Home /News /business /Multibagger Education Stock: 2022માં અત્યારસુધી આ સ્ટૉકમાં મળ્યું 270% વળતર, શું તમારી પાસે છે?

Multibagger Education Stock: 2022માં અત્યારસુધી આ સ્ટૉકમાં મળ્યું 270% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger Stock Shanti Educational Initiatives Ltd: શાંતિ એજ્યુકેશન ઇનિશિએટિવ્સ લિમિડેટ 2021ના વર્ષમાં પણ મલ્ટીબેગર શેર રહી ચૂક્યો છે. 31 ડિસેમ્બર, 2021થી અત્યારસુધી આ શેર 270 ટકા વધી ચૂક્યો છે.

    મુંબઇ. Multibagger stock: શેરબજારમાં સારી કમાણી કરવા માંગતા લોકો હંમેશા મલ્ટીબેગર સ્ટૉકની શોધમાં હોય છે. અનેક રોકાણકારો 2022ના વર્ષ માટે મલ્ટીબેગર શેર્સ શોધી રહ્યા છે. આ દરમિયાન અનેક એવા સ્મૉલકેપ શેર છે જેમણે 2022માં અત્યારસુધી પોતાના રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપી દીધું છે. શાંતિ એજ્યુકેશન ઇનિશિએટિવ્સ લિ. (Shanti Educational Initiatives Ltd) આવો જ એક શેર છે. આ શેર 2021ના વર્ષના મલ્ટીબેગર શેરમાંનો એક છે. આ સ્ટૉકે અત્યારસુધી તેમના રોકાણકારોને 270 ટકા રિટર્ન આપ્યું છે.

    શેરની કિંમત પર એક નજર

    શાંતિ એજ્યુકેશન ઇનિશિએટિવ્સ લિમિટેડના શેરની કિંમત પર એક નજર કરીએ તો છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશન દરમિયાન તેમાં પાંચ ટકાની અપર સર્કિટ લાગી છે. છેલ્લા એક મહિનામાં આ શેર 127.35 રૂપિયાથી વધીને 367.15 રૂપિયા પર પહોંચ્યો છે. આ દરમિયાન આ શેરમાં રોકાણકારોને 190 ટકા વળતર મળ્યું છે.

    2022માં અત્યારસુધી 270 ટકા વળતર

    31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર 95.20 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર હતો. ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન શેર BSE પર પાંચ ટકા વધીને 367.15 રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે 2022ના વર્ષમાં આ શેરે અત્યારસુધી 270 ટકા રિટર્ન આપ્યું છે.

    આ પણ વાંચો: બે મહિનામાં પૈસા ડબલ! આ Textile સ્ટૉકે રોકાણકારોના નાણા બે મહિનામાં ડબલ કરી દીધા

    રોકાણ પર અસર

    જો કોઈ રોકાણકારે આ મલ્ટીબેગર શેરમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.90 લાખ રૂપિયા હોય. જ્યારે છ મહિના પહેલા આ શેરમાં કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.90 લાખ રૂપિયા હોય.

    આ જ રીતે જો કોઈ રોકાણકારે 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેરમાં 95.20 રૂપિયાના ભાવે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 3.70 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: આ મલ્ટીબેગર સ્ટોકે એક વર્ષમાં રોકાણકારોને આપ્યો બમણો નફો, શું તમારી પાસે છે?

    કંપની વિશે

    આ મલ્ટીબેગર એજ્યુકેશન સ્ટૉક Shanti Educational Initiatives Ltdની માર્કેટ કેપ 591 કરોડ રૂપિાય છે. બીએસઈ પર લિસ્ટિેડ કંપનીની શેર હાલ લાઇફ ટાઇમ હાઈની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સ્ટૉકનો 52 અઠવાડિયાનો લૉ 83.05રૂપિયા છે. શેરનું વર્તમાન ટ્રેડિંગ વોલ્યૂમ 354 છે. શેરનું 20 દિવસનું એવરેજ વોલ્યૂમ 2,228 છે.

    (ખાસ નોંધ: શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે. ઉપરની માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેરબજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन