Multibagger Shares: 35 પૈસાના આ શેરે 1 લાખ રૂપિયાને બનાવી દીધા 3.7 કરોડ રૂપિયા, રોકાણકારો થયા માલામાલ
Multibagger Shares: 35 પૈસાના આ શેરે 1 લાખ રૂપિયાને બનાવી દીધા 3.7 કરોડ રૂપિયા, રોકાણકારો થયા માલામાલ
મલ્ટીબેગર રિટર્ન (પ્રતીકાત્મક તસવીર)
Multibagger Shares Flomic Global Logistics: આજે બપોરે 1:00 વાગ્યે Flomic Global Logisticsનો શેર BSE પર 2.30% એટલે કે 2.95 રૂપિયા વધીને 130.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
મુંબઈ. ફ્લોમિક ગ્લોબલ લૉજિસ્ટિકે (Flomic Global Logistics) રોકાણકારોને માલામાલ કરી દીધા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરે 37 હજારથી ટકાથી વધારે વળતર આપ્યું છે. ફ્લોમિક ગ્લોબલ લૉજિસ્ટિકનો શેર ત્રણ વર્ષમાં 35 પૈસાથી વધીને 128 રૂપિયાની સપાટી પર પહોંચ્યો છે. આ દરમિયાન શેર 52 અઠવાડિયાની ઊચ્ચ સપાટી 216.30 રૂપિયા પર પહોંચી ગયો હતો. શેરની 52 અઠવાડિયાની સૌથી નીચલી સપાટી 4.74 રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 2500થી વધારે ટકાનું વળતર આપ્યું છે.
શેરની કિંમત
આજે બપોરે 1:00 વાગ્યે Flomic Global Logisticsનો શેર BSE પર 2.30% એટલે કે 2.95 રૂપિયા વધીને 130.95 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.
ફ્લોમિક ગ્લોબલ લૉજિસ્ટિક્સનો શેર 28 માર્ચ 2019ના રોજ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પર 35 પૈસા પ્રતિ શેરના સ્તર પર હતો. 25 માર્ચ 2022ના રોજ આ શેર 131 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે. આથી એવું કહી શકાય કે આ શેરે છેલ્લા ત્રણ વર્ષમાં રોકાણકારોને 37,328.57 ટકા વળતર આપ્યું છે. જો કોઈએ ત્રણ વર્ષ પહેલા 35 પૈસા પ્રતિ શેર લેખે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 3.7 કરોડ રૂપિયા હોય.
ગત વર્ષે આપ્યું રિટર્ન
ફ્લોમિક ગ્લોબલ લૉજિસ્ટિકનો શેર 26 માર્ચ, 2021ના રોજ BSE પર 4.92 રૂપિયાના સ્તર પર હતો. શેર ગઈકાલે એેટલે કે 24 માર્ચ, 2022ના રોજ 128 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. આજે પણ શેરમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક વર્ષમાંઆ શેરમાં રોકાણકારોને 2500 ટકાથી વધારે વળતર મળ્યું છે.
અન્ય એક આવો જ શેર સેજલ ગ્લાસ છે. ગત વર્ષે 31 માર્ચના રોજ સ્ટૉકની કિંમત 3.64 રૂપિયા હતી. હાલ શેરની કિંમત 318 રૂપિયા આસપાસ છે. આ રીતે આ શેરે છેલ્લા એક વર્ષમાં આશરે 8,634 ટકા રિટર્ન આપ્યું છે. આ રીતે જોઈએ તો આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ એક વર્ષમાં 87 લાખ રૂપિયા બની ગયું છે. એટલે કે એક વર્ષ પહેલા એક લાખનું રોકાણ કરનાર રોકાણકાર હાલ કરોડપતિ બનવાની કગાર પર છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલા માહિતી ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરમાં રોકાણની સલાહ આપવામાં આવતી નથી. રોકાણ પહેલા સર્ટિફાઇડ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર