12.90 રૂપિયાના આ શેરે રોકાણકારોને કર્યાં માલામાલ! 1 લાખ રૂપિયાના બની ગયા 6 લાખ રૂપિયા!

પ્રતીકાત્મક તસવીર

Multibagger stocks: આ ટેલીકોમ સ્ટૉકે 1 વર્ષમાં 500 ટકાથી વધારે વળતર આપ્યું છે. આ દરમિયાન આ શેર 12.90 રૂપિયાથી છલાંગ લગાવીને 77.05 રૂપિયા થઈ ગયો છે.

  • Share this:
    નવી દિલ્હી: ગત આખું વર્ષ શેર બજારમાં રોકાણ (Share Market) કરતા લોકો માટે સારું રહ્યું છે. વર્ષ 2021માં અનેક શેરની કિંમતમાં તેજી જોવા મળી હતી. આ દરમિયાન અમુક શેરોએ 100 ટકાથી વધારે રિટર્ન (Return) આપ્યું છે. જો 2021ના મલ્ટી બેગર સ્ટૉક્સ (Multibagger stocks)ની વાત કરવામાં આવે તો અનેક એવા શેર છે જેમણે ખૂબ સારું વળતર આપ્યું છે. HFCL એક આવો જ શેર છે. આ ટેલિકોમ શેરે (HFCL stock) એક વર્ષમાં 500 ટકાથી વધારે વળતર આપ્યું છે. HFCLનો શેર 12.90 રૂપિયાથી વધીને 77.05 રૂપિયા પર પહોંચી ગયો છે.

    શેરની કિંમત પર એક નજર

    છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ શેર 2.52 ટકા તૂટ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનામાં આ સ્ટૉકે 16 ટકા વળતર આપ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેરનો ભાવ 66.80 રૂપિયામાંથી વધીને 77.05 રૂપિયા પ્રતિ શેર થયો છે. છેલ્લા છ મહિનામાં આ શેર 151 ટકા ભાગ્યો છે અને આ જ ગાળામાં શેરની કિંમત 30.85 રૂપિયાથી વધીને 77.05 રૂપિયા પ્રતિ શેર થઈ છે.

    આ પણ વાંચો: citibank ક્રેડિટ કાર્ડ બિઝનેસ બંધ કરશે, તમારી પાસે આ બેંકનું કાર્ડ છે તો શું કરવું? જાણો તમામ સવાલના જવાબ 

    સરળ ગણતરી

    બીજી રીતે જોઈએ તો કોઈ રોકાણકારે આ સ્ટૉકમાં 1 મહિના માટે 1 રૂપિયા રોક્યા હોય તો એ એક લાખ રૂપિયાની કિંમત બીજા મહિને 1.16 લાખ રૂપિયા થઈ જતી. આ જ રીતે કોઈ રોકાણકારે છ મહિના પહેલા એક લાખ રૂપિયા રોક્યા હોત તો આ સમયે તેની કિંમત 2.51 લાખ રૂપિયા થઈ જતી. જો કોઈ રોકાણકારે HFCLના શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત 6.78 લાખ રૂપિયા થઈ જતી.

    આ પણ વાંચો: SBI, HDFC સહિત બેંકોની ખાસ ઑફર, છ મહિનાની FD કરીને કરો મોટી કમાણી

    Rakesh Jhunjhunwalaએ આ કંપનીના એક કરોડ શેર ખરીદ્યા

    કોરોના પછી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) સતત પોતાના પોર્ટફોલિયોને રિબેલેન્સ કરી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોમાં તેમણે અનેક સ્ટૉક્સમાં પોતાની ભાગીદારી ઘટાડી છે, તો અમુક સ્ટૉક્સમાં પોતાની ભાગીદારી વધારી પણ છે. હવે બિગ બુલે જૂન-21 ક્વાર્ટરમાં પ્રમુખ Mortgage Lender ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (Indiabulls Housing Finance)માં 2.2% ઇક્વિટી શેર ખરીદ્યા છે.

    આ પણ વાંચો: જીવન વીમો: પત્ની અને બાળકોને સરળતાથી ક્લેમ મળી રહી તે માટે આ એક કામ જરૂર કરો


    21 જૂનના રોજ પ્રકાશિત થયેલા શેર હૉલ્ડિંગ પેટર્ન પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ Indiabulls Housingના એક કરોડ ઇક્વિટી શેર ખરીદ્યા છે. Indiabulls Housingના શેર 20 જુલાઈના રોજ બીએસઈ પર 1.81 ટકા ઘટીને 266.10 રૂપિયા પર ટ્રેક કરી રહ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: