Multibagger Stock: 18 વર્ષ પહેલા આ શેરમાં કરેલું 1 લાખનું રોકાણ આજે 1.24 કરોડ રૂપિયા થઈ ગયું!

ચલણી નોટો (પ્રતીકાત્મક તસવીર)

Multibagger Stock Radico Khaitan: નિષ્ણાતોના મતે શેરબજાર (Share Market)માં જ્યારે તમે રોકાણ કરો છો તો ધૈર્ય મહત્ત્વનું પરીબળ બને છે.

  • Share this:
મુંબઈ: સ્ટોક માર્કેટના રોકાણકારોને ગુણવત્તાયુક્ત સ્ટૉક બને તેટલા વધુ સમય માટે રાખવાથી મહત્તમ વળતર (Maximum Profit) મળી શકે છે. આવા સ્ટોક ઇક્વિટી રોકાણ (Equity Shares)માં રહેલા જોખમને ઘટાડવામાં મદદરૂપ બને છે. નિષ્ણાતોના મતે શેરબજાર (Share Market)માં જ્યારે તમે રોકાણ કરો છો તો ધૈર્ય મહત્ત્વનું પરીબળ બને છે. રોકાણકારને પાકા રોકાણકાર બનવા માટે ખરીદો, જાળવી રાખો અને ભૂલી જાઓ, આ સૂત્રને ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ. આનું શ્રેષ્ઠ ઉદાહરણ રેડિકો ખૈતાનના શેર (Raddico Khaitan Shares) છે. તે 2021માં મલ્ટિબેગર સ્ટોક્સ (Multibagger Stocks)માંનો એક છે, જેણે તેના શેરધારકો (Investors)ને આ વર્ષે લગભગ 140 ટકા વળતર આપ્યું છે.

રોકાણકારોને મળ્યા 124 ગણા પૈસા

NSEમાં રેડિકો ખૈતાનના શેરની કિંમત પ્રતિ શેર રૂ. 8.79 (7 નવેમ્બર 2003ના રોજ NSE પર બંધ કિંમત)થી વધીને રૂ.1090 થઈ છે (ગુરુવારે NSE પર સવારે 11:58 વાગ્યે). એટલે કે તેમાં આ 18 વર્ષમાં લગભગ 124 ગણો વધારો થયો છે. તેથી જો કોઈ રોકાણકારે 18 વર્ષ પહેલા રેડિકો ખૈતાનના શેર ખરીદ્યા હશે, તો તેના નાણા આજે 124 ગણા વધી ગયા હશે.

શેરની કિંમતોનો ઇતિહાસ

>> રેડિકો ખૈતાનના શેર છેલ્લા એક મહિનામાં રૂ.1022થી વધીને રૂ.1090 પ્રતિ શેરના સ્તરે પહોંચ્યા છે. આ સમયમાં લગભગ 6.65 ટકા રિટર્ન મળ્યું કહેવાય.

>> છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ.570થી વધીને રૂ.1090 થયો છે, જે આ સમયગાળામાં લગભગ 90 ટકા વધ્યો છે.

>> છેલ્લા એક વર્ષમાં આ સ્ટોક રૂ.462.70 પ્રતિ શેરથી વધીને રૂ.1090 થયો છે, જેથી તેના શેરધારકોને લગભગ 135 ટકા વળતર મળ્યું છે.

>> છેલ્લા 18 વર્ષોમાં આ મલ્ટીબેગર સ્ટોક રૂ.8.79 પ્રતિ શેર લેવલથી વધીને રૂ.1090 માર્ક પર પહોંચ્યો છે, તેના શેરધારકોને લગભગ 12,300 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો: વિજય કેડિયાના પોર્ટફોલિયોમાં સામેલ Sudarshan Chemical શેરમાં મહિનામાં 10%નો કડાકો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

રોકાણ પર અસર

જો કોઇ રોકાણકારે એક મહિના પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે તો તેના રૂ.1 લાખ આજે રૂ.1.06 લાખ થઈ ગયા હશે. તેવી જ રીતે જો કોઇ રોકાણકારે 6 મહિના પહેલા રૂ.1 લાખનું રોકાણ કર્યુ હશે તો આજે તેના પૈસા 1.90 લાખ થઇ ગયા હશે. જ્યારે એક વર્ષ પહેલા રૂ.1 લાખનું રોકાણ કરનાર રોકાણકારના પૈસા આજે 2.35 લાખ થયા હશે. જો રોકાણકારે આ મલ્ટિબેગર સ્ટોકમાં 18 વર્ષ પહેલા રૂ.8.79ના દરે રૂ.1 લાખનું રોકાણ કર્યું હશે તો તેના રૂ.1 લાખ આજે રૂ.1.24 કરોડ થઈ ગયા હશે.

આ પણ વાંચો: બેંકમાં ગયા વગર કઈ રીતે બચત ખાતું ખોલાવી શકાય? શું છે વીડિયો KYC? કઈ સરકારી બેંક આપે છે આ સુવિધા?

રેડિકો ખૈતાનના શેરના ભાવનો અંદાજ

રેડિકો ખૈતાનના શેરના ભાવો વિશે SMC ગ્લોબલ સિક્યોરીટિઝના સિનિયર રીચર્સ એનાલિસ્ટ મુદિત ગોયલ જણાવે છે કે, રેડિકો ખૈતાનના શેરે રૂ.1060ના સ્તરે ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે અને શેર ચાર્ટ પેટર્ન પર ખૂબ જ તેજીમાં દેખાઈ રહ્યો છે. ટૂંકા ગાળાના રૂ.1150ના લક્ષ્ય માટે રૂ.1070 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદી કરી શકાય છે.
First published: