મુંબઈ. Multibagger Stock: મંગળવારે IRCTCના શેરમાં સતત ત્રીજા દિવસે રેલી આવી હતી. IRCTCનો શેર 9.56% ઉપર 3295 રૂપિયા પર ટ્રેક કરી રહ્યો હતો. સોમવારે 6 સપ્ટેમ્બરના રોજ 3,000 રૂપિયાનું લેવલ તોડ્યા બાદ IRCTCના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. આ શેર રોકાણકારો માટે મલ્ટિબેગર (Multibagger Stock) સાબિત થયો છે. કારણ કે આ શેરે એક વર્ષમાં 120% વળતર આપ્યું છે. ઓક્ટોબર 2019માં લિસ્ટિંગ થયા બાદથી જ IRCTCના શેરમાં તેજા શરૂ છે. ઇશ્યૂ પ્રાઇસ (IRCTC share listing price)ની સરખામણી કરીએ તો આઈઆરસીટીસીનો શેર અત્યારસુધી 10 ગણો વધી ગયો છે. કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ 320 રૂપિયા હતી.
બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આ શેર હજુ પણ બુલિશ (Bullish) બની રહ્યો છે. તેમનું માનવું છે કે હૉસ્પિટાલિટી સેક્ટરના આક્રમક વિસ્તરણની યોજનાનો કંપનીને ફાયદો મળશે. નિષ્ણાતોનું કહેવં છે કે IRCTCના શેર આગામી એક દોઢ વર્ષમાં 5000નો આંક પાર કરી શકે છે.
IRCTCના શેર પ્રાઇસ આઉટલુક પર ચૉઇસ બ્રૉકિંગના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર સુમીત બગડિયાએ કહ્યુ કે, "IRCTCનો શેર 3,000 રૂપિયાનું લેવલ તોડીને તરત જ 3,200 રૂપિયા પર પહોંચી ગયો છે. બહુ ઝડપથી આ શેર 3,400 રૂપિયાના સ્તર પર પહોંચી જશે."
GCL Securitiesના વાઇસ ચેરમેન રવિ સિંઘલે કહ્યુ કે, "IRCTCના શેરમાં તેજીનું મુખ્ય કારણ હૉસ્પિટાલિટી સેક્ટર પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. IRCTC હોટલો, એવિએશન સાથે કરાર કરીને પોતાનો બિઝનેસ વધાર્યો છે." IRCTC તરફથી સ્થાનિક ફૂડ સપ્લાયર્સ સાથે કરાર કરવામાં આવ્યો છે. આ સાથે જ કંપની A ટુ Z તમામ સુવિધા આપનારી કંપની બની ગઈ છે. સિંઘલ વધુમાં કહે છે કે, 18થી 24 મહિનામાં આ શેર 5000ના આંકને સ્પર્શી શકે છે.
IRCTCના શેરનું બમ્પર લિસ્ટિંગ
14 ઓક્ટોબર, 2019ના રોજ આઈઆરસીટીના શેરનું NSE અને BSE પર બમ્પર લિસ્ટિંગ થયું હતું. BSE પર આ શેર 644 રૂપિયા, એટલે કે 320 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસથી 101.25%ના પ્રીમિયસ સાથે લિસ્ટ થયો હતો. એ જ રીતે NSE પર આ શેર 626 રૂપિયા એટલે કે 95.6%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો.
Rakesh Jhunjhunwala portfolio: બિગ બુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ જ્યારે ટાટા ગ્રુપની Titan કંપનીમાં પોતાની ભાગીદારી ઘટાડી ત્યારે તમામ લોકોને આશ્ચર્ય થયું હતું. એનાથી પણ મોટા આશ્ચર્યની વાત એ છે કે ટાઇટ કંપનીનો શેર રાકેશ ઝુનઝુનવાલાના પસંદગીના શેરમાંનો એક છે. Titan Companyની શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમાણે એપ્રિલથી જૂન 2021 વચ્ચે રાકેશ ઝુનઝુનવાલાએ જ્વેલરી અને ઘડિયાળની આ કંપનીમાં પોતાની ભાગીદારી 0.30% ઘટાડી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર