Home /News /business /

Multibagger Stock : જીકેપીના શેરથી રોકાણકારોને થયો જબરદસ્ત નફો! 1 લાખના થયા 7.30 લાખ!

Multibagger Stock : જીકેપીના શેરથી રોકાણકારોને થયો જબરદસ્ત નફો! 1 લાખના થયા 7.30 લાખ!

જીકેપીના શેરથી રોકાણકારોને થયો તગડો નફો!

જીકેપી પ્રિન્ટીંગના શેરની કિંમત 1 વર્ષમાં રૂ. 25થી વધીને રૂ. 184 થઇ ગઇ છે. જો કોઈએ 1 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે 7.35 લાખ રૂપિયા થઇ જાત. બજારમાં ઉતાર-ચઢાવ છતાં આ શેર છેલ્લા 11 સત્રોથી સતત તેજીમાં છે.

    શેરબજારમાં રોકાણ કરતા દરેક રોકાણકારને ઝડપથી વધુ નફાની આશા હોય છે. રોકાણકારો એવા શેરની શોધમાં જ હોય છે, જે ઓછા રોકાણમાં તેઓને માલામાલ કરી શકે. આવા શેરને મલ્ટીબેગર શેર કેહવામાં આવે છે. જોકે આ પ્રકારના શેરને શોધી કાઢવા મુશ્કેલ હોય છે અને જ્યાં સુધી જાણ થાય ત્યાં સુધી એ તગડું વળતર આપી ચૂકયા હોય છે. અમે તમને એવાં જ એક મલ્ટીબૅગર શેર વિષે જણાવી રહ્યાં છીએ. આ શેર જીકેપી પ્રિન્ટિંગ અને પેકિંગનો છે. આ સ્ટૉક બીએસસી (BSE) પર લિસ્ટેડ છે.

    આ શેરે 1 વર્ષમાં તેના રોકાણકારોને 635% વળતર આપ્યું છે. જીકેપી પ્રિન્ટીંગના શેરની કિંમત 1 વર્ષમાં રૂ. 25થી વધીને રૂ. 184 થઇ ગઇ છે. જો કોઈએ 1 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે 7.35 લાખ રૂપિયા થઇ જાત. બજારમાં ઉતાર-ચઢાવ છતાં આ શેર છેલ્લા 11 સત્રોથી સતત તેજીમાં છે.

    આ પણ વાંચો -તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે ઝડપથી કરો લિંક, નહીં તો ભરવો પડશે દંડ

    જીકેપી પ્રિન્ટિંગના શેરની કિંમતનો ઇતિહાસ


    આ શેરે 3 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન જીકેપી પ્રિન્ટિંગે તેના રોકાણકારોને 850 ટકા નફો આપ્યો છે. 10 મે, 2019ના રોજ કંપનીના શેર રૂ. 19.27 હતા, જે હવે વધીને રૂ. 185 સુધી પહોંચી ગયા છે. જો કોઈએ 2019માં આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું રોકાણ વધીને 9.50 લાખ રૂપિયા થઈ ગયું હોત. જ્યારે આ શેર છેલ્લા 1 મહિનામાં 25 ટકા વધ્યો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ શેરમાં વર્ષ પ્રમાણે તારીખના આધારે 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં આ શેર લગભગ 50 ટકા વધ્યો છે.

    રોકાણ પર વળતર


    જો કોઈએ 1 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 25 હજાર રૂપિયાનો નફો થયો હોત. જ્યારે આ વર્ષની શરૂઆતમાં જો કોઈ વ્યક્તિએ આ શેરમાં આટલી જ રકમનું રોકાણ કર્યું હોત તો તેને 27 હજાર રૂપિયાનો ફાયદો થયો હોત. 6 મહિના પહેલા કરેલા રોકાણ પર તેને 50 હજાર રૂપિયાનો ફાયદો થયો હોત. જો 1 વર્ષ પહેલા તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોત તો રોકાણકારને 6.30 લાખ રૂપિયાથી વધુનો નફો થયો હોત. જ્યારે 3 વર્ષ પહેલાનાં રોકાણ પર 8.50 લાખ રૂપિયા નફો થયો હોત.

    આ પણ વાંચો - રશિયા અને યુક્રેનની લડાઈમાં બેરોજગાર થયા સુરતના 25 હજાર રત્ન કલાકાર

    કંપનીનો વ્યવસાય


    જીકેપી પ્રિન્ટિંગ અને પેકેજિંગ માટેનાં કાર્ડબોર્ડ બોક્સ બનાવે છે. પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ શરું થવાના કારણે કાર્ડબોર્ડની માંગમાં વધારો થવાનો અંદાજ બાંધવામાં આવે છે. આ જ કારણથી રોકાણકારોમાં આ કંપનીની કમાણી વધવાનું અનુમાન છે. જીકેપી પ્રિન્ટીંગની માર્કેટ કેપ રૂ. 270 કરોડ છે. આ શેરની 52 અઠવાડિયાની ટોચની કિંમત 194 રૂપિયા છે, જ્યારે 52 અઠવાડિયાની ન્યુનતમ કિંમત રૂપિયા 22.75 છે. કંપનીએ તાજેતરમાં બજારને જણાવ્યું હતું કે તેને વાપીમાં ખરીદેલી જમીન પર બાંધકામ કરવાની મંજૂરી મળી ગઈ છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Multibagger Stock

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन