Home /News /business /આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

મોટભાગે ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કંપનીએ રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા.

Multibagger Stock in Sensex: શેરબજારમાં મોટાભાગે જોવામાં આવ્યું છે કે એવા શેર જે કોઈ સ્પેશિયલ કેટેગરીની હોય એટલે કે શેરની કંપની કોઈ સ્પેશિયલ સેક્ટરમાં કાર્યરત હોય તો લાંબાગાળે તેની એક્સપર્ટીઝના કારણે કંપની જોરદાર પ્રગતી કરે છે અને સાથે સાથે રોકાણકારોના રુપિયા પણ રોકેટની ગતિએ વધે છે. આ શેર પણ એવો જ છે અને શેરબજારના કેમિકલ સેક્ટરનો છે જેણે અત્યાર સુધીમાં સૌથી વધુ મલ્ટિબેગર શેર આપ્યા છે. જોકે આ શેરમાં પણ એ નિયમ તો લાગુ પડે છે કે મલ્ટિબેગર રિટર્ન માટે ધીરજ ધરવી પડે.

વધુ જુઓ ...
કેમિકલ બનાવતી કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries)નો શેર એક મલ્ટિબેગર સ્ટોક છે. સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરની દિગ્ગજ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝે રોકાણકારોની મૂડીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોની મૂડીમાં ચાર ગણાથી પણ વધુ વધારો કર્યો છે. જેને લઈને લાંબાગાળાના રોકાણકારોની મૂડી રૂ. 1 લાખથી વધીને સાડા ત્રણ કરોડ રૂપિયા થઈ ગઈ છે.  14 જુલાઈ, 1995ના રોજ આ કંપનીના શેરની કિંમત રૂ. 2.56 હતી. તો આજે આ શેરની કિંમત રૂ. 895.60 છે. જેથી જો તે સમયે રૂ. 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોય તો આજે તે શર રૂ.3.5 કરોડ થઈ ગયા હશે.

આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીએ એંકર ઇન્વેસ્ટર્સ પાસેથી મેળવ્યા 225 કરોડ, જાણો શું છે ગ્રે માર્કેટ પ્રીમિયમ ભાવ

શેર પર 23 ટકા ડિસ્કાઉન્ટ


19 ઓક્ટોબર, 2021ના રોજ આરતી ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત રૂ. 1,168.40 હતી, જે 52 સપ્તાહમાં ઓલ ટાઈમ હાઈ પર હતો. ત્યારબાદ આ શેરની કિંમત ભારે ઘટાડો થતા 20 જૂનના રોજ ઓલ ટાઈમથી 43 ટકા નીચે આવી જતા આ શેરની કિંમત રૂ. 669 થઈ ગઈ હતી. જે 52 સપ્તાહનું સૌથી નીચલુ સ્તર છે. ત્યારબાદ આ શેરની કિંમતમાં 34 ટકાનો ઉછાળો આવ્યો છે. BSE પર આ શેર રૂ. 895.40 પર બંધ થયો છે. હજુ પણ આ શેરમાં 52 સપ્તાહના ઉંચા સ્તર પર 23 ટકા ડિસ્કાઉન્ટ દેખાઈ રહ્યું છે.

આરતી ઈન્ડસ્ટ્રીઝના શેરની વિગતવાર માહિતી


કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર, આરતી ઈન્ડસ્ટ્રીઝ એક દિગ્ગજ કંપની છે. જે કેમિકલ ફાર્મા સેક્ટર માટે API (એક્ટિવ ફાર્મા ઈનગ્રેડિએન્ટ) ઉત્પાદિત કરે છે. આ કંપની અનેક દેશોમાં ફેલાયેલી છે. આ કંપની એવા કેમિકલોનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ ફાર્મા, એગ્રોકેમિકલ્સ, પોલીમર્સ, એડીટિવ્સ, સર્ફેક્ટેંટ્સ, પિગમેન્ટ્સ અને ડાઈઝ બનાવવામાં થાય છે.

આ પણ વાંચોઃ તહેવારોની સીઝનમાં ક્રેડિટ કાર્ડ EMIના રવાડે ચડ્યા હોવ તો સાવધાન, સસ્તો સોદો મોંઘો પડી શકે

કંપનીની નાણાંકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટર (એપ્રિલથી જૂન)માં નેટ પ્રોફિટના આધાર પર 18.95 કરોડ રૂપિયામાં ઘટાડો થતા તે 18.58 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન રેવન્યૂ 171.77 કરોડથી વધીને 193.47 કરોડ પર પહોંચી ગઈ છે.

આરતી ઈન્ડસ્ટ્રીઝ 28,688.57 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે અને સ્પેશિયાલિટી કેમિકલ ઉદ્યોગની લાર્જ કેપ કંપની છે. તે ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે અને ગ્લોબલ બજારમાં હાજરી ધરાવે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Investment tips, Multibagger Stock, Share Markets

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन