Multibagger Stock: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટૉકમાં સતત ચોથા દિવસે લાગી અપર સર્કિટ, જાણો નિષ્ણાતોનું મંતવ્ય
Multibagger Stock: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ સ્ટૉકમાં સતત ચોથા દિવસે લાગી અપર સર્કિટ, જાણો નિષ્ણાતોનું મંતવ્ય
રાકેશ ઝુનઝુનવાલા
Rakesh Jhnjhunwala Portfolio :રાકેશ આ સ્ટોક તાજેતરના ટ્રેડિંગ સેશન સર્કિટ સ્ટોક હોવાથી ડીબી રિયલ્ટીના શેરમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને વિદેશી રોકાણકારોને આકર્ષતા જોવા મળી રહ્યા છે.
ડીબી રિયલ્ટી (DB Realty)ના શેરમાં સતત અપર સર્કિટ જોવા મળી હતી. ફંડ એકત્ર કરવાના સમાચાર આવ્યા બાદ 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીમાં આવું જોવા મળ્યું હતું. આ સ્ટૉક આ વર્ષનો મલ્ટીબેગર સાબિત થયો છે. વર્તમાન સમયમાં આ મલ્ટીબેગર સ્ટોકમાં ફરી એકવાર અપર સર્કિટ લાગતી જોવા મળી રહી છે. આ સ્ટૉકમાં સતત 4 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે અને છેલ્લા એક સપ્તાહમાં આ શેર લગભગ 25 ટકા સુધી વધ્યો છે. ડીબી રિયલ્ટીમાં રાકેશ ઝુનઝુનવાલા - રેખા ઝુનઝુનવાલાની ભાગીદારી 2.06 ટકા છે
આ સ્ટોક તાજેતરના ટ્રેડિંગ સેશન સર્કિટ સ્ટોક હોવાથી ડીબી રિયલ્ટીના શેરમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને વિદેશી રોકાણકારોને આકર્ષતા જોવા મળી રહ્યા છે.
Profitmart Securitiesના અવિનાશ ગોરક્ષકરના મત મુજબ Viacom18માં 30 હજાર કરોડ રૂપિયાના હિસ્સાના વેચાણના માધ્યમથી રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ ધરાવતી આ કંપની વિદેશી રોકાણકારોને આકર્ષિત કરી રહી છે.
જાણકારોનું એમ પણ કહેવું છે કે, DB Realtyના શેરમાં તાજેતરમાં આવેલી તેજીનું મુખ્ય કારણ કંપનીની ફંડ એકત્ર કરવાની યોજના છે. આનાથી કંપનીને તેની વ્યવસાયિક યોજનાઓ પુરી કરવા માટે પૂરતા પૈસા મળશે. બીજી તરફ ટૂંકા ગાળામાં આ સ્ટૉકમાં 140 રૂપિયાનું લેવલ આવી શકે છે. જેની પાસે આ શેર છે, તેણે તેમાં જ રહેવું જોઈએ. જે લોકો નવી ખરીદી કરવા માંગે છે, તેઓ પણ 140 રૂપિયાના ટૂંકા ગાળાના ટાર્ગેટ સાથે હાલના સ્તરે ખરીદી કરી શકે છે
IIFL Securitiesના અનુજ ગુપ્તાનું કહેવુ છે કે, રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો સ્ટોક તાજેતરના ઘટાડા બાદ રિકવરી મોડમાં છે. આ સ્ટૉકમાં શોર્ટ ટર્મમાં જોરદાર તેજી જોવાને મળી શકે છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળા માટે 140 રૂપિયાના લક્ષ્યાંક અને 87 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદીની સલાહ આપવામાં આવે છે.
(ખાસ નોંધ: ઉપરનો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર