Home /News /business /Multibagger Stock: લાંબાગાળાની વાત છોડો આ શેરે તો એક જ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા

Multibagger Stock: લાંબાગાળાની વાત છોડો આ શેરે તો એક જ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા

શેરબજારના આ શેરમાં રોકણકારો 1 વર્ષમાં કરોડપતિ બન્યા.

Multibagger Stock Made Crorepati in Just on year: સામાન્ય રીતે એવું કહેવાય છે કે શેરબજારમાં મલ્ટિબેગર રિટર્ન જોઈતું હોય તો કોઈ સારી કંપનીના શેર ખરીદીને લાંબો સમય સુધી ધીરજ રાખીને બેસવું પડે છે. જોકે ઘણીવાર કેટલાક શેર એવા પણ હોય છે જે કમાલ કરે છે. આવો જ એક શેર Sel Manufacturing Company Ltdનો છે. જેણે રોકાણકારોને 28000 ટકા રિટર્ન આપ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ આમ તો નિષ્ણાતોને પૂછો કે મલ્ટિબેગર રિટર્ન માટે શું કરવું તો સામાન્ય રીતે બધાના જવાબમાં એક વાત ખૂબ જ કોમન હોય છે જે છે ધીરજ રાખવી, જોકે શેરબજારની દુનિયામાં કેટલાક એવા અદ્ભુત શેરો છે, જેમણે માત્ર થોડા જ વર્ષોમાં સેંકડો ગણું વળતર આપીને પોતાના રોકાણકારોને કરોડપતિથી કરોડપતિ બનાવી દીધા છે. આ શેરોને મલ્ટિબેગર સ્ટોક કહેવામાં આવે છે. સેલ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ એક એવો સ્ટોક છે, જેણે માત્ર 5 વર્ષમાં તેના રોકાણકારોને 28,000 ટકાથી વધુ વળતર આપીને તેના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે.

    આ પણ વાંચોઃ Harsha Engineers IPO: પહેલા દિવસે જ 2.87 ગણો ભરાયો, અમદાવાદની કંપની પર રોકાણકારો વરસ્યા

    Sel Manufacturing Company Ltdનો શેર બુધવારે, 14 સપ્ટેમ્બરના રોજ NSE પર રૂ.745.00 પર બંધ થયો હતો. જો કે, 5 વર્ષ પહેલા 15 સપ્ટેમ્બર, 2017 ના રોજ NSE પર તેની કિંમત માત્ર 2.65 રૂપિયા હતી. આ રીતે, છેલ્લા 5 વર્ષમાં આ શેરની કિંમતમાં લગભગ 28,013.21 ટકાનો ઉછાળો આવ્યો છે. મતલબ કે જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલાં SEL મેન્યુફેક્ચરિંગના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો આજે તેના 1 લાખ રૂપિયાની વેલ્યુ વધીને 2.81 કરોડ રુપિયા થઈ ગઈ હોત અને તે રોકાણકાર કરોડપતિ બની ગયો હોત.

    આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

    તો એક વર્ષ પહેલા ઓક્ટોબર 28, 2021ના આ શેરની કિંમત રુ. 4.95 ની નજીક હતી અને ત્યારથી એક વર્ષમાં આ શેર લગભગ 14,950.51 ટકા વધ્યો છે. મતલબ કે એક વર્ષ પહેલાં પણ જો કોઈ રોકાણકારે આ કંપનીના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના રૂ.1 લાખની કિંમત વધીને રૂ.1.50 કરોડ થઈ ગઈ હોત અને તે કરોડપતિ બના ગયા હોત.

    આ પણ વાંચોઃ આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

    કંપનીની તાજેતરની કામગીરીની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં આ શેર લગભગ 55.10 ટકા વધ્યો છે. તેમજ છેલ્લા એક મહિનામાં તેણે પોતાનારોકાણકારોને લગભગ 9.10 ટકા વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે SEL મેન્યુફેક્ચરિંગ એક સ્મોલ કેપ કંપની છે, જેનો માર્કેટ કેપ 2.47 હજાર કરોડ રૂપિયા છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: BSE Sensex, Business news, Multibagger Stock, Stock market Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन