Home /News /business /

Multibagger Stock: આ મલ્ટીબેગર સ્ટોકના બોર્ડે નક્કી કરી ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ, જુઓ વિગત

Multibagger Stock: આ મલ્ટીબેગર સ્ટોકના બોર્ડે નક્કી કરી ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ, જુઓ વિગત

મલ્ટીબેગર સ્ટોક

Nahar Spinning Mills stocks: નાહર ગ્રુપની કંપનીઓની પેટાકંપની તરીકે તે ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે અને સુતરાઉ યાર્નની દેશની બીજા ક્રમની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.

નવી દિલ્હી: રૂ. 1,215.22 કરોડનું માર્કેટ વેલ્યુએશન (Market Value) ધરાવતી સ્મોલ કેપ કંપની (Small Cap Company) નાહર સ્પિનિંગ મિલ્સ લિમિટેડ ( Nahar Spinning Mills Ltd) દ્વારા કાપડ ઉદ્યોગને સેવા પૂરી પાડવામાં આવે છે. નાહર સ્પિનિંગ મિલ્સ લિમિટેડ દ્વારા વૂલન/સુતરાઉ હોઝિયરી ગૂંથણના વસ્ત્રો અને ઊનના કાપડનું ઉત્પાદન અને નિકાસ કરવામાં આવે છે. કંપની દ્વારા ઉત્પાદિત 60 ટકાથી વધુ ઉત્પાદનો જે વિવિધ સ્થળોએ સાત પ્લાન્ટનું સંચાલન કરે છે, તે વિદેશી બજારો માટે ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં USA, UK, ફ્રાન્સ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, મોરેશિયસ, હોન્ડુરુસ, આર્જેન્ટિના, કોલંબિયા, પેરુ, ચિલી, નેધરલેન્ડ્સ, જાપાન, કેનેડા, કોરિયા, તાઇવાન, હોંગકોંગ, સિંગાપોર, ઇજિપ્ત અને રશિયાનો સમાવેશ થાય છે.

નાહર ગ્રુપની કંપનીઓની પેટાકંપની તરીકે તે ભારતની અગ્રણી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ કંપનીઓમાંની એક છે અને સુતરાઉ યાર્નની દેશની બીજા ક્રમની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. 40 ટકા ડિવિડન્ડ ચૂકવવાના હેતુથી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રેકોર્ડ ડેટ જાહેર કરી છે, જેના વિશે શેરધારકોને ખ્યાલ હોવા જોઇએ.

23 જુલાઈએ કંપનીએ બીએસઈને જાણ કરી હતી કે “સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2015ના રેગ્યુલેશન 42ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમને જણાવવામાં આવે છે કે 31 માર્ચ, 2022માં પૂરા થતાં નાણાંકીય વર્ષ માટે ઇક્વિટી શેર કેપિટલ પર રૂ. 2.00/- પ્રતિ ઇક્વિટી શેર રૂ. 5/- ના ફાઇનલ ડિવિડન્ડની ચૂકવણીના હેતુસર કંપનીના મેમ્બર્સનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક્સ 13 ઓગસ્ટ, 2022થી 16 ઓગસ્ટ, 2022 સુધી બંધ રહેશે."

આ પણ વાંચો: શું શેર બજારમાં ઘટાડાનો સિલસિલો પૂર્ણ થયો? શું કહે છે બજાર વિશ્લેષકો?

"બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ભલામણ કરવામાં આવેલા ઇક્વિટી શેર પરના ડિવિડન્ડને જો વાર્ષિક સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવે તો તે સભ્યોને ચૂકવવામાં આવશે. જેમના નામ 12 ઓગસ્ટ, 2022ના રોજ સભ્યોના રજિસ્ટરમાં અથવા 12 ઓગસ્ટ, 2022ના અંતસુધીમાં ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અથવા બેનિફિશિયલ ઓનરના રજિસ્ટરમાં હાજર રહેશે.”

શેરનો બંધ ભાવ


એનએસઈ પર નાહર સ્પિનિંગ મિલ્સનો શેર રૂ. 326.20ના આગલા બંધથી 3.00 ટકા વધીને રૂ. 336 પ્રતિ શેર પર બંધ રહ્યો હતો. પાછલા વર્ષ દરમિયાન આ શેરમાં 0.21 ટકાનો વધારો થયો છે, પરંતુ YTDના આધારે 2022માં તે અત્યાર સુધીમાં 34.32 ટકા ઘટ્યો છે. છેલ્લા છ મહિના દરમિયાન આ શેર 42.17 ટકા તૂટ્યો હોવા છતાં પાછલા મહિનાની સરખામણીએ આ શેર 10.09 ટકા સુધી વધવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો: શું બેંકના કર્મચારીઓ લંચ બ્રેકના નામે કલાકો રાહ જોવડાવે છે? અહીં કરો ફરિયાદ

મલ્ટીબેગર વળતર


છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસો દરમિયાન આ શેરમાં 9.86 ટકાનો વધારો થયો છે. આ શેરની કિંમત 24 જુલાઈ, 2019ના રોજ રૂ. 59.45થી વધીને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેના વર્તમાન સ્તર પર પહોંચી ગઈ છે, જે તે સમય દરમિયાન 458 ટકાના મલ્ટીબેગર વળતર દર્શાવે છે. એનએસઈ પર આ શેર 8 ફેબ્રુઆરી, 2022ના રોજ રૂ. 690.00ની 52 સપ્તાહની ઊંચી સપાટી અને 23 જૂન, 2022ના રોજ રૂ. 273.15ની 52 સપ્તાહની નીચી સપાટીને પહોંચ્યો હતો. જે સૂચવે છે કે શેરના વર્તમાન ભાવ સ્તરે રૂ. 336.00ના શેરના ભાવ સ્તરે 52 સપ્તાહના હાઇ લેવલથી 51% નીચે અને 52 સપ્તાહના નીચા સ્તરે 23% ઉપર કારોબાર કરી રહ્યો છે. શુક્રવારે એનએસઈ પર 73,996 શેરો ટ્રેડ થયા હતા, જેના પરિણામે ટ્રેડિંગ વેલ્યુ રૂ. 248.38 લાખની થઈ હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Stock market, Stock tips

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन