Multibagger Stock: આ શેરમાં ચાલુ વર્ષે આવ્યો 410%નો ઉછાળો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock)

Multibagger Stock: આ શેરમાં ચાલુ વર્ષે આવ્યો 410%નો ઉછાળો, શું તમારે રોકાણ કરવું જોઈએ?

  • Share this:
    મુંબઈ: JSW એનર્જી શેરે (Jsw energy share) આ વર્ષે અત્યારસુધી મલ્ટીબેગર રિટર્ન (Multibagger stock 2021) આપ્યું છે, કારણ કે વર્ષ 2021 (યર ટૂ યર અથવા YTD)માં 410%થી વધારે વધી ગયો છે. લગભગ 58 રૂપિયાનો આ મલ્ટીબેગર સ્ટૉક હાલ 345 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. આ શેરે છેલ્લા એક વર્ષમાં આશરે 485% વળતર આપ્યું છે.

    સપ્ટેમ્બરમાં પૂર્ણ થતા ત્રિમાસિક દરમિયાન, JSW એનર્જી તરફથી શુક્રવારે સપ્ટેમ્બર 2021 ત્રિમાસિક માટે પોતાનો કન્સોલિડેટ નફો 3.7%ના ઘટાડા સાથે 339 કરોડ રૂપિયા રહ્યો હોવાની જાણકારી આપવામાં આવી છે. કંપનીની કુલ આવક (યર ટૂ યર) વધીને 2,237 કરોડ રૂપિયા રહી છે. ખાસ કરીને શૉર્ટ ટર્મ સેલમાં વધારાને કારણે આવકમાં વધારો થયો છે.

    બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝ તરફથી આ શેરમાં 150 રૂપિયા પ્રતિ શેર (પહેલા ટાર્ગેટ 130 રૂપિયા હતો) સેલ ટાર્ગેટ છે. એટલે કે બ્રોકરેજ હાઉસે તેનો ટાર્ગેટ રિવાઈઝ કર્યો છે. બ્રોકરેજ હાઉસે એક નોટમાં કહ્યું છે કે, "કંપનીનું કુશળ કમીશનિંગ અને અસેટ્સ ઑપરેશન્સનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે પરંતુ હાલ ગળાકાપ હરિફાઈ પણ ચાલી રહી છે."

    આ પણ વાંચો: કાર લોન લેતા પહેલા આ 6 વાત જાણવી જરૂરી, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન 

    નિર્માણાધીન RE પ્રોજેક્ટ્સની કમીશનિંગ Q4FY22 દરમિયાન 225MW સોલારથી શરૂ થનારા ભાગમાં હશે. બ્રોકરેજ પ્રમાણે, તેનાથી કંપનીને મેજોરિટી કોલસાથી મેજોરિટી ગ્રીન પ્લેયરમાં બદલવાની મદદ મળશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે JSW એનર્જી આગામી અમુક મહિનાઓમાં પોતાના ગ્રીન અને ગ્રે બિઝનેસને પુર્નગઠિત કરવાનો નિર્ણય લઈ શકે છે.

    નોટમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ પોતાના અલગ અલગ નિર્માણાધીન RE પ્રોજેક્ટ્સ માટે સોલાર મૉડ્યૂલ અને વિન્ડ ટર્બાઇનનો ઓર્ડર આપ્યો છે. કંપનીએ પહેલા જ સોલાર મૉડ્યૂલ લેવાની શરૂઆત કરી છે અને હાલ ઇન્સ્ટોલેશનનું કામ ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો: મહિને ફક્ત 210 રૂપિયા ચૂકવીને મેળવો 5,000 રૂપિયાનું પેન્શન- જાણો યોજના વિશે

    ICICI સિક્યોરિટીઝનું કહેવું છે, "અમે સ્ટૉક પર Sell અભિપ્રાય બનાવી રાખીએ છીએ પરંતુ ટાર્ગેટ પ્રાઇસ વધારીને 150 (પહેલા 130 રૂપિયા) કરીએ છીએ. કારણ કે અમે નાણાકીય વર્ષ 24Eમાં કદમ રાખી રહ્યા છીએ અને હાયર કેશ અને ઇન્વેસ્ટમેન્ટને સામેલ કરીએ છીએ. અમે પુર્નગઠન પર કંપનીના ફેંસલાની રાહ જોઈ રહ્યા છીએ."

    (ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે.  ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદીની કોઈ સલાહ નથી આપવામાં આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: