Home /News /business /

એક વર્ષમાં અધધ 17,000% વધ્યો આ કંપનીનો સ્ટોક, 1 લાખના બનાવી દીધા 1.71 કરોડ રૂપિયા

એક વર્ષમાં અધધ 17,000% વધ્યો આ કંપનીનો સ્ટોક, 1 લાખના બનાવી દીધા 1.71 કરોડ રૂપિયા

પેની સ્ટોક જેટલો ઝડપથી વધે છે તેટલો જ ઝડપથી નીચે પણ આવે છે (પ્રતિકાત્મક તસવીર)

business news- રોકાણકારોને શેરે માલામાલ કરી દીધા

    નવી દિલ્હી : પેકેજિંગ માટે થેલા બનાવનાર કંપની ગોપાલા પોલીપ્લાસ્ટના શેરને (Gopala Polyplast Stock)વર્ષ ભર પહેલા પેની સ્ટોકમાં ગણવામાં આવતા હતા. કંપનીના સ્ટોકે ગત એક વર્ષની અંદર રોકાણકારોને બંપર લાભ (Bumper Return)આપ્યો છે. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ (BSE)પર 29 ઓક્ટોબર 2020ના રોજ કંપનીના સ્ટોકનો ભાવ (Share Price)4.51 રૂપિયા હતો, જે 29 ઓક્ટબર 2021ના રોજ વધીને 772 રૂપિયા થઇ ગયો છે. આ દરમિયાન તેણે રોકાણકારોને 17,000 ટકા (17,000 Percent Return)નફો આપ્યો છે.

    કેટલું છે કંપનીનું બજાર પૂંજીકરણ?

    ગોપાલા પોલીપ્લાસ્ટનો ((Gopala Polyplast )સ્ટોક 19 ઓક્ટોબર 2021ના રોજ બીએસઈ પર 1,286.95 રૂપિયાના પોતાના રેકોર્ડ હાઇ પર પહોંચી ગયો હતો. તેનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 790 કરોડ રૂપિયા છે. જો એક વર્ષ પહેલા કોઇ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે વધીને 1.71 કરોડ રૂપિયા થઇ ગયા હોત. આ પેની સ્ટોકે પોતાના રોકાણકારોને મલ્ટીબૈગર રિર્ટન આપ્યું છે. જોકે રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ કે પેની સ્ટોક અસ્થિર હોય છે. આવામાં ફક્ત વધારે જોખમ સહવાની ક્ષમતા રાખનાર રોકાણકારોએ જ આવા શેરોમાં રોકાણ કરવું જોઈએ.

    આ પણ વાંચો - રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયામાં નવો સામેલ થયેલો શેર 10% ભાગ્યો, તમારે રોકાણ કરવું જોઈએ?

    રોકાણકારોએ કઇ બાબતોનું રાખે ધ્યાન?

    પેની સ્ટોક જેટલો ઝડપથી વધે છે તેટલો જ ઝડપથી નીચે પણ આવે છે. ગોપાલા પોલીપ્લાસ્ટના શેરમાં છેલ્લા એક મહિનામાં 11 કારોબારી સત્ર દરમિયાન 5 ટકાનું અપર સર્કિટ લાગ્યું જ્યારે 9 વખત તેમાં 5 ટકાનું લોયર સર્કિટ પણ લાગ્યું છે. આ કંપનીની સ્થાપના 1984માં થઇ હતી. કંપની પેકેજિંગ માટે થેલા બનાવે છે. જેનો ઉપયોગ અનાજ, સિમેન્ટ, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર, ખાંડ જેવી ઇન્ડસ્ટ્રીમાં પેકેજિંગ કરવા માટે કરવામાં આવે છે.

    આ પણ વાંચો - સુરત : મોલમાં એક સગર્ભા સહિત ચાર મહિલાએ ડ્રાયફ્રુટની ચોરી કરી, CCTVમાં થઇ ગઇ કેદ

    BoB પાસેથી કેટલી ભાગીદારી?

    કંપનીનું નિયંત્રણ મુખ્ય રુપથી પ્રમોટરો પાસે છે. તેમની પાસે કંપનીની 92.83 ટકા ભાગીદારી છે. જ્યારે ફક્ત 7.17 ટકા ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર પાસે છે. બેંક ઓફ બરોડા આ કંપનીની સૌથી મોટો પબ્લિક શેરહોલ્ડર છે. બેંક પાસે કંપનીના 5.12 લાખ શેર એટલે કે 5 ટકા ભાગીદારી છે. જ્યારે વિદેશી સંસ્થાગત નિવેશકો (FIIs)પાસે કંપનીની 0.23 ટકા ભાગીદારી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Business, Business Tips, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन