Multibagger Stock: એક વર્ષમાં આ શેર 3100% વધ્યો, 1 લાખ રૂપિયા બની ગયા 32 લાખ, શું તમારી પાસે છે?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger Stock: છેલ્લા એક વર્ષમાં એક્સપ્રો ઇન્ડિયા શેરની કિંમત (Expro India share Latest price) 20.95 રૂપિયાથી વધીને 693 રૂપિયા પર પહોંચી છે. આ દરમિયાન આ શેર 33 ગણો વધ્યો છે એમ કહી શકાય.

  • Share this:
    મુંબઈ: Multibagger Stock: શેર બજારના દિગ્ગજ રોકાણકાર આશીષ કચોલિયા (Ashish Kacholia portfolio)એ જુલાઇથી સપ્ટેબર ક્વાર્ટર દરમિયાન ત્રણ નવા શેરમાં રોકાણ કર્યું હતું. જેમાંથી એક શેર એક્સપ્રો ઇન્ડિયા (Xpro India) છે. એક્સપ્રો શેરે રોકાણકારોને એક વર્ષમાં અનેકગણું વળતર આપીને માલામાલ કરી દીધા છે. એવું લાગી છે કે આશીષ કચોલિયા પણ આ શેરના વળતરને જોઈને તેના પ્રત્યે આકર્ષિત થયા છે. છેલ્લા એક વર્ષમાં એક્સપ્રો ઇન્ડિયા શેરની કિંમત (Expro India share Latest price) 20.95 રૂપિયાથી વધીને 693 રૂપિયા પર પહોંચી છે. આ દરમિયાન આ શેર 33 ગણો વધ્યો છે એમ કહી શકાય.

    Xpro India શેરની કિંમતનો ઇતિહાસ

    આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ મલ્ટીબેગર શેર (Multibagger stock of Ashish Kacholia)ની કિંમત પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં આ શેર 401.50 રૂપિયાથી વધીને 693 થયો છે. આ દરમિયાન 70% વળતર જોવા મળ્યું છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં આ શેર 92.25 રૂપિયાની કિંમતથી વધીને 693 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે 635%નું વળતર મળ્યું છે.

    વર્ષ 2021ની શરૂઆતમાં આ શેરની કિંમત એટલે કે 1 જાન્યુઆરી 2021ના રોજ આ શેરની કિંમત 33.75 રૂપિયા હતી, જે આજે વધીને 693 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે એક વર્ષમાં 1900%નું વળતર આપ્યું છે. જો છેલ્લા એક વર્ષની વાત કરીએ તો આ શેર 20.95 રૂપિયાથી વધીને 693 રૂપિયા પ્રતિ શેર થયો છે. એટલે કે આ દરમિયાન આ શેરમાં આશરે 3125%નું વળતર મળ્યું છે.

    રોકાણ પર અસર

    આ મલ્ટીબેગર શેરમાં રોકાણ કરનાર લોકોની વાત કરીએ તો જો કોઈ રોકાણકારે ફક્ત એક મહિના પહેલા આશીષ કચોલિયાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા 1.70 લાખ રૂપિયા બની જતા.

    જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આશીષ કચોલિયાના આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખ રૂપિયા વધીને 7.35 લાખ રૂપિયા બની જતા.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેર મહિનામાં જ 58% ભાગ્યો, શું તમારે રોકાણ કરવું જોઈએ? 

    આ જ રીતે જો કોઈ રોકાણકારો 2020ના વર્ષના અંતમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે એ 1 લાખ રૂપિયાની કિંમત 20 લાખ રૂપિયા થઈ જતી.

    જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 33 લાખ રૂપિયા હોય. આ રીતે એક જ વર્ષમાં રોકાણકારો આ શેરમાં માલામાલ બની જતા.

    આશીષ કચોલિયાનો સ્ટેક

    એક્સપ્રો ઇન્ડિયાના સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીની શેરહોલ્ટિંગ પેટર્ન પ્રમાણે આશીષ કચોલિયા પાસે આ કંપનીના 2,97,216 શેર હતા. જે કંપનીમાં 2.52% ભાગીદારી સમાન છે. જોકે, લિસ્ટેડ કંપની 1 ટકાથી ઓછો હિસ્સો ધરાવતા રોકાણકારોનો ખુલાસો નથી કરતી એટલે એ માલુમ નથી પડ્યું કે આશીષ કચોલિયાએ કંપનીમાં ભાગીદારી વધારી છે કે અથવા નવું રોકાણ કર્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published: