Stock Market: આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા રૂ.8.32 કરોડ
Stock Market: આ મલ્ટીબેગર સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખ રૂપિયા બની ગયા રૂ.8.32 કરોડ
મલ્ટીબેગર સ્ટોક
Multibagger Stock Eicher Motors: જો કોઈ રોકાણકારે આયશર મોટર્સના શેરમાં 10 વર્ષ કે 20 વર્ષ પહેલા રોકાણ કર્યું હશે અને ધીરજપૂર્વક તે રોકાણને આજ સુધી જાળવી રાખ્યું હશે તો આજે તે રોકાણકાર લાખોપતિમાંથી કરોડોપતિ બની ગયો હશે.
નવી દિલ્હી: શેરબજાર (Stock Market)માં થતી રોજની વધઘટથી અનેક લોકો પરેશાન છે. જોકે, સારી કંપનીઓ પસંદ કરીને લાંબા સમય સુધી ધીરજપૂર્વક રોકાણ (Investment) જાળવી રાખનારાઓને તેનો જબરદસ્ત લાભ મળે છે. આઈશર મોટર્સ (Eicher Motors) એક એવી કંપની છે, જેમાં જો કોઈ રોકાણકારે 10 વર્ષ કે 20 વર્ષ પહેલા રોકાણ કર્યું હશે અને ધીરજપૂર્વક તે રોકાણને આજ સુધી જાળવી રાખ્યું હશે તો આજે તે રોકાણકાર લાખોપતિમાંથી કરોડોપતિ બની ગયો હશે.
82,225 ટકાનો વધારો
રોયલ એનફિલ્ડ જેવી દિગ્ગજ બાઇક નિર્માતા કંપની આયશર મોટર્સના શેર લગભગ 20 વર્ષ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)માં 3.18 રૂપિયા (25 જાન્યુઆરી, 2002ના રોજ એનએસઇ પર બંધ ભાવ)ના ભાવ પર ટ્રેડ થઇ રહ્યા હતા. જે હવે સેંકડો ગણા વધીને 2,618 રૂપિયા (28 જાન્યુઆરી, 2022ના રોજ એનએસઇ પર બંધ ભાવ) થઇ ગયા છે. આ રીતે તેણે છેલ્લા 20 વર્ષમાં તેના રોકાણકારોના નાણાંની વેલ્યુમાં લગભગ 82,225 ટકાનો વધારો કર્યો છે.
આયશર મોટર્સની શેર પ્રાઇસ
આઈશર મોટર્સના શેરના ભાવનો ઈતિહાસ જોઈએ તો તેણે છેલ્લા 20 વર્ષમાં તેના રોકાણકારોને 82,225 ટકાનું વળતર આપ્યું છે. એટલે કે તેમના પૈસાની કિંમતમાં 822 ગણો વધારો થયો છે. આવી જ રીતે જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આઈશર મોટર્સના શેરમાં પૈસા રોક્યા હોય તો તે સમયે તેનો ભાવ 160 રૂપિયાની નજીક હતો. આ રીતે છેલ્લા 10 વર્ષમાં તે રોકાણકારને તેના પૈસા પર 1,500 ટકા રિટર્ન મળ્યું હશે.
જોકે, છેલ્લા 5 વર્ષમાં આ સ્ટૉક પર થોડી નરમાઇ આવી છે અને આ દરમિયાન સ્ટૉક 2,340 રૂપિયાથી વધીને 2,618 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 5 વર્ષમાં તેણે માત્ર 12 ટકા જ રિટર્ન આપ્યું છે.
છેલ્લા 1 વર્ષથી આઈશર મોટર્સના સ્ટોકની કિંમતનો ઈતિહાસ જોઈએ તો અન્ય સ્ટોકની જેમ જ કોરોના મહામારીનો માર પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ શેર 2,842 રૂપિયાથી 8 ટકા ઘટીને 2,618 રૂપિયા પર આવી ગયો છે. આ સાથે જ છેલ્લા છ મહિનામાં તેમાં માત્ર 0.50 ટકાનો વધારો થયો છે, જ્યારે છેલ્લા એક મહિનામાં તેના ભાવમાં માત્ર એક ટકાનો વધારો થયો છે.
રોકાણકારો પર અસર
જો કોઈએ એક મહિના પહેલા આ સ્ટોકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યુ હશે તો તે 10,000 રૂપિયા પર આજે તેને 10,100 રૂપિયા મળ્યા હશે. તે જ સમયે, જો કોઈએ છ મહિના પહેલા આ સ્ટોકમાં 10,000 રૂપિયાનું રોકાણ કર્યુ હશે તો આજે તેમને તે 10,000 રૂપિયા પર 10,050 રૂપિયા મળ્યા હશે. જો કોઈ પાસે 10 વર્ષમાં 160 રૂપિયા પર 10 હજાર રૂપિયા હોત તો આજે તેને 1.60 લાખ રૂપિયા મળ્યા હશે.
જો કોઈએ 20 વર્ષ પહેલા 3.18 રૂપિયાની કિંમતે 1 લાખ રૂપિયા મૂક્યા હશે તો આજે તેને 8.23 કરોડ રૂપિયા મળ્યા હશે. સાથે જ જો તેમણે 1 લાખને બદલે 10 હજાર રૂપિયા મૂક્યા હશે તો તેના 10 હજાર રૂપિયા વધીને 82.3 લાખ રૂપિયા થઇ ગયા હશે.
આ સ્ટૉકના આગળના આઉટલૂકની વાત કરીએ તો, ચોઇન્સ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવુ છે કે, આ સમયે સ્ટૉકમાં સાઈડવેજથી તેજી દેખાઈ રહી છે. આ સ્ટૉકમાં હાલના લેવલ પર પણ ખરીદી કરી શકાય છે. શોર્ટ ટર્મમાં તેના પર લક્ષ્યાંક રૂપિયા 2750-2800નો જોવા મળી શકે છે. આ ખરીદી માટે શેર દીઠ રૂ.2500નો સ્ટોપલોસ લગાવો.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણની સલાહ આપવામાં આવતી નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર