Home /News /business /Multibagger Stock: જોતજોતામાં રુ. 10000ના સાડા પાંચ લાખ બનાવી દીધા, હજુ પણ આ શેરમાં કુબેરનું વરદાન

Multibagger Stock: જોતજોતામાં રુ. 10000ના સાડા પાંચ લાખ બનાવી દીધા, હજુ પણ આ શેરમાં કુબેરનું વરદાન

આ કેમિકલ કંપનીમાં રોકાણકારોને બખ્ખા પડી ગયા.

Multibagger Stock Expert advice: બ્રોકરેજ હાઉસે તેના આઉટપરફોર્મન્સને કારણે SRF પર તેનું બુલિશ વલણ જાળવી રાખ્યું છે. CITI એ SRF સ્ટોક પર રૂ. 3,125ના લક્ષ્ય સાથે બાય કોલ આપ્યો છે.

  શેર બજારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સ્ટોક્સે મલ્ટિબેગર રિટર્ન (Multibagger Stock) આપીને તેના ઈન્વેસ્ટર્સને માલામાલ બનાવ્યા છે. આ શ્રેણીમાં વધુ એક નામ સામેલ થયું છે. આ નામ છે એસઆરએફ લિમિટેડ (SRF Ltd). એસઆરએફ લિમિટેડ નામની કેમિકલ કંપનીએ તેના રોકાણકારોને 10 વર્ષમાં 5560 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જો કે આ સ્ટોક હાલમાં રૂ. 2,864.35 ના 52 અઠવાડિયાના પોતાના હાઈથી 19 ટકા નીચે છે. 14 સપ્ટેમ્બરે શેર પોતાના એક વર્ષના ટોપ પર પહોંચ્યો હતો.

  આજે એસઆરએફ લિમિટેડનો શેર NSE પર નજીવા ઘટાડા સાથે રૂ. 2322 પર બંધ થયો હતો, જ્યારે BSE પર તેનો ભાવ રૂ. 2324 નો રહ્યો હતો. બ્રોકરેજ હાઉસે તેના સારા પરફોર્મન્સને કારણે એસઆરએફે તેનું બુલિશ વલણ જાળવી રાખ્યું છે.

  આ પણ વાંચોઃ માત્ર 10થી 15 હજાર લગાવીને શરૂ કરો આ બિઝનેસ, આખું વર્ષ બેફામ કમાણી થશે

  નિર્મલ બંગ સિક્યોરિટીઝે તેના તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી આ કંપનીની ઓર્ડર બુક ખૂબ જ સારી છે અને તેની વિકાસની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા છે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે, “કેમિકલ્સ સિવાય, ફ્લોરો પોલિમર સેગમેન્ટ કંપની માટે મધ્યમ ગાળામાં વધુ સારા અવસર આવી ઉભરી શકે છે અને અમે આગામી દિવસોમાં મોટા કેપેક્સ પ્લાન જાહેર કરવાની અપેક્ષા પણ છે. જ્યારે બીઓપીઈટી (BOPET)માં દબાણને કારણે પેકેજિંગ ફિલ્મ્સના બિઝનેસમાં માર્જિન દેખાય છે.

  દબાણ હેઠળ હોવા છતાં અમે માનીએ છીએ કે કંપનીની ફેર વેલ્યૂના 75% યોગ્ય કેમિકલના બિઝનેસમાંથી મેળવવામાં આવે છે, જે દર ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ હોય છે.

  ત્યાં જ અન્ય બ્રોકરેજ હાઉસ CITIએ રૂ. 3,125ના ટાર્ગેટ સાથે એસઆરએફના શેર પર બાય કોલ આપ્યો છે. કંપની તેના કેમિકલ બિઝનેસનું વિસ્તરણ કરવાનું યથાવત રાખે છે. જોકે, પેકેજિંગ ફિલ્મોનું એકંદર પ્રદર્શન દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. B&K સિક્યોરિટીઝ (B&K Securities) પણ કેમિકલ સ્પેસમાં પસંદગીના શેરો પર તેજી ધરાવે છે અને રૂ. 2,844ના ટાર્ગેટ સાથે એસઆરએફ પર 'બાય' રેટિંગ આપે છે.

  આ પણ વાંચોઃ આ તે વળી કેવું! સાળી ગિફ્ટ આપે તો ટેક્સ ફ્રી અને મિત્ર ગિફ્ટ આપે તો ટેક્સ લાગે

  આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આઈટી, કેમિકલ, ઓટો સહિત અનેક સેક્ટર્સમાં કામ કરતી ઘણી કંપનીઓના શેરોએ રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. આ રિટર્ન પરંપરાગત બચત યોજનાઓમાં મળતા વ્યાજ કરતાં અનેકગણું વધારે છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, Expert opinion, Multiaggar Stocks, Share market, Stock market Tips

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन