Home /News /business /અમદાવાદની આ કંપનીએ પાંચ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવ્યા, આપ્યું છપ્પરફાડ રિટર્ન

અમદાવાદની આ કંપનીએ પાંચ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવ્યા, આપ્યું છપ્પરફાડ રિટર્ન

અમદાવાદની આ કંપનીએ રોકાણકારોને ખૂબ જ છપ્પરફાડ કમાણી કરાવી છે. પાંચ વર્ષમાં તો લાખોપતિ બની ગયા.

Multibagger Stock in Share Market: શેરબજારમાં હાલ મોટો કડાકો બોલી રહ્યો છે. જોકે લાંબાગાળા માટે રોકાણ કરનારાઓ શેરબજારમાં તગડી કમાણી કરી શકે છે, આ વાત અનેક નિષ્ણાત કહેતા આવ્યા છે તેમજ અનેક મલ્ટિબેગર શેરમાં તે સાબિત પણ થયું છે. જોકે કેટલાક એવા પણ શેર છે જેમણે ફક્ત 2-3 કે પાંચ વર્ષના ગાળામાં પણ રોકાણકારોને લાખોપતિ અને કરોડોપતિ બનાવી દીધા છે. આવો જ એક કમાલનો શેર એટલે જ્યોતિ રેસિંસ એન્ડ એડેસિવ્સ છે.

વધુ જુઓ ...
હાલમાં બોનસ શેર (Bonus Stocks)ના કારણે કેમિકલ કંપની જ્યોતિ રેસિન્સ એન્ડ એડહેસિવ્સ લિમિટેડ (jyoti resins and Adhesives)ના શેર ચર્ચામાં હતા. કંપનીએ પોતાના રોકાણકારોને 2:1ના હિસાબે બોનસ શેર જાહેર કરવાની જાહેરાત કરી છે અને તેના સ્ટોકે હાલમાં જ એક્સ-બોનસ (Ex-Bonus) તરીકે વેપાર શરૂ કર્યો છે. જ્યોતિ રેસિન્સના શાનદાર બિઝનેસના કારણે કંપની ઘણા વર્ષોથી રોકાણકારોની મનપસંદ કંપની બની છે. આ કંપની શેરબજારની તે અમુક કંપનીઓ પૈકી એક છે, જેણે શેરબજારમાં લિસ્ટેડ થયા બાદ પોતાના રોકાણકારોને લખપતિમાંથી કરોડપતિ (Bumper Return) બનાવી દીધા છે.

આ પણ વાંચોઃ રોકાણકારોના રુપિયા સ્વાહા કરતા આ બજારમાં કેવી રીતે રિટાયરમેન્ટ ફંડ માટે રોકાણ કરશો?

આ શેરમાં રોકાણકારો કરોડોપતિ બન્યા


જ્યોતિ રેસિન્સના શેર ગુરૂવાર 22 સપ્ટેમ્બરે બીએસઇ પર 4.95 ટકા વધીને 1738 રૂપિયા પર બંધ થયા હતા. જોકે, 14 જુલાઇ, 1995ના રોજ જ્યારે બીએસઇ પર પહેલી વખત કંપનીના શેર્સમાં વેપાર શરૂ થયો હતો, ત્યારે તેની કિંમત માત્ર 5.17 રૂપિયા હતી. ત્યારથી અત્યાર સુધીમાં કંપનીએ પોતાના રોકાણકારોને લગભગ 33,517 ટકા બંપર રીટર્ન આપ્યું છે.

તેનો અર્થ છે કે, જો કોઇ રોકાણકારે 14 જુલાઈ, 1995ના રોજ જ્યોતિ રેસિન્સના શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે અને તેમાં પોતાનું રોકાણ જાળવી રાખ્યું હશે તો, તેના 1 લાખ રૂપિયાની કિંમત આજે વધીને 3.36 કરોડ રૂપિયા થઇ ગઇ હશે.

તેવી જ રીતે જો કોઇ રોકાણકારે તે સમયે માત્ર 30 હજાર રૂપિયા પણ કંપનીમાં લગાવ્યા હશે, તો આજે તેના રોકાણની વેલ્યૂ વધીને 1 કરોડ રૂપિયા થઈ ગઇ હશે.

આ પણ વાંચોઃ નબળા માર્કેટમાં પણ અમદાવાદી કંપનીનો શેર 40 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થતાં રોકાણકારોમાં હર્ષ

5 વર્ષમાં 1 લાખમાંથી થયા 69 લાખ


કંપનીના શેરોના હાલના જ પ્રદર્શનની વાત કરીએ તો, છેલ્લા એક મહીનામાં તેણે પોતાના રોકાણકારોને 55 ટકાનું રીટર્ન આપ્યું છે. તો માત્ર છેલ્લા એક વર્ષમાં જ તેણે પોતાના રોકાણકારોને 5 ગણાથી વધુ એટલે કે 543 ટકા રીટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં જ્યોતિ રેસિન્સના શેરોની કિંમતમાં 6852 ટકાનો બંપર નફો થયો છે.

તેનો અર્થ છે કે જો કોઇ રોકાણકારે 5 વર્ષ પહેલા આ કંપનીના શેરોમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે, તો આજે તેના 1 લાખ રૂપિયાની વેલ્યૂ વધીને 69 લાખ રૂપિયા થઇ ગઇ હશે. જ્યારે કોઇ રોકાણકારે માત્ર 1 વર્ષ પહેલા તેમાં 1 લાખનું રોકાણ કર્યુ હશે, તો આજે તેના 1 લાખ રૂપિયા વધીને 6.43 લાખ રૂપિયા થઇ ગયા હશે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment tips, Multibagger Stock, Share market

विज्ञापन
विज्ञापन