Home /News /business /

Sugar Stock: એક વર્ષમાં આ મલ્ટીબેગર સુગર શેર 240% ઉછળ્યો, બુધવારે જોવા મળી 4% તેજી

Sugar Stock: એક વર્ષમાં આ મલ્ટીબેગર સુગર શેર 240% ઉછળ્યો, બુધવારે જોવા મળી 4% તેજી

સુગર સ્ટૉક્સમાં તેજી

Dwarikesh Sugar Industries stock: છેલ્લા એ વર્ષમાં આ શેર 27.5 રૂપિયાની સપાટીથી 95.35 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોકાણકારોને આ શેરમાં 247 ટકા વળતર મળ્યું છે.

    નવી દિલ્હી: દ્વારકેશ સુગર ઇન્ડસ્ટ્રીઝ (Dwarikesh Sugar Industries Limited-DSL)ના શેરે છેલ્લા 12 મહિનામાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન (Multibagger stock) આપ્યું છે. બુધવારે આ શેર બીએસઈ (BSE) પર ઈન્ટ્રા ડે દરમિયાન ચાર ટકા ઉછળીને 95.35 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. છેલ્લા એક વર્ષમાં આ શેર 27.5 રૂપિયાની સપાટીથી 95.35 રૂપિયાની સપાટી પર પહોંચી ગયો છે. આ દરમિયાન રોકાણકારોને આ શેરમાં 247 ટકા વળતર મળ્યું છે. એક વર્ષ પહેલા આ શેરમાં જો કોઈ રોકાણકારે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તેની કિંમત 17.36 લાખ રૂપિયા હોય.

    10 વર્ષમાં વળતર

    જે લોકોએ આ કંપનીમાં લાંબા સમયથી પોતાનું રોકાણ જાળવી રાખ્યું છે તેઓ માલામાલ થઈ ગયા છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો આ શેરે રોકાણકારોને 2,100 ટકા વળતર આપ્યું છે. કંપનીની વર્તમાન માર્કેટ વેલ્યૂ 1,760 કરોડ રૂપિયા છે. હાલ દ્વારકેશ સુગરનો શેર 5, 20, 50, 100 અને 200 દિવસની મુવિંગ એવરેજથી ઉપર બની રહ્યો છે.

    સુગર સ્ટોક્સમાં તેજી

    બજેટ 2022 બાદ ખાસ કરીને સુગર સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે. નાણા મંત્રીએ ઇથોનોલ મિશ્રિત ન હોય તેવા પેટ્રોલના વેચાણ પર વધારાની એક્સાઇઝ લાદવાની જાહેરાત કરી હતી. જે બાદમાં સુગર સ્ટોક્સમાં તેજી જોવા મળી છે.

    આ પણ વાંચો: Multibagger Stock: જાન્યુઆરી મહિનામાં આ 5 સ્મૉલકેપ શેરમાં મળ્યું 320% સુધી વળતર, શું તમે રોકાણ કર્યું છે?

    નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું?

    નાણા મંત્રીએ બજેટમાં જણાવ્યું હતું કે, "ફ્લૂઅલ બ્લેન્ડિંગ સરકારની પ્રાથમિકતા છે. બ્લેન્ડિંગ ફ્યૂઅલ (ઇથેનોલ મિશ્રિત)ને પ્રોત્સાહન આપવા માટે નોન-બ્લેન્ડિંગ ફ્લૂઅલ પર પ્રતિ લીટર 2 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી લાદવામાં આવશે. આની અમલવારી 1 ઓક્ટોબર 2022થી કરવામાં આવશે."

    બીજા નંબરથી સૌથી મોટી સુગર ફેક્ટરી

    ઉલ્લેખનીય છે કે ખાંડના ઉત્પાદન વખતે આડપેદાશ તરીકે ઇથેનોલ મળે છે. આઈસીઆઈસીઆ ડિરેક્ટના જણાવ્યા પ્રમાણે બજેટમાં આવી જાહેરાત બાદ સુગર કંપનીઓને ફાયદો થશે. તેણે વધુમાં કહ્યુ હતુ કે, દ્વારકેશ સુગર દેશની બીજા નંબરની સૌથી મોટી સુગર કંપની છે.

    આ પણ વાંચો: Multibagger stock: આ ફાર્મા સ્ટોકે 19 વર્ષમાં 1 લાખ રૂપિયાને બનાવી દીધા 4.56 કરોડ રૂપિયા, શું તમારી પાસે છે?

    કંપનીનો નફો-નુકસાન

    ડિસેમ્બર, 2021ના રોજ પૂર્ણ થયેલા ત્રીજા ત્રિમાસિક દરમિયાન કંપનીના સ્ટેન્ડઅલોન પ્રોફિટમાં 286 ટકાનો વધારો થયો હતો. નફો વધીને 28.8 કરોડ રૂપિયા થયો હતો. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં કંપનીનો નફો 7.4 કરોડ રૂપિયા હતો. આ દરમિયાન કંપનીને 601 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિકમાં કંપનીની આવક 381 કરોડ રૂપિયા હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Multibagger Stock, Share market, Stock tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन