Home /News /business /Multibagger stock : મંદીના સમયમાં પણ આ સ્મોલકેપ શેરે રોકાણકારોએ આપ્યું 100% રિટર્ન

Multibagger stock : મંદીના સમયમાં પણ આ સ્મોલકેપ શેરે રોકાણકારોએ આપ્યું 100% રિટર્ન

જીકેપીના શેરથી રોકાણકારોને થયો તગડો નફો!

શેરબજારમાં હાલમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે આ દરમિયાન કેટલાક સ્મોલ કેપ શેરોએ આગેવાની લીધી છે અને અત્યાર સુધીમાં તેમાં રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર મળ્યું છે.

વધુ જુઓ ...
કોરોના મહામારી બાદ અર્થતંત્રમાં ઝડપી રિકવરી જોવા મળી ચૂકી છે પરંતુ હવે મોંઘવારીને કારણે ભારત અને વિશ્વમાં વ્યાજદરમાં વધારાનો નવો દોર થયો છે. વ્યાજદરમાં વધારાને કારણે ભારતના ઈક્વિટી માર્કેટમાંથી મસમોટો આઉટફ્લો જોવા મળી રહ્યો છે. જોકે, આ મંદીના માહોલમાં પણ બજારમાં અનેક સ્મોલકેપ શેર છે જેમણે રોકાણકારોને ધી-કેળાં ખવડાવ્યા છે. આ કપરાકાળમાં પણ 100 ટકાથી વધુ રિટર્ન આપનાર આ શેરમાં પણ શું હજી તેજીનો કરંટ જોવા મળી શકશે? આવો આ પ્રકારના મલ્ટીબેગર શેરની યાદી પર નજર કરીએ.

શેરબજારમાં હાલમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 11 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જોકે આ દરમિયાન કેટલાક સ્મોલ કેપ શેરોએ આગેવાની લીધી છે અને અત્યાર સુધીમાં તેમાં રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર મળ્યું છે.

ભારત ડાયનામિક્સ- BDLના શેર હાલમાં રૂ. 800 આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે. ગત વર્ષે 31 ડિસેમ્બરે આ શેર રૂ. 391 પર હતા. આ સમયગાળા દરમિયાન શેરમાં 106 ટકાનો બમ્પર ઉછાળો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપ 14,780 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો -આ કંપનીમાંથી Rakesh Jhunjhunwalaએ ઘટાડી હિસ્સેદારી, સ્ટોકમાં 5 ટકાનો ઘટાડો

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ - આ સ્ટોકમાં અત્યાર સુધીમાં 230 ટકાથી વધુનો વધારો થયો છે. 17 જૂને આ શેર NSE પર 1 ટકાથી વધુના વધારા સાથે રૂ. 324 પર ટ્રેડ થઈ રહ્યો છે. તેનું માર્કેટ કેપ રૂ. 5,119 કરોડ છે.

મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ - આ સ્ટોકમાં આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 130 ટકાનો વધારો નોંધાયો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ આ શેર રૂ. 43 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે આજે 17 જૂને રૂ. 96 પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 18,034 કરોડ છે.

આ પણ વાંચો -ક્રૂડ ઓઇલની કિંમતમાં થયો ઘટાડો, સામાન્ય વ્યક્તિને વધુ રાહત મળે તેવી શક્યતા

વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ- ગરમીની સીઝનના ફેવરિટ શેર વાડીલાલ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં 115 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2021ના રોજ રૂ. 910 પર ટ્રેડિંગ થતા શેરમાં રૂ. 1900 સુધીનો ઉછાળો નોંધાયો છે. તેનું માર્કેટ કેપ 1403 કરોડ રૂપિયા છે.

BLS ઇન્ટરનેશનલ સર્વિસીસ - આ શેર 31 ડિસેમ્બર, 2021ના રોજ રૂ. 95 પર હતો, જે હવે રૂ. 210 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન શેરમાં 122 ટકાનો વધારો થયો છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 4,329 કરોડ છે.
First published:

Tags: Indian Stock Market, Share market