Home /News /business /Multibagger stock: Axis Securities આ સુગર સ્ટૉક પર બુલિશ, શું તમારા પોર્ટફોલિયોમાં છે?
Multibagger stock: Axis Securities આ સુગર સ્ટૉક પર બુલિશ, શું તમારા પોર્ટફોલિયોમાં છે?
મલ્ટીબેગર સ્ટોક
Multibagger Stock: બ્રોકરેજ હાઉસે પોતાની નોટમાં આગળ લખ્યું છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના અનાજ આધારિત ડિસ્ટિલરી બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સરકાર પણ વધારાના અનાજના ઇથેનોલ કન્વર્ઝનની નીતિ પર કામ કરી રહી છે, જેનો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો મળશે.
નવી દિલ્હી: રોકાણકારો હંમેશા સારા સ્ટોક્સની શોધમાં હોય છે. એવા સ્ટૉક્સ કે જે તેમને મોટું વળતર આપે. બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝ (Axis Securities) સુગર સ્ટૉક (Sugar stock) પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ (Praj Industries) પર બુલિશ છે. એક્સિસ સિક્યોરિટીઝનું માનવું છે કે Praj Industries ને ભવિષ્યમાં બાયો-ઇકોનોમિક પરિવર્તનો અને આગામી ત્રિમાસિકમાં મજબૂત આવકની સંભાવનાનો ફાયદો મળતો નજરે પડે છે. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના બાયો-એનર્જી બિઝનેસમાં મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. ગત દિવસે એટલે કે સોમવારે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો શેર એનએસઈ પર 0.40 રૂપિયા એટલે કે 0.10 ટકા ઘટીને 394 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો.
લાઇવમિન્ટમાં જાહેર થયેલા અહેવાલ પ્રમાણે ઇથેનોલની માંગ અને પુરવઠા વચ્ચે મોટો ગાળો, અનાજ આધારિત સિસ્ટિલરીઝ તરફ વધે રહેલું વલણ અને ડિકાર્બનાઇઝેશન પર વધી રહેલું ફોકસ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ માટે શુભ સંકેત છે.
477 રૂપિયાનો ટાર્ગેટ
પ્રોજ ઇન્ડસ્ટ્રીઝ પર એક્સિસ સિક્યોરિટીઝે BUY રેટિંગ બનાવી રાખતા 477 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા એક વર્ષમાં 112 ટકાનો વધારો થયો છે. જ્યારે 2022ના વર્ષમાં અત્યારસુધી આ શેર 16 ટકા ભાગ્યો છે.
બ્રોકરેજ હાઉસે પોતાની નોટમાં આગળ લખ્યું છે કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના અનાજ આધારિત ડિસ્ટિલરી બિઝનેસમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સરકાર પણ વધારાના અનાજના ઇથેનોલ કન્વર્ઝનની નીતિ પર કામ કરી રહી છે, જેનો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો મળશે.
જોકે, કંપની માટે નજીકના ભવિષ્યમાં કાચા માલની કિંમતોમાં વધારો, રશિયા યુક્રેન સંક્ટને પગલે યૂરો રિઝનમાં બિઝનેસ ગતિવિધિમાં કમજોરી જેવા જોખમો રહેલા છે.
ગત દિવસે એટલે કે સોમવારે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો શેર એનએસઈ પર 0.40 રૂપિયા એટલે કે 0.10 ટકા ઘટીને 394 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. આ સ્ટૉકનો 52 અઠવાડિયાનો હાઈ 445 રૂપિયા જ્યારે 52 અઠવાડિયાનો લૉ 182 રૂપિયા છે. હાલ સ્ટૉકની માર્કેટ કેપ 7,247 કરોડ રૂપિયા છે. ગતરોજ આ શેર 398 રૂપિયા પર ખુલ્યો હતો. તેના એક દિવસ પહેલા આ શેર 395 રૂપિયા પર બંધ રહ્યો હતો.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતનો સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર