના પ્રદર્શન પર નજર કરીએ તો આ સમયમાં 16000 ટકા રિટર્ન 3.40 રૂપિયાના 548 રૂપિયા થયા છે.

    જેણે 1 લાખ રોક્યા હોય એને 1.61 કરોડ રૂપિયા મળે

    Avanti Foodsના આ શેરના રિટર્ન પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2022માં એક લાખ લગાવ્યો હોત તો એના 1 લાખ 32 હજાર થયા હોત એવી જ રીતે જેણે 5 વર્ષ પહેલાં 1 લાખ રોક્યા હોત તો એના 3.06 લાખ રૂપિયા થયા હોત અને જો કોઈએ 10 વર્ષ પહેલાં આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો એને આજે આ એક લાખના 1.61 કરોડ રૂપિયા મળ્યા હોતય અથવા તો જેણે રોક્યા હશએ એન મળ્યા હશે. આમ આ શરે વર્ષ 2012નો મલ્ટીબેગર સ્ટોક છે.

    ગુજરાતની આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 વર્ષમાં 115 ગણો ભાવ વધ્યો

    તાજેતરમાં જ એક અહેવાલ સામે આવ્યો છે જેમાં ગુજરાતની એક કેમિકલ કંપનીના (Chemical Stock)  શેરના ભાવનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. આ કંપનીના શેરધારકો છેલ્લા એક દાયકામાં ખૂબ કમાયા છે. કંપનીનું નામ છે દિપક નાઇટ્રાઇટ ( Deepak Nitrite) જેના પ્લાન્ટ દહેજ સહિતના વિસ્તારમાં છે. કંપનીની ઓફિસ વડોદરામાં પણ છે.

    લાઇવ મિંટના અહેવાલ મુજબ આ કેમિકલ સ્ટૉકે પાછલા 10 વર્ષમાં 18.50 રૂપિયા પ્રતિ શેર (19 ઑગસ્ટ એનએસઈમાં બંધ કિંમત)થી વધીને રૂપિયા 2,141.90 પ્રતિ શેર (13 ઑગસ્ટ 2021 એનએસઈમાં બંધ પ્રાઇઝ) ગણો વધારો થયો છે. આ અઠવાડિયે દિપક નાઇટ્રાઇટ અન્ય સ્મૉલ અને મિડ કેપ સ્ટૉકની જેમ સેલિંક પ્રેશરમાં હતો. આ સમયમાં શેર એક ટકો ઉપર વધવામાં સફળ રહ્યો હતો.

    આ સમાાચારને વધુ વાંચવા ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published: