Multibagger stock 2021: ગુજરાતની આ કંપનીના શેરમાં નવ મહિનામાં આવ્યો ઉછાળો, 1 લાખના થયા 4.2 લાખ

આ શેરે આશરે 315 ટકાનું રિટર્ન અત્યારસુધીમાં આપ્યું છે જેનું પ્રતિ ઇક્વિટી લેવલ એક સમયે 42.60 રૂપિયા હતું.

Multibagger stock 2021: મલ્ટીબેગર્સ સ્ટોક્સ 2021ની યાદીમાં કેટલાક શેર એવા છે જેણે 9 મહિનામાં ખૂબ સારું વળતર આપ્યું છે. આણંદની એલિકોન એન્જિનિયરીંગ Elecon Engineering Company share)ના શેર પણ આમાના એક છે

  • Share this:
    Multibagger Stock Elecon Engineering share price : શેર બજારમાં (Stock Market) આજકાલ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. સેન્સેક્સ (Sensex) પુરબહારમાં ખીલી ગયો છે. રોકાણકારોને (Investors) શેર બજરામાં ચાંદી જ ચાંદી છે. શેર બજારમાં ગુજરાતીઓનું અને ગુજરાતી વેપારીઓનું તેમજ ગુજરાતી ઉદ્યોગપતિઓમનું આધિપત્ય આજકાલથી નથી. જોકે, તાજેતરમાં જ એક અહેવાલ સામે આવ્યો છે જેમાં ગુજરાતની એક એન્જિનિયરીંગ કંપની (Engineering) કંપનીના રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ (Return on Investment) ખૂબ આપ્યું છે. આમ જોવા જઈએ તો આ કંપનીના શેરમાં ડિસેમ્બર 2020માં જેણે 1 લાખ રોક્યા હોય અને હજુ સુધી શેર સાચવી રાખ્યા હોય તેને આજે તેના 4.2 લાખ મળે તેવી સ્થિતિ છે. આ કંપની છે આણંદની એલિકોન એન્જિનિયરીંગ (Multibagger Stock Elecon Engineering share price) આ કંપનીએ 9 મહિનામાં સ્ટોક માર્કેટમાં ચાર ગણું રિટર્ન આપ્યું છે.

    વિજય કેડિયાએ (Vijay Kedia stock) એપ્રિલથી જૂન 2021ના ત્રણ મહિનમાં તેના પોર્ટફોલિયોમાં મેન્યુફેક્ચરિંગ કંપનીના બે શેરનો ઉમેરોય કર્યો છે. આ પૈકીનો એક છે આણંદની એલિકોન એન્જિનિયરીંગનો શેર. આ કંપનીનો શેર 31મી ડિસેમ્બર 2020ના રોજ 42.60 રૂપિયાના ભાવે બંધ થયો હતો અને 13મી સપ્ટેમ્બરે બજારમાં એનો ભાવ 175.95 રૂપિયા હતો જ્યારે આજે 14મી સપ્ટેમ્બરે બજાર બંધ થઈ ત્યારે આ શેર 176.80 રૂપિયાના ભાવે બંધ થયો છે.

    એલિકોન એન્જિનિયરીંગના શેર વિશે Elecon Engineering share price

    વિજય કેડિયાના આ શેરે પાછલા પાંચ ટ્રેડિંગ સેશનમાં એક મહિનામાં લગગ 3.5 ટકાના ચઢાવ જોયો છે. 3.5 ટકાના વધારા પછી 1.5 ટકાનો ઘટાડો પણ આવ્યો હતો પરંતુ છેલ્લા 6 મહિનામાં વિજય કેડિયા પોર્ટફોલિયો સ્ટૉકમાં 170 ટકા મલ્ટીબેગર રિટર્ન આપ્યુ છે. આ શેરે આશરે 315 ટકાનું રિટર્ન અત્યારસુધીમાં આપ્યું છે જેનું પ્રતિ ઇક્વિટી લેવલ એક સમયે 42.60 રૂપિયા હતું.

    આ પણ વાંચો : Multibagger Stock : ગુજરાતની આ કંપનીના શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 વર્ષમાં 115 ગણો ભાવ વધ્યો

    1 લાખ રોક્યા હોત તો 4.13 લાખ બની જાત

    જો કોઈ છ મહિના પહેલાં આ કંનપીમાં 1 લાખનું રોકાણ કર્યુ હોય તો તેને આજે 1 લાખના 2.70 લાખ થઈ જાત અને જો કોઈએ 31 ડિસેમ્બર 2020ના રોજ આમાં 1 લાખનું રોકાણ કર્યુ હોત તો આજે તેના 4.13 લાખ બની ગયા હોત

    શું કહે છે એક્સપર્ટ

    એલિકોન એન્જિનિયરીંગના શેર વિશે માહિતી આપતા ચોઇસ બ્રોકિંગના કાર્યકારી એમડી સમીત બગડિયાએ જણાવ્યું કે આ શેર આગામી સમયમાં 185 અને ત્યારબાદ 225ના ભાવ સુધઈ જઈ શકે છે. કોઈ પણ આ વિજય કેડિયા પોર્ટોફોલિયૉ સ્ટોકને ખરીદી શકે છે. 225 રૂપિયાના પ્રોફિટ માટે 165 રૂપિયા સ્ટૉપ લોસ બનાવી રાખવાનો છે.
    Published by:Jay Mishra
    First published: