Home /News /business /

Ashish Kacholia Portfolio: 2021માં આ શેર 260% ભાગ્યો, દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયા રમ્યા મોટો દાવ

Ashish Kacholia Portfolio: 2021માં આ શેર 260% ભાગ્યો, દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયા રમ્યા મોટો દાવ

મલ્ટીબેગર સ્ટૉક

Multibagger Stock Sastasundar Ventures : એનએસઈ બલ્ક ડેટા પ્રમાણે આશીષ કચોલિયાએ 27મી ડિસેમ્બરના રોજ એક બ્લૉક ડીલમાં એનએસઈ પર 447 રૂપિયા પ્રતિ શેરના ભાવ લેખે કંપનીના 2,25,000 લાખ શેર ખરીદ્યા છે.

    મુંબઇ. Ashish Kacholia Portfolio: દેશના ટોચના રોકાણકારોમાં સામેલ આશીષ કચોલિયા (Ashish Kacholia) મિડકેપ અને સ્મૉલકેપ (Mid cap and Small cap) સેગમેન્ટમાં સારો શેર્સ ખરીદવા માટે જાણીતા છે. આ શેરોમાં રોકાણ થકી તેઓ મોટી કમાણી કરે છે. હવે આશીષ કચોલિયાએ સોમવારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) પર બ્લૉક ડીલ અંતર્ગત મલ્ટીબેગર સ્ટૉક સસ્તાસુંદર વેન્ચર્સ લિ. (Sastasundar Ventures)ના શેર ખરીદ્યા છે.

    કચોલિયાએ 2.25 લાખ શેર ખરીદ્યા

    એનએસઈ બલ્ક ડેટા પ્રમાણે આશીષ કચોલિયાએ 27મી ડિસેમ્બરના રોજ એક બ્લૉક ડીલમાં એનએસઈ પર 447 રૂપિયા પ્રતિ શેરના ભાવ લેખે કંપનીના 2,25,000 લાખ શેર ખરીદ્યા છે. બીએસઈ શેરહૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે સપ્ટેમ્બર 2021 સુધી તેમની પાસે સસ્તાસુંદર વેન્ચર્સના 3,30,785 શેર એટલે કે 1.04 ટકા ભાગીદારી હતી. એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન કચોલિયા પાસે આ કંપનીના કોઈ શેર ન હતા.

    બીજી તરફ સોમવારે અન્ય એક બ્લૉક ડીલમાં માઇક્રોસેક વિઝન ટ્રસ્ટે એનએસઈ પર 447 રૂપિયા પ્રતિ શેરના ભાવથી કંપનીના 2,25,000 શેર વેચ્યા હતા.

    આ વર્ષ 260% વળતર

    મંગળવારે શરૂઆતના ટ્રેડિંગમાં બીએસઈ પર સસ્તાસુંદર વેન્ચર્સમાં 467 રૂપિયા પર 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. આ શેર ચાલુ વર્ષમાં 260%નું મલ્ટીબેગર વળતર આપ્યું છે. જાન્યુઆરીની શરૂઆતમાં આ શેર 125 રૂપિયાના સ્તર પર હતો.

    આ પણ વાંચો: Multibagger stock: ટાટા મોટર્સના શેર પર બજાર નિષ્ણાતો Bullish, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

    આશીષ કચોલિયાનો પોર્ટફોલિયો

    આશીષ કચોલિયાના પોર્ટફિલિયોમાં હૉસ્પિટાલિટી, એજ્યુકેશન, ઇન્ફ્રા અને મેન્યુફેક્ચિંગ શેર્સ સામેલ છે. તેઓ દેશના એ દિગ્ગજ રોકાણકારોમાં સામેલ છે જેમના પર નાના રોકાણકારોની નજર રહેતી હોય છે. એક રિપોર્ટ પ્રમાણે 1,630 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે તેમના પોર્ટફોલિયોમાં 27 શેર સામેલ છે.

    2021ના મલ્ટીબેગર શેરમાં ટાટા જૂથની પાંચ કંપનીના શેર સામેલ (વાંચો સમગ્ર અહેવાલ)

    2021ના વર્ષમાં અનેક મલ્ટીબેગર શેર્સ (Multibagger stocks) જોવા મળ્યા છે. ભારતમાં મલ્ટીબેગર શેર્સમાં ટાટા જૂથ (Tata Group)ની અમુક કંપનીઓના શેર્સ પણ સામેલ છે. મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે 2021ના વર્ષમાં NSE પર મલ્ટીબેગર શેરની યાદીમાં ટાટા જૂથની પાંચ કંપનીના શેર સામેલ છે. આ શેરમાં ટાટા પાવર, ટાટા મોટર્સ, Tata Elxsi, નેલ્કો, અને Tata Teleservices (Maharashtra) Limited સામેલ છે.

    નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

    આગામી સમાચાર