Multibagger stock: આ બેંક શેરમાં રોકાણ કરનારાઓને બખ્ખા, 1 લાખ રૂપિયા બની ગયા 10.10 કરોડ

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

Multibagger stock: 20 વર્ષ પહેલા (12 ઓક્ટોબર, 2001) NSE પર આ શેરની કિંમત 1.94 રૂપિયા પ્રતિ શેર હતી. એટલે કે 20 વર્ષના સમયગાળા દરમિયાન આ શેર 1011 ગણો વધી ગયો છે.

  • Share this:
    મુંબઈ. Multibagger stock: શેર માર્કેટ (Share Market)માં એક નિયમ છે. અહીં જે લોકો ધીરજ રાખે છે તેને તગડી કમાણી થાય છે. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો સારા શેરમાં રોકાણ કરીને તેને લાંબા સમય સુધી જાળવી રાખવાનો પ્રયાસ (Long term investment) કરવો જોઈએ. તેમણનું કહેવું છે કે સારા સ્ટોકમાં ખરીદી, જાળવી રાખો અને ભૂલી જાવનો નિયમ (Buy, Hold and forget) લાંબાગાળે ઘણો ફાયદો કરાવે છે. 2021ના વર્ષ પર અત્યારસુધી નજર કરીએ તો અનેક એવા સ્ટોક છે જેણે સારું વળતર (Multibagger stock 2021) આપ્યું છે.

    લાંબા ગાળે કોઈ શેરમાં કેટલું વળતર મળી શકે તેનું ઉત્તમ ઉદાહરણ કોટલ મહિન્દ્રા બેંકનો શેર (Kotak Mahindra Bank shares) છે. આજે સવારે 10.25 વાગ્યાની આસપાસ કોટક મહિન્દ્રા બેંકનો શેર NSE પર 1,966 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. 20 વર્ષ પહેલા (12 ઓક્ટોબર, 2001) NSE પર આ શેરની કિંમત 1.94 રૂપિયા પ્રતિ શેર હતી. એટલે કે 20 વર્ષના સમયગાળા દરમિયાન આ શેર 1011 ગણો વધી ગયો છે.

    કોટક મહિન્દ્રા બેંકના શેરના મૂલ્યનો ઇતિહાસ

    >> છેલ્લા એક મહિનામાં કોટક મહિન્દ્રા બેંકનો શેર 1815.35 રૂપિયામાંથી વધીને 1966 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આશરે 8% વધ્યો છે.

    >> છેલ્લા 3 મહિનામાં કોટક મહિન્દ્રા બેંકનો શેર 1720 રૂપિયાથી વધીને 1966 રૂપિયા થયો છે. આશરે 15%નો વધારો નોંધાયો છે.

    >> આ શેર જૂન 2021 દરમિયાન વેચવાલીના દબાણી હેઠળ હતો. જેના પગલે 6 મહિનામાં આ શેર ફક્ત 10% જેટલો જ વધ્યો હતો.

    >> એક વર્ષની વાત કરીએ કોટક મહિન્દ્રા બેંકનો શેર 1320 રૂપિયાથી વધીને 1966 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે એક વર્ષમાં 50%નો વધારો નોંધાયો છે.

    >> છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો કોટક મહિન્દ્રા બેંકનો શેર 781.75 રૂપિયાથી વધીને 1966 રૂપિયા પર પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન 150% વળતર આપ્યું છે.

    >> છેલ્લા 10 વર્ષ દરમિયાન કોટક મહિન્દ્રા બેંકનો શેર 232.93 રૂપિયાથી વધીને 1966 પર પહોંચ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન શેરની કિંમતમાં 750%નો વધારો થયો છે.

    >> આ જ રીતે છેલ્લા 20 વર્ષમાં આ શેર 1.94 રૂપિયાથી વધીને 1966 રૂપિયા પર પહોંચ્યો છે. આ શેર છેલ્લા 20 વર્ષમાં આશરે 1011 ગણો વધી ગયો છે.

    રોકાણ પર અસર

    20 વર્ષના સમયગાળા પર કોટક મહિન્દ્રા બેંકમાં રોકાણ પર શું અસર પડી તેના પર નજર કરીએ તો જો કોઈએ એક મહિના પહેલા કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.08 લાખ રૂપિયા હોય. આ જ રીતે જો કોઈએ ત્રણ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનો રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.15 લાખ રૂપિયા હોય. જો કોઈએ એક વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 1.50 લાખ રૂપિયા હોય.

    આ પણ વાંચો: બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના શેરમાં મિનિટોમાં જ કરી 900 કરોડ રૂપિયાની કમાણી!

    આ જ રીતે પાંચ વર્ષ પહેલા આ શેરમાં એક લાખનું રોકાણ આજે 2.50 લાખ રૂપિયા બની જતું. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 8.50 લાખ રૂપિયા હોય. જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે તે 1 લાખ રૂપિયાની કિંમત 10.11 કરોડ રૂપિયા હોય.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા vs વિજય કેડિયા vs ડોલી ખન્ના: Q2FY22માં કોને કયા શેરમાં રોકાણ કર્યું, કેટલું વળતર મળ્યું?

    નિષ્ણાતોનો અભિપ્રાય:

    નિષ્ણાતો માની રહ્યા છે કે કોટક મહિન્દ્રા બેંકના શેરમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે. ટૂંકા ગાળામાં આ શેર 2100 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે તેવું નિષ્ણાતોનું માનવું છે. મિન્ટના જણાવ્યા પ્રમાણે ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે, "કોઈ વ્યક્તિ વર્તમાન કિંમત પર કોટક મહિન્દ્રા બેંકના શેરની ખરીદી શકે છે. આ માટે ટાર્ગેટ 2050થી 2100 રૂપિયા છે. રોકાણ સાથે 1900 રૂપિયાનો સ્ટૉપલૉસ જરૂર લગાવો."
    Published by:Vinod Zankhaliya
    First published: