Multibagger stock: આશિષ કચોલિયાના પોર્ટફોલિયોનો આ શેર 280% ભાગ્યો, શું તમારી પાસે છે?

આશિષ કચોલિયાના પોર્ટફોલિયોનો શેર (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

Multibagger stock 2021: Acrysil Ltdના શેરની કિંમત એક જ મહિનામાં 643 રૂપિયાથી વધીને 760 પર પહોંચી છે. આ સમયગાળા દરમિયાન આ શેરમાં 18%નો વધારો જોવાયો છે.

  • Share this:
    મુંબઈ:  Multibagger stock: રોકાણકાર અને સ્ટૉક માર્કેટ ટ્રેડર આશિષ કચોલિયા (Ashish Kacholia)ના પોર્ટફોલિયો Acrysil શેરે 2021ના વર્ષમાં (YTD) 280% મલ્ટીબેગર રિટર્ન (Multibagger return) આપ્યું છે. Acrysil શેરે તગડું રિટર્ન આપ્યું હોવા છતાં બજાર નિષ્ણાતો આ શેરને હજુ પણ બુલિશ માની રહ્યા છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ શેર એકથી બે મહિનાની અંદર 850 રૂપિયાની સપાટી પર પહોંચી શકે છે.

    Acrysil Ltdના શેરની કિંમત એક જ મહિનામાં 643 રૂપિયાથી વધીને 760 પર પહોંચી છે. આ સમયગાળા દરમિયાન આ શેરમાં 18%નો વધારો જોવાયો છે. આશિષ કચોલિયાની આ શેરમાં છ મહિનામાં નેટવર્થ 150% જેટલી વધી છે. આ દરમિયાન આ શેર 307.90 રૂપિયાથી વધીને 760 રૂપિયા સુધી પહોંચી છે.

    રોકાણ પર અસર

    - જો કોઈએ એક મહિના પહેલા Acrysil શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે એક લાખની કિંમત 1.18 લાખ રૂપિયા હોય.

    - જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.50 લાખ રૂપિયા થઈ જતી.

    - આ જ રીતે જો કોઈએ 31મી ડિસેમ્બર 2020ના રોજ એટલે કે એક વર્ષ પહેલા કોઈએ આ કંપનીના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 3.80 લાખ રૂપિયા થઈ જતી.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો શેર આ વર્ષે 60% વધ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    લાઇવમિન્ટના જણાવ્યા પ્રમાણે ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયા (Sumit Bagadiya)ના કહેવા પ્રમાણે આ શેરમાં હજુ તેજી જોવા મળશે. તેમણે વર્તમાન કિંમતે આ શેરની ખરીદી કરવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે એકથી બે મહિનામાં આ શેર 825થી 850 રૂપિયાની સપાટી પર પહોંચી શકે છે. આ શેરની ખરીદી વખતે 700 રૂપિયોનો સ્ટૉપલૉસ રાખવાની સલાહ આપવામાં આવી છે. જૂન ક્વાર્ટર શેર પેટર્ન પ્રમાણે Acrysil Ltd કંપનીમાં આશિષ કચોલિયાનો સ્ટેક 3.75% છે.

    આ પણ વાંચો: શુક્રવારે શેર બજારમાં ધમાલ મચાવી શકે છે પારસ ડિફેન્સનો આઈપીઓ

    Paras defence IPO: પારસ ડિફેન્સનો આઇપીઓ શુક્રવારે શેર બજાર પર લિસ્ટ થશે. ગત અઠવાડિયે પારસ ડિફેન્સનો આઇપીઓ 304 ગણો ભરાયો હતો. ગ્રે માર્કેટ પ્રીમિયમ (Paras defence GMP) પરથી મળી રહેલા સંકેત પ્રમાણે પારસ ડિફેન્સરનો શેર 140% પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. જો 150 ગણાથી વધારે સબ્સક્રાઇબ થયેલા આઇપીઓની હિસ્ટ્રી (IPO subscription history) પર નજર કરીએ તો માલુમ પડશે કે પારસ ડિફેન્સરની શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ઇન્વેસ્ટમેન એડ્વાઇઝરની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી કોઈ શેરની ખરીદી માટે સલાહ આપવામાં નથી આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: