5 રૂપિયાના શૅરે કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 35.30 લાખ

Earn Money: ગીતા રિન્યૂએબલ એનર્જીના શૅરે એક વર્ષમાં પોતાના રોકાણકારોને 3430 ટકાનું રિટર્ન આપ્યું છે, આવો જાણીએ આ શૅર વિશે

Earn Money: ગીતા રિન્યૂએબલ એનર્જીના શૅરે એક વર્ષમાં પોતાના રોકાણકારોને 3430 ટકાનું રિટર્ન આપ્યું છે, આવો જાણીએ આ શૅર વિશે

 • Share this:
  નવી દિલ્હી. શૅર બજાર (Stock Market)માં ગત એક વર્ષમાં સ્મોલ કેપ (Small Cap) અને મિડ કેપ શૅરો (Mid Cap)એ જોરદાર પર્ફોમ કર્યું છે. ગત થોડા વર્ષોમાં એવા રોકાણકારો જેમણે લાંબી અવધિ માટે બજારમાં રોકાણ કર્યું, તેમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. આજે અમે આપને એક એવા સ્ટોક (earn money from stock) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ગત એક વર્ષમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપીને માલામાલ કરી દીધા છે. આ સ્ટોક છે- ગીતા રિન્યૂએબલ એનર્જી (Gita Renewable Energy). આ શૅરે એક વર્ષમાં પોતાના રોકાણકારોને 3430 ટકાનું રિટર્ન આપ્યું છે. આવો જાણીએ આ શૅર વિશે...

  એક લાખ રૂપિયા થયા 35.30 લાખ રૂપિયા

  Gita Renewable Energyનો શૅર 29 જૂન 2020ના રોજ 5.50 રૂપિયા પર બંધ થયો હતો. હવે 29 જુલાઈ 2021ના રોજ આ શૅર BSE પર 194.15 રૂપિયાના ઉચ્ચસ્તર પર પહોંચી ગયો. ગુરૂવારે આ શૅર 4.97 ટકાની તેજી સાથે દોડ્યો હતો. તેનો અર્થ એ થયો કે એક વર્ષ પહેલા ગીતા રિન્યૂએબલ એનર્જી સ્ટોકમાં રોકાણ કરવામાં આવેલા એક લાખ રુપિયા આજે 35.30 લાખ રૂપિયા થઈ ગયા છે.

  આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ

  આ પણ વાંચો, ન્યૂયોર્ક સિટીની આકર્ષક ઓફર, કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લેવા પર મળશે રોકડા 100 ડૉલર

  Gita Renewable Energyની હિસ્સેદારી આ વર્ષની શરૂઆતથી 2,797.76 ટકા વધી છે અને એક મહિનામાં 154.29 ટકા ચઢી ગઈ છે. BSE પર 29 જુલાઈએ આ સ્ટોકમાં અપર સર્કીટ લાગી હતી. કારોબારના અંતમાં આ શૅર 184.95 રૂપિયાના પાછલા બંધની તુલનામાં 5 ટકા ચઢીને 194.15 રૂપિયા પર બંધ થયો. ગત 21 દિવસમાં સ્મોલ કેપ સ્ટોકમાં 154.29 ટકાની તેજી આવી છે.

  (ડિસ્ક્લેમરઃ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ બજાર રિસ્ક જાખમોને આધીન છે. રોકાણકારો નાણા રોકતા પહેલા એક્સપર્ટની સલાહ લે. News18 Gujarati તરફથી કોઈને પણ નાણા રોકવાની સલાહ નથી આપવામાં આવતી.)
  Published by:Mrunal Bhojak
  First published: