મુંબઈ. Multibagger stock: છેલ્લા બે વર્ષમાં અનેક એવા શેર્સ છે જેમણે રોકાણકારોને માલામાલ (Multibagger return) કરી દીધા છે. 2021ના વર્ષના મલ્ટીબેગર સ્ટોક (2021 Multibagger stocks) પર નજર કરીએ તો તેમાં ફક્ત સ્મૉલકેપ, મીડકેપ કે પછી લાર્જકેપના ક્વૉલિટી શેર જ નહીં પરંતુ તેમાં અમુક એકદમ નાના શેર્સ (Penny shares) પણ સામેલ છે. ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ (Flomic Global Logistics shares) આવો જ એક શેર છે. આ શેર 0.35 રૂપિયા પ્રતિ શેર (28th March 2019, BSE બંધ ભાવ BSE)ના સ્તરથી 143.25 રૂપિયા પ્રતિ શેર (2th November 2021, BSE બંધ ભાવ)ના સ્તર પર પહોંચ્યો છે. એટલે કે છેલ્લા બે વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 409 ગણું વળતર મળ્યું છે.
ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ શેરની કિંમત
>> ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિકસ શેરની કિંમતનો ઇતિહાસ તપાસીએ તો આ શેર છેલ્લા છ મહિનામાં 7.62 રૂપિયાના સ્તરથી 143.25 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન શેરમાં 1780% વધારો જોવા મળ્યો છે.
>> 2021ના વર્ષમાં અત્યારસુધી આ શેર 1.95 રૂપિાયના સ્તરથી વધીને 143.25 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 7,245% વળતર મળ્યું છે.
>> છેલ્લા એક વર્ષની વાત કરીએ તો ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિકનો શેર 1.22 રૂપિયા પ્રતિ શેરના સ્તરથી 143.25 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 11,640% વળતર મળ્યું છે.
>> 28મી માર્ચ, 2019ના રોજ આ શેરની કિંમત 0.35 રૂપિયા હતી, જેનાથી તે વધીને 143.25 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર પહોંચ્યો છે. આ દરમિયાન રોકાણકારોને 40,830% વળતર મળ્યું છે. આ બે વર્ષ દરમિયાન આ શેરે 216.30 રૂપિયા પ્રતિ શેરની સર્વોચ્ચ સપાટી પર પણ પહોંચ્યો હતો.
જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા ફ્લોમિક ગ્લોબલ લોજિસ્ટિક્સ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 18.80 લાખ રૂપિયા થઈ જતી. આવી જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને આજ દિવસ સુધી રોકાણ જાળવી રાખ્યું હોય તો તે એક લાખ રૂપિયાની કિંમત આજે 1.17 કરોડ રૂપિયા થઈ જતી.
આવી જ રીત, 2019ના વર્ષમાં જો કોઈ રોકાણકારે 0.35 પૈસા પ્રતિ શેરના ભાવથી જો આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને તેને આજ દિવસ સુધી જાળવી રાખ્યું હોય તો આ 1 લાખ રૂપિયાની કિંમત આજે 4.09 કરોડ રૂપિયા હોય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર