ધમાકેદાર શેર: પાંચ વર્ષમાં એક લાખ બની ગયા 40 લાખ રૂપિયા, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

મલ્ટીબેગર સ્ટોર

Kwality Pharma: આ મલ્ટિબેગર શેર (Multibagger stock)ના ભાવ પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં આ શેર 419.90 રૂપિયાથી વધીને 878.90 રૂપિયા થઈ ગયો છે.

 • Share this:
  મુંબઈ: શેર બજારમાં સારા વળતર માટે ધીરજ ખૂબ જરૂરી છે. વૉરન બફેટ (Warren Buffett Investment Mantra)ના કહેવા પ્રમાણે જો કોઈ રોકાણકાર 10 વર્ષ સુધી કોઈ શેર નથી રાખી શકતો તો તેને એ શેરને 10 મિનિટ સુધી રાખવાનો પણ અધિકાર નથી. ક્વાલિટી ફાર્મા (Kwality Pharma)નો શેર એવા લોકો માટે એક ઉદાહરણ સમાન છે જેઓ જાણવા માંગે છે કે લાંબા ગાળે કોઈ શેર કેટલું વળતર (Return) આપી શકે છે. આ ફાર્મા શેર (Pharma stock) રોકાણકારોને છેલ્લા એક મહિનામં જોરદાર વળતર આપ્યું છે. આ પહેલા પણ આ શેરે ખૂબ સારું વળતર આપ્યું છે.

  મિન્ટમાં છપાયેલા સમાચાર પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આ ફાર્મા સ્ટોક 21.75 રૂપિયા પ્રતિ શેરના ભાવ (BSE પર 28 સપ્ટેમ્બર, 2016ના રોજ બંધ ભાવ)થી વધીને હાલ 878.90 રૂપિયા પ્રતિ શેર (BSE પર 1 ઓક્ટોબર, 2021 બંધ ભાવ)ના ભાવ સુધી પહોંચી ગયો છે. એટલે 40 ગણી વૃદ્ધિ નોંધાઈ છે.

  શેરની કિંમત પર નજર

  આ મલ્ટિબેગર શેર (Multibagger stock)ના ભાવ પર નજર કરીએ તો છેલ્લા એક મહિનામાં આ શેર 419.90 રૂપિયાથી વધીને 878.90 રૂપિયા થઈ ગયો છે. એટલે કે 110% વૃદ્ધિ આવી છે. છેલ્લા છ મહિનામાં આ શેર 54 રૂપિયાથી 1530% વધીને 878.90 રૂપિયા પર પહોંચ્યો છે. આ જ રીતે Kwality Pharmaનો સ્ટોક છેલ્લા એક વર્ષમાં 61 રૂપિયાથી વધીને 878.90 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે 1340% વધ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેર 21.75 રૂપિયાથી વધીને 878.90 રૂપિયા પ્રતિ શેર પર પહોંચ્યો છે. એટલે કે આ શેર 3940% વધ્યો છે.

  રોકાણ પર અસર

  Kwality Pharma શેરના મૂલ્યના ઇતિહાસ પર નજર કરીએ તો જો કોઈ રોકાણકારે 1 મહિના પહેલા આ મલ્ટીબેગર શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 2.10 લાખ રૂપિયા બની જતી. જો કોઈ રોકાણકારો 6 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેને 16.30 લાખ રૂપિયા મળતા. આવી જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 14.40 લાખ રૂપિયા બની જતી.

  આ પણ વાંચો: લિસ્ટ થયાના 45 દિવસમાં જ આ શેરે આપ્યું 120% વળતર, શું તમારી પાસે છે? 

  આવી જ રીતે કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 21.75 રૂપિયાના ભાવ પર 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 40.40 લાખ રૂપિયા બની જતી. આ વાત પરથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે શેર બજારમાં ધીરજ ખૂબ જ જરૂરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: