Multibagger stock: ગુજરાતની કંપનીના આ શેરે રોકાણકારોને એક વર્ષમાં જ કર્યાં માલામાલ, આપ્યું 22,300% રિટર્ન

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

Multibagger stock: ગોપાલા પોલીપ્લાસ્ટ (Gopala Polyplast) શેર છેલ્લા એક વર્ષમાં 4.45 રૂપિયાથી વધીને 998.45 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે.

  • Share this:
મુંબઈ: ભારતમાં કોરોના વાયરસ મહામારી (Covid-19 Pandemic) બાદ ભારતીય શેરબજાર (Indian Share Market)માં મુઠ્ઠીભર સ્ટોક મલ્ટીબેગર સ્ટોક બની ગયા છે. મલ્ટીબેગર સ્ટોક્સ (Multibagger Stocks)ની આ લિસ્ટમાં અમુક પેની સ્ટોક્સ (Panny Stocks) પણ સામેલ છે. તેમાં ગોપાલા પોલીપ્લાસ્ટ (Gopala Polyplast) એક આવો જ મલ્ટીબેગર પેની સ્ટોક છે, જે છેલ્લા એક વર્ષમાં 4.45 રૂપિયાથી વધીને 998.45 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન આ શેરે લગભગ 22,300 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે.

શું છે ગોપાલા પોલીપ્લાસ્ટ?

સોમાણી પરિવાર દ્વારા વર્ષ 1984માં શરૂ કરાયેલા ગોપાલા પોલીપ્લાસ્ટ કડી ખાતે વણાયેલા કાપડ (Woven Fabrics Unit)નું એક એકમ છે. 10 વર્ષ પછી કંપની જાહેર સાહસ બની અને ગારમેન્ટ એસેસરીઝ (Garment Accessories)માં પણ પોતાનો ઉદ્યોગ આગળ વધાર્યો. ત્યાર બાદથી કંપનીના બંને પ્લાન્ટ વિકાસ અને આધુનિકીકરણ તરફ આગળ વધ્યા છે. આ ઉપરાંત કંપનીએ એક પ્રાકૃતિક ગેસ આધારિત કેપ્ટિવ પાવર પ્લાન્ટ શરૂ કર્યો.

કંપની ભારતમાં વણાયેલા બેગ્સ અને વણાયેલા પીપી બેગ્સ તૈયાર કરે છે. સિમેન્ટ, ખાતર, ખાંડ, રસાયણો, ખાદ્ય ઉત્પાદનો વગેરે જેવા ઉદ્યોગો માટે વણેલી કોથળીઓ શ્રેષ્ઠ અને સૌથી વધુ બજેટ ફ્રેન્ડલી પેકેજીંગ સોલ્યુશન છે. આ ઉપરાંત જંબો બેગ્સ પણ બનાવે છે જેનો ઉપયોગ મોટા જથ્થાને પેક કરવા માટે થાય છે.

ગોપોલા પોલીપ્લાસ્ટની પીઅર કંપનીઓ

તેની પીઅર કંપીઓમાં સ્ટોક રૂ. 1075 જેટલા ઉચ્ચત્તમ એમ-કેપ દર્શાવે છે. જ્યારે કે કાનપુર પ્લાસ્ટ, આરડીબી રસાયણ, ઋષિ ટેકટેક્સ સહિત અન્ય પીઅર કંપનીઓના ડેટ ટૂ ઇક્વિટી રેશિયો ઓછો છે.

શેરની કિંમત

વર્ષ 2021નો આ મલ્ટીબેગર સ્ટોક શુક્રવારે 5 ટકા નીચલી સર્કિટ લાગી હતી. છેલ્લા 5 ટ્રેડ સેશનથી સ્ટોક માટે કોઇ ખરીદનાર પણ ન હતું. છેલ્લા એક સપ્તાહમાં શેરમાં 18.50 ટકાનો ઘટાડો થયો છે. જોકે, છેલ્લા એક મહિનામાં આ મલ્ટિબેગર પેની સ્ટોક રૂ. 535.10થી વધીને રૂ. 998.45 પ્રતિ શેર સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન લગભગ 86 ટકાનો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો: આ વર્ષે 175% તેજી છતાં રાકેશ ઝુનઝુનવાલાએ ટાટા ગ્રુપના આ શેરમાં ભાગીદારી ઘટાડી!

છેલ્લા 6 મહિનામાં આ પેની સ્ટોક રૂ. 14.75થી વધીને રૂ. 998.45 પ્રતિ સ્ટોક સ્તર પર પહોંચ્યો છે, જે લગભગ 6670 ટકા ઊંચુ વળતર દર્શાવે છે. વર્ષ 2021માં આ પેની સ્ટોક રૂ. 8.26ના સ્તરથી ઉપર જઇને રૂ. 998.45 રૂપિયા પ્રતિ સ્ટોકના સ્તરે પહોંચી ગયો છે. આ સમયગાળામાં પોતાના શેરધારકોને લગભગ 12,000 ટકા રિટર્ન આપ્યું છે.

આજ રીતે છેલ્લા એક વર્ષમાં આ શેરની કિંમત 4.45 રૂપિયાથી વધીને ₹998.45 પર પહોંચી છે. આ સમયગાળા દરમિયાન આ શેર આશરે 224 ગણો વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરનું વળતર 22,300% રહ્યું છે.

રોકાણ પર અસર

>> જો ગોપાલા પોલીપ્લાસ્ટની શેર હિસ્ટ્રીને ધ્યાનમાં રાખેને કોઇ રોકાણકારે એક મહિના પહેલા તેમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યુ છે તો આજે તે 1 લાખ રૂપિયા 1.86 લાખ રૂપિયા થઇ ગયા હોય.

આ પણ વાંચો: Multibagger Stock: 1 લાખ રૂપિયા બની ગયા 1.48 કરોડ, આ કેમિકલ શેરે આપ્યું 14,750% વળતર

>> જો કોઇ રોકાણકારે આ મલ્ટીબેગર સ્ટોકમાં 6 મહિના પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યુ હતું અને આજ સુધી તેમાં તેનું રોકાણ યથાવત છે, તો તેના 1 લાખ રૂપિયા આજે 67.67 લાખ રૂપિયા થઇ ગયા હોય.

>> જો કોઇ રોકાણકારે વર્ષ 2021ની શરૂઆતમાં આ શેરમાં રૂ. 8.26ના સ્તરે રૂ. 1 લાખનું રોકાણ કર્યુ હોય તો તેનું રોકાણ આજે રૂ. 1.21 કરોડ રૂપિયા થઈ ગયું હોય.
Published by:Vinod Zankhaliya
First published: