Multibagger stock: આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, છ મહિના જ 105 ટકાનો ઉછાળો, શું તમારી પાસે છે?

પ્રતિકાત્મક તસવીર

stock market tips:આજે અમે Lux Industriesના શેર વિશે વાત કરી રહ્યા છીએ. આ શેરે આ વર્ષે અત્યાર સુધી મલ્ટી બેગર રિટર્ન (Multibagger return) આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્હીઃ શેર બજારની દુનિયામાં કેટલાક એવા સ્ટોક છે જે આ વર્ષે મલ્ટીબેગર સાબિત થયા છે. મલ્ટીબેગર શેર (Multibagger stock) એ શેરોને કહેવામાં આવે છે જેમાં રોકામકારોને રોકાણની કિંમતના બદલે અનેક ગણુ રિટર્ન (Stock return) આપે છે. આજે અમે Lux Industriesના શેર વિશે વાત કરી રહ્યા છીએ. આ શેરે આ વર્ષે અત્યાર સુધી મલ્ટી બેગર રિટર્ન (Multibagger return) આવ્યું છે.

    વર્ષ 2021માં અત્યાર સુધીમાં આ સ્ટોક 131 ટકા વધી ગયો છે. જ્યારે છેલ્લા 6 મહિનામાં તેણે 105 ટકાનો વધારો દર્શાવ્યો છે. તેના આઉટલૂકને આગળ જોતા, બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીએ તેના ઉપરનું તેજીનું વલણ રહેવાની આશા વ્યક્ત કરી છે.

    જાણો શું કહે છે નિષ્ણાતો
    નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળામાં લક્સ ઈન્ડસ્ટ્રીઝનું પ્રદર્શન આનંદ રાઠીના અંદાજ કરતા વધુ સારું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ વાર્ષિક ધોરણે નફામાં 50 ટકા અને કમાણીમાં 25 ટકાનો વધારો જોયો છે. જો કે, કંપનીના વ્યવસાયની મોસમી પ્રકૃતિને કારણે, નાણાકીય વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાત ઊંચી રહી છે. જોકે, વર્ષના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની ધારણા છે.

    આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

    આનંદ રાઠીએ આ સ્ટોક પર રજૂ કરેલી તેમની નોંધમાં જણાવ્યું છે કે અમે પ્રામાણિક પણે અપેક્ષા રાખીએ છીએ કે લક્સ ઇન્ડસ્ટ્રીઝનું લાંબા ગાળાનું આઉટલૂક મજબૂત રહે. આગળ જતાં, કંપનીને તેની મજબૂત બ્રાન્ડ ઓળખ, નવા લોન્ચ અને ઇનરવેર બિઝનેસમાં તેજીથી ફાયદો થશે.

    આ પણ વાંચોઃ-માતાની ક્રૂરતાનો live vieo! બંને હાથેથી પુત્રને બેરહેમીથી મારવા લાગી, પતિએ પત્નીની કરતૂતનો બનાવ્યો video

    શેર રેટિંગ વધાર્યું
    આનંદ રાઠીએ લક્સ ઇન્ડસ્ટ્રીઝ ટુ બાયનું રેટિંગ વધાર્યું છે અને તેનો લક્ષ્યાંક પણ વધારીને રૂ. 5,322 કર્યો છે. આ નોટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રીમિયમ રેન્જમાં મંદી, વધતી સ્પર્ધા અને કાચા માલના ભાવમાં વધારો કંપની માટે ચિંતાનો વિષય છે.

    આ પણ વાંચોઃ-માતા-પિતા સાવધાન! સુરતઃ ત્રણ વર્ષનું બાળક પોપ અપ ફટાકડા ખાઈ ગયું, ભારે ઝાડા-ઉલટી થતાં મોત 

    જોકે, કંપનીએ કાચા માલની વધતી કિંમતોને પહોંચી વળવા માટે છેલ્લા 12 મહિનામાં કિંમતોમાં 10.11 ટકાનો વધારો કર્યો છે. અમે નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટરમાં કિંમતોમાં વધારો જોઈ શકીએ છીએ. આ સાથે જ GSTના દરમાં વધારાને કારણે કંપની ચોથા ક્વાર્ટરમાં પણ કિંમતોમાં વધારો કરી શકે છે.
    Published by:ankit patel
    First published: