Multibagger stock: લિસ્ટ થવાના 45 દિવસમાં જ આ કેમિકલ શેરે આપ્યું 120% વળતર, શું તમારી પાસે છે?

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock Meghmani Finechem: મેઘમણી ફાઇનકેમ ઓગસ્ટ મહિનામાં ફરીથી શેર બજાર પર 386 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે પોતાની પેરેન્ટ કંપનીના બંધ ભાવથી 200% વધારે છે.

  • Share this:
    મુંબઈ: Multibagger stock: કેમિકલ શેરો (Chemical Stocks)માં તેજી વચ્ચે તાજેતરમાં લિસ્ટ થયેલી મેઘમણી ફાઇનકેમ (Meghmani Finechem) કંપનીના શેરે પોતાના રોકાણકારોને ફક્ત 45 દિવસમાં 120% વળતર આપ્યું છે. આ કેમિકલ શેર 18 ઓગસ્ટ 2021ના રોજ NSE પર ફરીથી લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ (Listing day)ના દિવસે શેરનો ભાવ 386 રૂપિયા હતો. ત્યારથી અત્યારસુધી મેઘમણી ફાઇનકેમનો શેર 386 રૂપિયાથી વધીને 856 રૂપિયા પર પહોંચી ગયો છે. આ રીતે આ શેર પોતાના લિસ્ટિંગના ફક્ત 45 દિવસની અંદર જ મલ્ટીબેગર (Multibagger stock 2021) સાબિત થયો છે.

    મેઘમણી ફાઇનકેમ લિમિટેડ, ક્લોરીન-Alkali product અને તેની વેલ્યૂ એડેડ ડેરિવેટિવ બનાવતી દેશની અગ્રણી કંપની છે. શુક્રવારે આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. જે બાદમાં ભાવ 856 રૂપિયા પ્રતિ શેરના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યો છે. આ પહેલા ગુરુવારે મેઘમણીના શેરે 9.69%નો છલાંગ લગાવી હતી.

    આ કેમિકલ કંપનીના શેરના ભાવમાં આવેલી તેજીનું મુખ્ય કારણ કાસ્ટિક સોડ (Caustic Soda)ની કિંમતમાં થયેલો વધારો છે. એવં કહેવામાં આવે છે કે તેનાથી કંપનીની આવકમાં વધારો થશે. ચીનમાં વીજળીના પુરવઠામાં ઘટ અને અમેરિકામાં આવેલા તોફાનને પગલે કાસ્ટિક સોડાનો પુરવઠો બાધિત થયો છે.

    મેઘમણી ફાઇનકેમની પેરેન્ટ કંપની મેઘમણી ઓર્ગેનિક્સ છેલ્લે શેર બજાર પર 138.25 રૂપિયાના ભાવ પર બંધ થઈ છે. જે બાદમાં કંપનીએ બિઝનેસને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસ અંતર્ગત પોતાના એગ્રોકેમિકલ અને પિગમેન્ટ ડિવિજન્સના બે યૂનિટ- મેઘમણી ઓર્ગેનોકેમમાં ડિમર્જ કરી કરી દીધા હતા. જ્યારે કંપનીનો બાકીનો બિઝનેસ મેઘમણી ફાઇનકેમમાં ટ્રાન્સફર કરી દીધો હતો.

    જેમાં મેઘમણી ફાઇનકેમ ઓગસ્ટ મહિનામાં ફરીથી શેર બજાર પર 386 રૂપિયા પર લિસ્ટ થયો હતો. જે પોતાની પેરેન્ટ કંપનીના બંધ ભાવથી 200% વધારે છે.

    આ પણ વાંચો:  Rakesh Jhunjhunwala આ એક શેરમાં મહિને રૂપિયા 162 કરોડ કમાયા, મળ્યું 45% વળતર

    Rakesh Jhunjhunwala Portfolio: સેન્સેક્સ સપ્ટેમ્બર મહિનામાં 60 હજારના આંકને પાર (Sensex @60K) કરી ગયો હતો. ગત મહિને તેણે ત્રણ ટકા સુધી વળતર આપ્યું છે. જોકે, તેની સરખામણી બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના રોકાણવાળા શેર સાથે કરવામાં આવે તો આ રિટર્ન કંઈ જ નથી. શેર બજારના બિલ બુલ કહેવામાં આવતા રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ ડેલ્ટા કોર્પ (Delta Corp Shares) શેરે સપ્ટેમ્બર મહિનામાં 45% વળતર આપ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: