Home /News /business /Multibagger Stock: આ કેમિકલ સ્ટૉકે 2021માં આપ્યું 130% વળતર, એક મહિનામાં 35% વધ્યો

Multibagger Stock: આ કેમિકલ સ્ટૉકે 2021માં આપ્યું 130% વળતર, એક મહિનામાં 35% વધ્યો

મલ્ટીબેગર સ્ટૉક

Multibagger Stock Neogen Chemicals: મે, 2019માં આ શેર 260 રૂપિયાના સ્તર પર હતો. હાલ આ શેર 1700 રૂપિયા આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

મુંબઈ: વિશેષ કેમિકલ બનાવતી કંપની Neogen Chemicalsના શેરે છેલ્લા એક મહિનામાં 35% સુધી દમદાર વળતર આપ્યું છે. જ્યારે આ દરમિયાન સેન્સેક્સ ફક્ત ચાર ટકા વધ્યો છે. નિયોજેન કેમિકલ્સ સ્પેશિયાલિટી ઑર્ગેનિક કબ્રોમીન બેઝ્ડ કેમિકલ કમ્પાઉન્ડની સાથે સાથે સ્પેશિયાલિટી ઇનઓર્ગેનિક લિથિયમ બેઝ્ડ કેમિકલ કમ્પાઉન્ડનું પણ ઉત્પાદન કરે છે. ઉલ્લેખનીય છે કે બ્રોકરેજ હાઉસિસ પણ મલ્ટી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીઓને લઈને ખૂબ બુલિશ છે.

2021માં અત્યારસુધી 130% રિટર્ન

વર્ષ 2021માં અત્યારસુધી નિયોજેન કેમિકલ્સના શેરે 130%થી વધરે મલ્ટીબેગર રિટર્ન (Multibagger Stock) આપ્યું છે. સાથે જ સ્પેશિયાલિટી કમેકલ કંપનીનો શેર લિસ્ટિંગ પછી અત્યારસુધી 545% સુધી ઉપર ગયો છે. મે, 2019માં આ શેર 260 રૂપિયાના સ્તર પર હતો. હાલ આ શેર 1700 રૂપિયા આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

નાણા એકઠા કરવાની યોજના બનાવી રહી છે કંપની

કંપની તરફથી રવિવારે એક્સેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલા જાહેરાત પ્રમાણે કંપની નાણા એકઠા કરવાની યોજના બનાવી રહી છે. નાણા એકઠા કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે કંપનીએ આઠમી ડિસેમ્બરના રોજ બોર્ડની મિટિંગ રાખી છે.

8મી ડિસેમ્બરે બોર્ડની બેઠક

નિયોજેન કેમિકલ્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, "ઇક્વિટી શેર, પૂર્ણ/આશિંક કન્વર્ટેબલ/નૉન-કન્વર્ટેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ, પબ્લિક ઇશ્યૂ, ક્યૂઆઈપી, પ્રાઇવેટ પ્લેસમેન્ટના માધ્યમથી અથવા એક કે વધારે હપ્તામાં ડિબેન્ચર વૉરંટ બહાર પાડીને નાણા એકઠા કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે આઠમી ડિસેમ્બર, 2021ના રોજ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે."

સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્રને લઈને બ્રોકરેજ હાઉસિસ બુલિશ

સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા ત્રિમાસિક દરમિયાન કંપનીએ વાર્ષિક ધોરણે 51.4 ટકાના વધારા સાથે 11 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો હતો. કંપનીએ 38 ટકા વધારા સાથે 113 કરોડ રૂપિયાની આવક મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્રને લઈને બ્રોકરેજ હાઉસિસ ખૂબ જ સકારાત્મક છે. બ્રોકરેજ હાઉસિસ માની રહ્યા છે કે આગામી પાંચ વર્ષમાં સ્પેશિયાલિટી કેમિકલની ભાગીદારી ભારતમાં બેગણી રહેશે. છેલ્લા પાંચ વર્ષમાં સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરનો વિકાસ શાનદાર રહ્યો છે. આ સાથે જોડાયેલા અનેક શેર્સે રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો: આ 10 શેરમાં આગામી 3-4 અઠવાડિયામાં મળી શકે છે 19.7 ટકા સુધી વળતર, તમે પણ કરી લો એક નજર

ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા માહિતી ફક્ત જાણ માટે જ છે. ન્યૂઝ 18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણ માટે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
First published:

Tags: Investment, Multibagger Stock, Stock tips, કેમિકલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો