આ શેરમાં મેથી અત્યારસુધી જોવા મળી 168% તેજી, નિષ્ણાતોને ટૂંકા ગાળામાં વધુ તેજીની આશા

પ્રતીકાત્મક તસવીર

Multibagger stock 2021: નિષ્ણાતોનું કહેવું છે કે આ શેરમાં ટૂંકા ગાળામાં 630 રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે. જોકે, સાથે રોકાણકારો એવું પણ કહી રહ્યા છે કે આ શેરમાં હાલની કિંમત પર એન્ટ્રી કરવી યોગ્ય નથી.

  • Share this:
    મુંબઈ: 116 અબજ ડૉલરનું બિઝનેસ સામ્રાજ્ય ધરાવતા ટાટા સમૂહની Nelcoનો શેર મે મહિનાથી અત્યારસુધી મલ્ટીબેગર (Multibagger stock 2021) જોવા મળ્યો છે. Nelco પોતાના ક્લાયન્ટ્સને વી સેટ (very small aperture terminal)ની સેવા આપે છે. મેથી અત્યારસુધી આ શેરમાં 168%ની તેજી જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન BSE smallCap ઇન્ડેક્સે ફક્ત 29 ટકા વળતર આપ્યું છે. આ શેરમાં તાજેતરમાં આવેલી રેલી આશરે એક વર્ષના કોન્સોલીડેશન પછી શરૂ થઈ છે. 16 સપ્ટેમ્બરના રોજ એનએસઈ (NSE) પર આ શેર 534.00 રૂપિયા પર બંધ રહ્યો હતો. ગઈકાલે આ શેર 5.05 રૂપિયા તૂટ્યો હતો.

    શું છે રોકાણની રણનીતિ?

    નિષ્ણાતોનું કહેવું છે કે આ શેરમાં ટૂંકા ગાળામાં 630 રૂપિયાનું લેવલ જોવા મળી શકે છે. જોકે, સાથે રોકાણકારો એવું પણ કહી રહ્યા છે કે આ શેરમાં હાલની કિંમત પર એન્ટ્રી કરવી યોગ્ય નથી. કારણ કે મે મહિના સુધી આ શેરમાં જોરદાર તેજી આવી ચૂકી છે.

    SSJ Finance & Securitiesના આતિશ મતવાલાનું કહેવું છે કે આ કંપનીન ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મહત્ત્વનો હિસ્સો હશે. જેનો ફાયદો આગાળ પણ મળશે. આ શેરમાં ખૂબ જ તેજી આવી ગઈ છે. આથી તેમાંથી અડધો નફો વસૂલી લેવાની સલાહ આપવામાં આવે છે.

    GEPL Capitalનું કહેવું છે કે 2020માં આ શેરમાં મોડેથી ગતિ આવતી જોવા મળી હતી. 175-240 રૂપિયા વચ્ચે તેમાં લાંબા કોન્સોલીડેશન જોવા મળ્યું હતું. ભારે વોલ્યૂમ સાથે જૂન 2021માં આ રેન્જ તૂટતી જોવા મળી હતી. આપણને આ શેરમાં 400 રૂપિયાની તેજીનો પ્રથમ તબક્કો જોવા મળ્યો હતો. હવે આ શેરમાં 630 રૂપિયા સુધી તેજી જોવા મળી શકે છે.

    Choice Brokingના સચિન ગુપ્તાનું માનીએ તો સારા વોલ્યૂમ સાથે આ શેર તેજી તરફ જતો નજરે પડી રહ્યો છે. ટૂંકા ગાળામાં આ શેરમાં ખૂબ સારી તેજી જોવા મળી શકે છે. આ શેર આપણને નજીકના સમયગાળામાં 590-610 રૂપિયા સુધી જતો જોવા મળી શકે છે. આ શેરનું નીચેનો સપોર્ટ 490 રૂપિયા નજરે પડી રહ્યો છે.

    આ પણ વાંચો: Paras Defence IPO: પારસ ડિફેન્સના IPO માટે Price Band નક્કી, જાણો કેટલું રોકાણ કરવું પડશે

    SSJ Finance & Securitiesના વિરલ છેડાનું કહેવું છે કે હાલના સ્તર પર આ શેરમા રોકાણ કરવાથી બચવું જોઈએ. જો કિંમત ઘટે છે તો 400-450 રૂપિયા આસપાસ આ શેરમાં એકથી બે વર્ષની મુદ્દત માટે 600-700 રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરો. 350 રૂપિયાની આસપાસ આ શેર માટે સપોર્ટ નજરે પડે છે. જો આ લેવલથી તૂટ્યો તો 250 રૂપિયા સુધી જઈ શકે છે.

    (બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)
    Published by:Vinod Zankhaliya
    First published: