Home /News /business /Rs 102 to Rs 7,625: 11 મહિના પહેલા આ આઈપીઓમાં 1.22 લાખનું રોકાણ બની ગયું 91 લાખ રૂપિયા

Rs 102 to Rs 7,625: 11 મહિના પહેલા આ આઈપીઓમાં 1.22 લાખનું રોકાણ બની ગયું 91 લાખ રૂપિયા

મલ્ટીબેગર શેર

EKI Energy Services stock: ઈકેઆઈ એનર્જી સર્વિસિઝ શેરની માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.5,241 કરોડ છે. તેની ટ્રેડ વોલ્યુમ 24,150 છે, જે તેના 20 દિવસની સરેરાશ વોલ્યૂમ કરતા 20 ગણી વધુ છે.

મુંબઇ. Multibagger stock 2022: વર્ષ 2021માં શેરધારકોને શેરની સાથે સાથે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગે (IPO) પણ શાનદાર રિટર્ન આપ્યું છે. EKI એનર્જી સર્વિસિઝ એક એવો IPO છે, જે એપ્રિલ 2021માં BSE SME એક્સચેન્જ પર લિસ્ટ થયો હતો. પબ્લિક ઈશ્યૂ રૂ.140ના સ્તર પર ખુલ્યો હતો. આ શેરની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 100થી રૂ. 102 હતી જેની કિંમતમાં 37 ટકાનો વધારો થતા રૂ. 140 પર પહોંચી ગઈ હતી. EKI એનર્જીના શેરની કિંમત આજે રૂ. 7,625.20 છે, જે પ્રતિ ઈક્વિટી શેરની કિંમત રૂ. 102 કરતા 7,375 ટકા વધુ છે.

મલ્ટીબેગર IPO: EKI એનર્જી શેર પ્રાઈસ હિસ્ટ્રી

છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકના વેચાણમાં લગભગ 16 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ BSE SME સ્ટોકમાં 300 ટકાનો વધારો થતા રૂ.1,900 ના સ્તરથી રૂ.7,625 ના સ્તર સુધી વધી ગયો છે. આ વર્ષે અત્યારસુધીમાં આ શેરની કિંમતમાં 26 ટકાનો ઘટાડો થયો છે. શેરબજારમાં આ શેર સૌથી પહેલા રૂ.140 પર લિસ્ટ થયો હતો, જે હવે રૂ.7,625 પર પહોંચી ગયો છે. આ શેર લિસ્ટ થયા બાદ તેની કિંમતમાં 4,450 ટકાનો વધારો થયો છે.

આ શેરની ઈશ્યૂ પ્રાઈસની હાલની કિંમત સાથે સરખામણી કરવામાં આવે તો આ મલ્ટીબેગર IPO પ્રતિ શેર રૂ.100 થી રૂ.102 પર રજૂ કરવામાં આવ્યો હતો. આ શેરની કિંમત રૂ.102 થી વધીને રૂ.7,625 પર પહોંચી ગઈ છે. આ કંપનીનો IPO ખરીદનારને 7,375 ટકા રિટર્ન મળ્યું છે.

આ પણ વાંચો: આ Multibagger Textile Stock બુધવારે 5% ભાગ્યો, નિષ્ણાતોને 18% તેજીની આશા, શું તમારી પાસે છે?

રૂ.1.22 લાખથી રૂ.91 લાખ થઈ ગયા

>> EKI એનર્જી સર્વિસિઝ લિમિટેડ IPO પ્રતિ શેર રૂ.100 થી રૂ.102 પર રજૂ કરવામાં આવ્યો હતો. એક અરજીકર્તાએ આ કંપનીના 1,200 શેર ખરીદ્યા હતા, જે માટે રોકાણકારે રૂ.1,22,400 નું રોકાણ કરવું પડ્યું હતું. આ અરજીકર્તાએ લિસ્ટિંગથી લઈને અત્યારસુધી રોકાણ કરી રાખ્યું હોત તો, તે અરજીકર્તાના રૂ.1,22,400 આજે રૂ.91.50 ((7,625.20/102) * 1,22,400) લાખ થઈ ગયા હોત.

>> EKI એનર્જી સર્વિસિઝ શેરની માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.5,241 કરોડ છે. તેની ટ્રેડ વોલ્યુમ 24,150 છે, જે તેના 20 દિવસની સરેરાશ વોલ્યૂમ કરતા 20 ગણી વધુ છે.

આ પણ વાંચો: ₹3.7 to ₹2424: આ Multibagger સ્ટોકે 20 વર્ષમાં રૂપિયા એક લાખના બનાવી દીધા રૂ. 6.5 કરોડ

>> EKI એનર્જી સર્વિસિઝ IPO માર્ચ 2021માં સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 7 એપ્રિલ 2021ના રોજ BSE SME એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો. લિસ્ટિંગની તારીખના દિવસે EKI એનર્જીનો શેર રૂ. 140 પર ખુલ્યો હતો અને રૂ.147 પર બંધ થયો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, IPO, Multibagger Stock, Share market, Stock market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन