Home /News /business /2 રુપિયાના આ મલ્ટીબેગર શેરે 1 લાખ રુપિયાને બનાવી દીધા 1.81 કરોડ, શું તમારી પાસે છે?

2 રુપિયાના આ મલ્ટીબેગર શેરે 1 લાખ રુપિયાને બનાવી દીધા 1.81 કરોડ, શું તમારી પાસે છે?

એક વર્ષમાં આ પાંચ શેર કરાવશે બમ્પર કમાણી

Multibagger Stock Rama Phosphates: બજારના નિષ્ણાતો કહે છે કે, લાંબા સમય સુધી સ્ટોક રાખવાથી જોખમ ઘટાડવામાં પણ મદદ મળે છે. લાંબા ગાળાના રોકાણના ફાયદા સમજવા માટે અમે રામા ફોસ્ફેટ્સ (Rama Phosphates) ના શેર પર એક નજર નાખીએ.

મુંબઈ. Multibagger Stock: શેરોમાં રોકાણ કરવું કોઈ બિઝનેસમાં રોકાણ કરવા જેવું જ છે. અનુભવી રોકાણકાર ચાર્લી મુંગેર (Charlie Munger) ના મતે, સારો સ્ટોક ખરીદીને શક્ય તેટલા લાંબા સમય (Long term investment) સુધી તેમાં રહેવું જોઈએ. ચાર્લી મુંગર વોરેન બફેટના બિઝનેસ પાર્ટનર છે. આ નિવેદન દ્વારા તે રોકાણકારોને સમજાવવા માંગે છે કે લાંબા ગાળાની દ્રષ્ટિએ રોકાણ કરવાથી સારું વળતર મળે છે. લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચના સાથે સમયાંતરે ડિવિડન્ડ જેવા લાભો પણ ઉપલબ્ધ છે.

બજારના નિષ્ણાતો કહે છે કે, લાંબા સમય સુધી સ્ટોક રાખવાથી જોખમ ઘટાડવામાં પણ મદદ મળે છે. લાંબા ગાળાના રોકાણના ફાયદા સમજવા માટે અમે રામા ફોસ્ફેટ્સ (Rama Phosphates) ના શેર પર એક નજર નાખીએ. આ ફર્ટિલાઈઝર સ્ટોક 2021ના મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock 2021)માં હતો. આ સમયગાળા દરમિયાન તેણે તેના શેરધારકોને 235 ટકા વળતર આપ્યું હતું. જોકે, આ એક માત્ર વર્ષ નથી જ્યારે આ મલ્ટીબેગર સ્ટોકે આકર્ષક વળતર આપ્યું હોય. આ સ્ટોક ખૂબ શાનદાર રિટર્ન આપવાનો ઇતિહાસ ધરાવે છે.

શેરમાં વળતર

જો કોઈએ આ શેરમાં લગભગ 1 દાયકા પહેલા રોકાણ કર્યું હશે તો તે ચોક્કસથી માલામાલ બની ગયો છે. જોકે, છેલ્લા 1 મહિનાથી આ સ્ટોક દબાણ હેઠળ ચાલી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં આ સ્ટોક 400 રૂપિયાથી ઘટીને 361 રૂપિયા પર આવી ગયો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિના દરમિયાન પણ આ એક સાઈડવેજ રહ્યું છે. આ સમયગાળામાં તેણે તેના શેરધારકોને 8 ટકાનું સાધારણ વળતર આપ્યું છે.

એક વર્ષમાં 235 ટકા વળતર

આ શેરે છેલ્લા 1 વર્ષમાં આલ્ફા રિટર્ન આપ્યું છે. 1 વર્ષમાં તેણે 235 ટકા વળતર આપ્યું છે અને તે 108 રૂપિયાથી વધીને 361 રૂપિયા થઈ ગયું છે. છેલ્લા 5 વર્ષમાં આ સ્ટોક 75.95 રૂપિયાથી વધીને 362 રૂપિયા થઈ ગયો છે. અને આ સમયગાળા દરમિયાન 380% વળતર આપ્યું છે.

આ પણ વાંચો: શું રિટેલ રોકાણકારો માટે ટીસીએસની શેર બાયબેક ઑફર સારી તક છે?

10 વર્ષમાં આ સ્ટોક 51 રૂપિયાથી 362 રૂપિયા પર આવી ગયો છે. તેણે 10 વર્ષમાં 610 ટકા વળતર આપ્યું છે. છેલ્લા 19 વર્ષમાં આ સ્ટોક 2 રૂપિયાથી વધીને 362 રૂપિયા થયો છે અને આ સમયગાળા દરમિયાન તેણે 18000 ટકાનું વળતર આપ્યું છે.

રોકાણ પર અસર

હવે જો આપણે આ સ્ટોકના શેરની કિંમતનો ઇતિહાસ જોઈએ તો જો કોઈ રોકાણકારે 1 વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેને રૂ. 3.35 લાખ મળી રહ્યા હશે. બીજી તરફ જો કોઈએ 5 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેને 4.80 લાખ રૂપિયા મળી રહ્યા હશે. જો કોઈએ 10 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેને 7.10 લાખ રૂપિયા મળી રહ્યા હશે. જો કોઈએ 19 વર્ષ પહેલા આ મલ્ટિબેગર સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેને રૂ. 1.81 કરોડ વળતર મળશે.

આ પણ વાંચો: બજાર નિષ્ણાતોએ આ Penny Stock ખરીદવાની આપી સલાહ

જાણો શેર પર દિગ્ગજોના મત

માર્કેટ દિગ્ગજ આ શેર પર હજુ બુલિશ છે. IIFL સિક્યોરિટીઝના અનુજ ગુપ્તા કહે છે કે રામા ફોસ્ફેટ્સનો શેર છેલ્લા 8 મહિનામાં રૂ. 300-400ની રેન્જમાં છે. આ સ્ટૉકમાં લાંબા ગાળાથી પોઝિટિવ રહે છે. કોઈપણ ડાઉનસાઈડ માટે, રૂ. 274ના સ્ટોપલોસ સાથે શેર ખરીદી શકાય છે અને રૂ. 400-450ના ટૂંકા ગાળાના લક્ષ્યાંકનો ટાર્ગેટ રાખી શકાય છે. શેરનો મધ્યમ ગાળાનો લક્ષ્યાંક રૂપિયા 500-550 રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger Stock, Stock market, Stock tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन