Multibagger stock: આ મલ્ટીબેગર શેરે 20 વર્ષમાં આપ્યું 22,000% રિટર્ન!

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock Marico share: મેરિકો લિમિટેડ (Marico share) વર્ષ 1988માં અસ્તિત્વમાં આવી હતી. તે લાર્જ કેપ ધરાવતી કંપની છે. આ કંપનીની માર્કેટ કેપ (Market cap) રૂ. 75,339.64 કરોડ છે.

  • Share this:
મુંબઈ: સ્માર્ટ લોકો અલગ કામ નથી કરતા, પરંતુ તેમની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. શેરબજારમાં રોકાણ (Investment in share market) કરવું તે પણ એક વિશેષ વાત છે. મોટાભાગના રોકાણકારો શેરબજારમાં યોગ્ય રીતે રોકાણ કરે છે. તેઓ શેરબજારમાં રોકાણ કરવા માટે ‘શેર ખરીદો, વેચો અને શેર હોલ્ડ કરી રાખો’ સ્ટ્રેટેજીને ફોલો કરે છે. જેના પરથી કહી શકાય કે, તેમનો પૈસા કમાવાનો મંત્ર ખૂબ જ સરળ છે કે જેટલો થઈ શકે તેટલો સ્ટોક પોતાની પાસે રાખવો જોઈએ. તમે શેરબજારની કેટલીક ટિપ્સ ફોલો (Share market tips) કરીને ખૂબ જ કમાણી કરી શકો છો. રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Big Bull Rakesh Jhunjhunwala) રોકાણકારોને જણાવે છે, કે શેર PE ના ઉચ્ચ સ્તર પર પહોંચે ત્યાં સુધી રોકાણ કરવું જોઈએ. શેરના PE વિશે માહિતી મેળવવા માટે કંપનીના બિઝનેસ મોડલ (Business Model) પર સતત ધ્યાન રાખતા રહેવું જોઈએ.

જો રોકાણકાર શેરબજારના નિયમોનું પાલન કરે, તો તે હજારોમાં રોકાણ કરીને લાંબા સમયગાળામાં કરોડપતિ બની શકે છે. NSE પર 19 ઓક્ટોબર 2001ના રોજ મેરિકો શેરની કિંમત રૂ. 2.66 હતી. આજની તારીખમાં NSE પર મેરિકો શેરની કિંમત રૂ. 588 છે. 20 વર્ષમાં મેરિકો શેરની કિંમતમાં 200 ગણો વધારો થયો છે.

મેરિકો કંપનીની આવક અને નફો

મેરિકો લિમિટેડ (Marico share) વર્ષ 1988માં અસ્તિત્વમાં આવી હતી. તે લાર્જ કેપ ધરાવતી કંપની છે. આ કંપનીની માર્કેટ કેપ (Market cap) રૂ. 75,339.64 કરોડ છે. 30-06-21ના રોજ સમાપ્ત થતા ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 2552.00 કરોડની આવક થઈ હોવાની જાણકારી આપી હતી. તેની અગાઉના ક્વાર્ટરમાં કંપનીને રૂ. 2041 કરોડની આવક થઈ હતી, એટલે કે 30-06-21ના રોજ સમાપ્ત થતા ક્વાર્ટરમાં કંપનીની આવક કરતા 25.04% વધુ આવક થઈ હતી. ટેક્સ ચૂકવણી બાદ કંપનીને રૂ. 365 કરોડનો ચોખ્ખો નફો થયો છે. 30 જૂન 2021 સુધીમાં કંપનીમાં પ્રમોટરોની 59.61 ટકા ભાગીદારી હતી, FIIની 24.98 ટકા અને DII ની 9.57% ભાગીદારી હતી.

મેરિકો શેર પ્રાઈસ હિસ્ટ્રી (Price history)

મલ્ટીબેગર સ્ટોક મેરિકોની હિસ્ટ્રી વિશે જાણી લઈએ. છેલ્લા એક અઠવાડિયામાં મેરિકો શેરની કિંમત રૂ. 563.30થી વધીને રૂ. 588 થઈ ગઈ છે. જેથી કહી શકાય કે, એક અઠવાડિયામાં આ શેરની કિંમતમાં 4.5 ટકાનો વધારો થયો છે. આ શેરની કિંમતમાં એક મહિનામાં 5.5 ટકાનો વધારો થયો છે. શેરની કિંમત રૂ. 558.30થી વધીને રૂ. 588 થઈ ગઈ છે.

આ પણ વાંચો: તહેવારોમાં સસ્તું સોનું ખરીદવાની તક: કિંમતમાં સતત ઘટાડો- જાણો અમદાવાદ સહિત શહેરોમાં આજનો ભાવ

છેલ્લા છ મહિનામાં મેરિકો શેરની કિંમત રૂ. 423.30થી વધીને રૂ. 588 થઈ ગઈ છે. એટલે કે, છેલ્લા છ મહિનામાં આ શેરની કિંમતમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરની કિંમત રૂ. 361.60થી વધીને રૂ. 588 થઈ ગઈ છે. એટલે કે, છેલ્લા એક વર્ષમાં આ શેરની કિંમતમાં લગભગ 65 ટકાનો વધારો થયો છે.

છેલ્લા 5 વર્ષમાં આ શેરની કિંમત રૂ. 275.70થી વધીને રૂ. 588 થઈ ગઈ છે. એટલે કે, છેલ્લા 5 વર્ષમાં આ શેરની કિંમતમાં લગભગ 115 ટકાનો વધારો થયો છે. છેલ્લા 20 વર્ષમાં આ સ્ટોકની કિંમત રૂ. 2.66થી વધીને રૂ. 588 થઈ ગઈ છે. છેલ્લા 20 વર્ષમાં આ શેરની કિંમતમાં 22,000% રિટર્ન નોંધવામાં આવ્યું છે.

રોકાણ પર અસર (Effect on investment)

તમને મેરિકો શેરની કિંમતના ઈતિહાસ વિશે તમામ માહિતી આપવામાં આવી છે. જો કોઈ રોકાણકારે એક અઠવાડિયા પહેલા આ શેરમાં રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, રૂ.1 લાખના રૂ.1.045 લાખ થઈ ગયા હોત. જો આ જ શેરમાં 6 મહિના પહેલા રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, રૂ.1 લાખના આજે રૂ.1.40 લાખ થઈ ગયા હોત.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ એક જ શેરમાં ફક્ત 9 દિવસમાં કરી 1,600 કરોડ રૂપિયાની કમાણી

જો આ જ શેરમાં 1 વર્ષ પહેલા રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, રૂ.1 લાખના આજે રૂ.1.65 લાખ થઈ ગયા હોત. જો આ જ શેરમાં 5 વર્ષ પહેલા રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, રૂ.1 લાખના આજે રૂ.2.15 લાખ થઈ ગયા હોત.

જો રોકાણકારે 20 વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકની રૂ.2.66 પર કિંમત પર ખરીદી કરીને રૂ.1 લાખનું રોકાણ કર્યું હોત તો, આ રૂ. 1 લાખના આજે રૂ.2.20 કરોડ થઈ ગયા હોત. શેરબજારના નિષ્ણાતો જણાવે છે, આ મલ્ટીબેગર સ્ટોકની કિંમતમાં હજુ પણ વધારો થઈ શકે છે. આ શેરની કિંમત રૂ.602 સુધી ઉપર જઈ શકે છે.

મેરિકો શેરની કિંમત

SMC ગ્લોબલ સિક્યોરિટીઝના સીનિયર રિસર્ટ એનાલિસ્ટ મુદિત ગોયલે કટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘મેરિકોની શેરની કિંમત ખૂબ જ ઓછા સમયમાં રૂ. 602 સુધીની થઈ શકે છે. કોઈપણ રોકાણકાર ટૂંકાગાળા માટે આ શેરની ખરીદી કરી શકે છે. આ શેરનો સ્ટોપ લોસ પ્રતિ શેર રૂ. 575 ના સ્તર પર રાખવો.’

(નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં રજૂ કરવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી કોઈ પણ શેરની ખરીદીની સલાહ નથી આપવામાં આવતી.)
Published by:Vinod Zankhaliya
First published: