મુંબઈઃ બજારમાં (Market) ભારે વોલેટાલિટી જોવા મળી રહી છે, છતાં સ્મોલકેપ શેરોની પસંદગીમાં નિષ્ણાત ગણાતા દિગ્ગજ રોકાણકાર પોરિંજૂ વેલિયથે (Porinju Veliyath) પોતાના પોર્ટફોલિયોના કેટલાક શેરોમાં નવી ખરીદી (New Stocks) કરી હતી. તનેજા એરોસ્પેસ એન્ડ એવિએશન લિમિટેડ સ્ટોક(Taneja Aerospace & Aviation Ltd Stocks)માં પોરિંજૂ વેલિયથે નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં પોતાનો હિસ્સો વધાર્યો હતો. પોરિંજૂના પોર્ટફોલિયો (Porinju's Portfolio) પર નજર રાખતા રોકાણકારો માટે આ વાત જાણવી ખૂબ જરૂરી હોઇ શકે છે.
પોરિંજૂ વેલિયથે આ સમયગાળામાં બિન-લશ્કરી એરોસ્પેસ કંપનીમાં પોતાનો હિસ્સો 1.07 ટકાથી વધારીને 1.20 ટકા કર્યો છે. આ મલ્ટિબેગર સ્ટોક વર્ષ 2022ની શરૂઆતથી જ કોન્સોલિડેશન તબક્કામાં જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં પોરિંજૂ વેલિયથે આ સ્ટૉકમાં પોતાનો હિસ્સો વધારવાની તકનો લાભ ઉઠાવ્યો છે અને ખરીદી કરી છે.
કેટલી છે પોરિંજૂની આ કંપનીમાં ભાગીદારી? માર્ચ 2022 ક્વાર્ટર માટે શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર, તનેજા એરોસ્પેસ એન્ડ એવિએશન લિમિટેડમાં પોરિંજૂ વેલિયથ 3 લાખ શેરનો હિસ્સો ધરાવે છે. જે કંપનીની કુલ પેઇડ-અપ મૂડીના 1.20 ટકા છે. પાછલા ત્રિમાસિક એટલે કે ડિસેમ્બર 2021માં તનેજા એરોસ્પેસ એન્ડ એવિએશન લિમિટેડમાં પોરિંજૂ વેલિયથનો હિસ્સો 2.68 લાખ શેર એટલે કે 1.07 ટકા હતો. ત્યારે, વેલિયથે માર્ચ 2022ના ક્વાર્ટરમાં આ મલ્ટિબેગર એરોસ્પેસ સ્ટોકમાં 32,000 શેરની નવી ખરીદી કરી હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે તેઓએ આ ખરીદી એક સાથે કરી છે કે પછી તેઓએ વચ્ચે-વચ્ચે ભાગોમાં ખરીદી કરી છે.
તનેજા એરોસ્પેસની શેર પ્રાઇઝ પર કરીએ નજર તનેજા એરોસ્પેસના શેરની કિંમતના પાછલા ભાવો પર નજર કરશો તો તે છેલ્લા 1 વર્ષના મલ્ટિબેગર સ્ટોક્સમાંનો એક રહ્યો છે. 1 વર્ષના સમયગાળામાં આ સ્ટોક 29 રૂપિયાથી વધીને 137 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન તેમાં 365 ટકાનો વધારો જોવા મળ્યો છે. એપ્રિલ 2020માં આ શેર 20 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો હતો.
ત્યારે હાલમાં ભાવ 137 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લા બે વર્ષમાં આ સ્ટોકે તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. સ્ટોક્સે તેના શેરધારકોને લગભગ 600 ટકા વળતર આપ્યું છે, જે લગભગ 7 ગણો ઉછાળો દર્શાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર