3 રુપિયાનો શેર એક વર્ષમાં 18 રુપિયા પર પહોંચી ગયો,
એક્સપર્ટે કહ્યું હજુ પણ કેટલા છે કમાણીના ચાન્સ.
Multibagger Stocks: ફિલાટેક્સ ફેશનલ્સના શેરમાં સતત ખરીદીથી શેરના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 4 નવેમ્બરના રોજ બીએસઈ પર આ શેર 3.47 ટકાના ઉછાળા સાથે 17.90 રુપિયા પર બંધ થયા હતા. જે મે 2015 બાદ સૌથી ઊંચુ સ્તર છે. નવેમ્બર 2021માં ફિલોટેક્સ ફેશન્સના શેરની કિંમત 3.86 રુપિયા હતી.
મુંબઈઃ શેરબજારમાં લિસ્ટેડ કંપની ફિલોટેક્સ ફેશન્સના શેરમાં રોકાણકારોની ચાંદી ચાંદી થઈ ગઈ છે. ફક્ત એક વર્ષમાં મોજા બનાવતી આ કંપનીના શેરે સાડા ત્રણ ગણાથી વધારે રિટર્ન આપ્યું છે. શેરમાં ભારે ખરીદીના કારણે તેની કિંમત ઓલ ટાઈમ હાઈ પહોંચી ગઈ છે. 4 નવેમ્બરના રોજ બીએસઈ પર 3.47 ટકાના ઉછાળા સાથે આ શેરની કિંમત 17.90 રુપિયાના સ્તરે બંધ થઈ હતી. જે મે 2015 બાદ સૌથી ઊંચુ સ્તર છે.
નવેમ્બર 2021માં ફિલોટેક્સ ફેશન્સના શેરની કિંમત 3.86 રુપિયા હતી. જે બાદ તે ધીરે ધીરે વધી અને સતત ખરીદીના કારણે 19 સપ્ટેમ્બર 2022 સુધીમાં આ શેરના બાવ 6.90 રુપિયા થઈ ગયા. હતા. જે બાદ છેલ્લા થોડા દિવસમાં આ શેરમાં તોફાની તેજીનો રાઉન્ડ શરું થયો અને હવે તે 18 રપિયાના સ્તરે પહોંચી ગયા છે.
એક વર્ષમાં 370% વળતર
જો ગણતરી કરવામાં આવે તો ગયા વર્ષે નવેમ્બરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ 370 ટકાના ઉછાળા સાથે 4.70 લાખ રૂપિયા થઈ ગયું છે. આ ઊંચાઈએ પહોંચ્યા પછી, પ્રોફિટ-બુકિંગને કારણે ભાવમાં થોડી નરમાઈ આવી હતી અને તે લપસીને રૂ. 17.90 પર બંધ થયો હતો.
Filatex Fashions મોજાંનું ઉત્પાદન કરે છે અને કપાસના ઉત્પાદનોને લગતો વ્યવસાય કરે છે. તેના ઉત્પાદનો Tuscany, Smart Man, Reunjon और Bella બ્રાન્ડના નામ હેઠળ વેચાય છે. કંપનીની ફેક્ટરી તેલંગાણાના મેડક જિલ્લામાં આવેલી છે. તેમજ મેક્સવેલ (વીઆઈપી ગ્રુપ), ફિલા ઈન્ડિયા, એડિડાસ, પાર્ક એવન્યુ અને ટોમી હિલફિગર જેવી મોટી બ્રાન્ડ્સ આ કંપનીના ક્લાયન્ટ છે.
કંપનીના આર્થિક ડેટાની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષનો પ્રથમ ત્રિમાસિક ગાળા કંપની માટે સારો રહ્યો નથી. એપ્રિલ-જૂન 2022માં કંપનીને માત્ર 4 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો, જ્યારે અગાઉ જાન્યુઆરી-માર્ચમાં નફાનો આ આંકડો 2.52 કરોડ રૂપિયા હતો. આ સમયગાળા દરમિયાન આવક પણ જૂન 2022 ક્વાર્ટરમાં રૂ. 66.23 કરોડથી ઘટીને રૂ. 37.98 કરોડ થઈ હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર