Home /News /business /

Multibagger stock: આ NBFC શેરમાં આવી જોરદાર તેજી, 15 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોના પૈસા થયા ડબલ

Multibagger stock: આ NBFC શેરમાં આવી જોરદાર તેજી, 15 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોના પૈસા થયા ડબલ

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock KIFS Financial Services: આ શેર પાંચમી જાન્યુઆરી, 2022ના રોજ BSE પર 64.80 રૂપિયા પર બંધ થયો હતો. 21 જાન્યુઆરી 2022ના રોજ આ શેર બીએસઈ પર 133.40 રૂપિયા પર બંધ રહ્યો હતો.

    મુંબઇ. Multibagger stock 2022: 2020ની શરૂઆતથી અત્યારસુધી અનેક શેરોએ રોકાણકારોને જોરદાર કમાણી કરાવી છે. જોકે, આમાંથી મોટાભાગના શેર X અને XT કેટેગરીમાં આવે છે. આ શેરની લિક્વિડિટી ખૂબ ઓછી હોય છે. KIFS Financial Services આ પ્રકારના X કેટેગરીનો શેર છે. આ શેરે ફક્ત 12 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને બેગણું વળતર આપ્યું છે. આ શેર પાંચમી જાન્યુઆરી, 2022ના રોજ BSE પર 64.80 રૂપિયા પર બંધ થયો હતો. 21 જાન્યુઆરી 2022ના રોજ આ શેર બીએસઈ પર 133.40 રૂપિયા પર બંધ રહ્યો હતો. એટલે કે ફક્ત 12 ટ્રેડિંગ સેશનમાં રોકાણ ડબલ થઈ ગયું હતું.

    શેરની કિંમત પર એક નજર

    KIFS Financial Services ના શેરની કિંમત પર એક નજર કરીએ તો 2021માં આ એનબીએફસી શેર સાઇડવેઝ નજરે પડ્યો હતો. 2021ના અંતમાં આ શેરમાં તેજીની શરૂઆત થઈ હતી. 31 ડિસેમ્બર 2021ના રોજ બીએસઈ પર લિસ્ટેડ આ શેર 43.50 રૂપિયા પર બંધ થયો હતો પરંતુ નવા વર્ષની શરૂઆતમાં આ શેરમાં જોશ જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી આ શેરમાં અપર સર્કિટ લાગી છે. એટલે સુધી કે આજના ટ્રેડિંગ સેશન દરમિયાન પણ આ શેરમાં પાંચ ટકાની અપર સર્કિટ જોવા મળી છે.

    અત્યારસુધી આ શેરે 140.05 રૂપિયાનો 52 વીકનો હાઈ અને 32.55 રૂપિયાનો 52 વીકનો લૉ બનાવ્યો છે. કંપનીની વર્તમાન માર્કેટ કેપ 151.51 કરોડ રૂપિયા છે. જેમાં ડિવિડન્ડ યીલ્ડ 0.89 ટકા રહ્યું છે.

    વળતર પર એક નજર

    જો વળતરની દ્રષ્ટીએ આ શેરના ઇતિહાસ પર નજર કરીએ તો આ એનબીએફસી સ્ટૉક છેલ્લા અઠવાડિયામાં 115.25 રૂપિયાથી વધીને 140.50 રૂપિયા પર પહોંચી ગયો છે. આ દરમિયાન આ શેરે રોકાણકારોને 213.50 ટકા રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેર 38.50 રૂપિયાથી વધીને 140.05 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 250 ટકાનું વળતર મળ્યું છે. છેલ્લા 1 વર્ષમાં આ મલ્ટીબેગર શેરે 210 ટકા વળતર આપ્યું છે.

    આ પણ વાંચો: આ સ્ટોકે ત્રણ જ મહિનામાં રોકાણકારોને કરી દીધા માલામાલ, 1 લાખના બનાવી દીધા 2.5 કરોડ રૂપિયા

    સેબીએ તેજી અંગે માંગ્યો ખુલાસો

    આ શેરમાં અચાનક આવેલી તેજી અંગે સેબી (Securities and exchange board of India)એ કંપની પાસેથી કારણ પૂછ્યું છે. કંપનીએ જવાબમાં કહ્યુ છે કે, કંપનીના શેરમાં આવેલી તેજી સંપૂર્ણ રીતે બજાર અનુમાન પર આધારિત છે. જવાબમાં કંપનીએ એવું પણ કહ્યું છે કે શેરની કિંમતમાં આવેલી તેજીનું કારણ કંપનીએ લીધેલા નિર્ણયોના સંબંધમાં નથી. આ તેજી સાથે કંપની અને તેના પ્રમોટર્સને કોઈ લેવાદેવા નથી. આ તેજી સંપૂર્ણ રીતે બજારની અટકળો પર આધારિત છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market

    આગામી સમાચાર