Home /News /business /

Multibagger stock: 12 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટૉકમાં થયો 33,650 ટકાનો વધારો, રૂ. 1 લાખમાંથી થયા રૂ. 3.37 કરોડ

Multibagger stock: 12 વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટૉકમાં થયો 33,650 ટકાનો વધારો, રૂ. 1 લાખમાંથી થયા રૂ. 3.37 કરોડ

છેલ્લાં 5 વર્ષોમાં આ મલ્ટિબેગર શેરની કિંમત લગભગ રૂ. 175થી રૂ. 550 સુધી વધી છે (પ્રતિકાત્મક તસવીર)

Stock market news : છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ રૂ. 525થી વધીને રૂ. 550 થયો છે, જે આ સમયગાળામાં લગભગ 5 ટકા વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં, અવંતિ ફીડ્સના શેરની કિંમત રૂ.545.85થી વધીને રૂ. 550.05 થઈ ગઈ છે, જે આ સમયગાળામાં 1 ટકાથી પણ ઓછી છે.

વધુ જુઓ ...
મુંબઇ: શેરબજારમાં જ્યારે રોકાણ (Investment in Share Market) કરવાની વાત આવે ત્યારે ધીરજ સૌથી મહત્વનું પાસું છે. કારણ કે શેરની ખરીદી કરીને પૈસાની કમાણી (Earn Money) શક્ય નથી. તેના માટે રાહ જોવી ખૂબ જરૂરી છે. તેનું તાજેતરનું સૌથી મોટું ઉદાહરણ છે અવંત ફીડ્સના શેર (Avanti Feeds Share). NSE પર આ હૈદરાબાદ સ્થિત કંપનીના શેરની કિંમત રૂ. 1.63 (8મી જાન્યુઆરી 2010ના રોજ NSE પર બંધ કિંમત) થી વધીને 12 વર્ષના ગાળામાં રૂ. 550.05 (30મી ડિસેમ્બર 2021ના રોજ NSE પર બંધ કિંમત)લગભગ 33,650 ટકા વધી છે.

જાણો અવંતી શેર પ્રાઇઝ વિશે બધું જ

છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક લગભગ રૂ. 525થી વધીને રૂ. 550 થયો છે, જે આ સમયગાળામાં લગભગ 5 ટકા વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં, અવંતિ ફીડ્સના શેરની કિંમત રૂ.545.85થી વધીને રૂ. 550.05 થઈ ગઈ છે, જે આ સમયગાળામાં 1 ટકાથી પણ ઓછી છે.

આ પણ વાંચો - Share Market Earning: રાકેશ ઝુનઝુનવાલાએ આ એક જ શેરમાં ત્રણ મહિનામાં કરી 1540 કરોડ રૂપિયાની કમાણી

છેલ્લા એક વર્ષમાં આ શેરોએ તેના શેરધારકોને લગભગ 5 ટકા વળતર આપ્યું છે. પરંતુ છેલ્લાં 5 વર્ષોમાં આ મલ્ટિબેગર શેરની કિંમત લગભગ રૂ. 175થી રૂ. 550 સુધી વધી છે, જે આ સમયગાળામાં લગભગ 210 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે છેલ્લા 10 વર્ષોમાં અવંતિ ફીડ્સના શેરની કિંમત રૂ. 8.18થી વધીને રૂ. 550.05 પ્રતિ સ્તરે પહોંચી છે, જે આ સમયગાળામાં લગભગ 6600 ટકા વધી છે.

આ પણ વાંચો - EPFO Update: ખાતાધારકોને મોટી રાહત, 31 ડિસેમ્બર પછી પણ જોડી શકશો ઇ-નોમિનીનું નામ

રોકાણ પર કેવી રહી અસર?

અવંતિ ફીડ્સના શેરની કિંમતના ભૂતકાળમાંથી સંકેત લઈને જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના રૂ.1 લાખ રૂ. 1.05 લાખ થઈ ગયા હોત. જો કોઈ રોકાણકારે આ કાઉન્ટરમાં 5 વર્ષ પહેલાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તે આજ સુધી જાળવ્યું હશે, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 3.10 લાખ થઈ ગયા હશે. તેવી જ રીતે, જો કોઈ રોકાણકારે 12 વર્ષ પહેલા આ મલ્ટિબેગર પેની સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે અને અવંતિ ફીડ્સનો એક શેર રૂ. 1.63 પ્રતિ શેર લેવલે ખરીદ્યો હશે, તો આજે તેના રૂ. 1 લાખ રૂ. 3.37 કરોડ થઈ ગયા હશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Share market, બિઝનેસ

આગામી સમાચાર