Home /News /business /Multibagger Stock: આ સિમેન્ટ કંપનીના શેરે આપ્યું 98 ગણું વળતર, હજી પણ છે નફો કમાવાની મોટી તક

Multibagger Stock: આ સિમેન્ટ કંપનીના શેરે આપ્યું 98 ગણું વળતર, હજી પણ છે નફો કમાવાની મોટી તક

Multibagger Stock: આ સિમેન્ટ કંપનીના શેરે આપ્યું 98 ગણું વળતર, હજી પણ છે નફો કમાવાની મોટી તક

Multibagger Stock: સીમેન્ટ સેક્ટરની આ દિગ્ગજ કંપની J K Laxmi Cement એ રોકાણકારોના રુપિયાને ખૂબ જ શાનદાર તરીકે વધાર્યા છે. પાછળા 20 વર્ષમાં આ શેરમાં રોકાણકારોના રુપિયા લગભગ 98 ગણા બની ગયા છે. એટલે કે 1 લાખ રુપિયાનું રોકાણ 20 વર્ષ પછી આજે 98 લાખ રુપિયા બની ગયું છે. હજુ પણ કમાણીની શક્યતા જોઈ રહ્યા છે નિષ્ણાતો.

વધુ જુઓ ...
સિમેન્ટ સેક્ટરની મોટી કંપની જે કે લક્ષ્મી સિમેન્ટ કંપની (J K Laxmi Cement)એ રોકાણકારોની મૂડીમાં અદભુત વધારો કર્યો છે. વીસ વર્ષમાં તે 98 ઘણી વધી ગઈ છે. જે કે લક્ષ્મી સિમેન્ટમાં આજે ત્રણ ટકા જેટલા ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને BSE પર 568.30 પર અટકી ગયો હતો. જો કે તેમાં હજી તેજી થવાની શક્યતા છે. બજાર નિષ્ણાતોએ રૂપિયા 680ના ટાર્ગેટ ભાવે આ શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. જેની કિંમત 568.30 (J K Laxmi Cement Share Price) છે.

22 વર્ષમાં મૂડીમાં 98 ટકા વધારો થયો


20 વર્ષ પહેલાં 4 ઓક્ટોબર, 2022ના રોજ જે કે લક્ષ્મી સિમેન્ટના શેરનો ભાવ રૂ. 5.83 હતો. જે આજે વધીને રૂપિયા 568.60 થયા છે. એટલે કે જો કોઈ રોકાણકારે એ સમયે આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે આજે વધીને રૂપિયા 98 લાખ રૂપિયા થઈ ગયું હોત. થોડા દિવસ પહેલાં 20 સેપ્ટેમ્બરે આ સ્ટોકનો ભાવ 683.85 રૂપિયા હતો, એટલે કે ઓક્ટોબર 2022માં આ સમય સુધીમાં એક લાખનું રોકાણ 1.17 કરોડ રૂપિયા થઈ ગયું હોત.

આ પણ વાંચોઃ ટીશ્યુ પેપરનો બિઝનેસ કરીને થઈ શકે લાખોની કમાણી, સરકારથી પણ મળશે મદદ

હવે કેવી રહેશે શેરની ચાલ?


સ્થાનિક બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીના જણાવ્યા અનુસાર, ચાલું નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્તેમ્બર 2022ના પ્રથમ છ મહિના કંપનીના ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીના કારોબારને ઘણી અસર થઈ થઈ હતી. પરંતુ હવે બીજા છમાસિક ઓક્ટોબર-માર્ચ 2022માં માંગમાં વધારો અને કોમોડિટીમાં ઘટાડો થવાને કારણે સકારાત્મક વાતાવરણ સર્જાયું છે. નિષ્ણાંતોના મત મુજબ 2021થી 2024 સુધીમાં કંપનીની આવક 16 ટકાના CAGRથી વધી શકે છે. તેથી રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ વિદેશી રોકાણવાળી આ દેશી કંપનીમાં બધા કર્મચારીઓને મળશે ભાગીદારી!

જે કે લક્ષ્મી સિમેન્ટનો શેર 20 સપ્ટેમ્બર 2022ના રોજ રૂપિયા 683.85ની એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ તે 16.85 ટકા ઘટ્યો છે. માર્કેટ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ રોકાણ કરવાની સુવર્ણ તક છે અને રૂપિયા 680ના લક્ષ્યાંક અનુસાર રોકાણ કરીને લગભગ 20 ટકા જેટલો નફો મેળવી શકાય છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Investment tips, Share market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन