Multibagger stock: 10 વર્ષમાં 1 લાખના 1.12 કરોડ! શું તમે પણ આ સ્ટૉકમાં રોકાણ કર્યું છે?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Multibagger stock 2021: આ અઠવાડિયે દીપક નાઇટ્રાઇડ (Deepak Nitrite) બીજા સ્મૉલકેપ (Smallcape stocks) અને મિડકેપ (Midcap stocks) સ્ટૉકની જેમ સેલિંગ પ્રેશરમાં હતો. ગત મહિનામાં આ કેમિકલ સ્ટૉક ₹1958.35 રૂપિયાના સ્તર પરથી ₹2141.90ના સ્તર પર પહોંચ્યો હતો.

  • Share this:
    મુંબઈ: અમેરિકાના અબજોપતિ અને રોકાણકાર વોરેન બફેટે (Warren Buffett) એક વખત કહ્યુ હતુ કે, "જો તમે 10 વર્ષ સુધી કોઈ શેરના માલિક બનવા અંગે નથી વિચારી રહ્યા તો 10 મિનિટ સુધી પણ તેના માલિક બનાવ અંગે ન વિચારો." આથી જો કોઈ શેરબજારમાં પૈસા બનાવવા માંગે છે તો તેણે એક વાત યાદ રાખવી જોઈએ કે કમાણી ખરીદ-વેચાણ (Buy or Sell) નહીં પરંતુ હૉલ્ડિંગ કરવામાં થાય છે. આ માટેનું એક ઉત્તમ ઉદાહરણ દીપક નાઇટ્રાઇટ શેર (Deepak Nitrite Share) છે. Livemintના જણાવ્યા પ્રમાણે આ કેમિકલ સ્ટૉક છેલ્લા 10 વર્ષમાં 18.50 રૂપિયા પ્રતિ શેરના સ્તર (19 ઓગસ્ટ 2011, NSE બંધ ભાવ)થી વધીને 13 ઓગસ્ટ, 2021ના રોજ 2141.90 (NSE બંધ) રૂપિયા પ્રતિ શેર થયો છે. જે 115 ગણો વધારો દર્શાવે છે.

    દીપક નાઇટ્રાઇટ શેરની કિંમત

    આ અઠવાડિયે દીપક નાઇટ્રાઇડ બીજા સ્મૉલકેપ અને મિડકેપ સ્ટૉકની જેમ સેલિંગ પ્રેશરમાં હતો. ગત મહિનામાં આ કેમિકલ સ્ટૉક ₹1958.35 રૂપિયાના સ્તર પરથી ₹2141.90ના સ્તર પર પહોંચ્યો હતો. એટલે કે શેરની કિંમતમાં 9.50 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

    છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો આ સ્ટૉક ₹1178.80 પ્રતિ સ્ટૉકના સ્તરથી વધીને ₹2141.90 થયો છે. એટલે કે રોકાણકારોને છ મહિનામાં 80% વળતર મળ્યું છે.

    આ સ્ટૉક 2021ના મલ્ટીબેગર સ્ટૉકમાંનો એક છે. કારણ કે આ સમયગાળામાં તેણે 265 ટકા વળતર આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં દીપક નાઇટ્રેઇડના શેરની કિંમત ₹102.50 પ્રતિ સ્ટૉકથી વધીને ₹2141.90 રૂપિયા થઈ છે. આ અધવિમાં સ્ટૉકે આશરે 2000% વળતર આપ્યું છે.

    છેલ્લા 10 વર્ષની કિંમત પર નજર કરીએ તો દીપક નાઇટ્રાઇડનો શેર ₹18.50 પ્રતિ સ્ટૉકથી વધીને ₹2141.90 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે. આ સ્ટૉકની કિંમત આશરે 115 ગણી થઈ ગઈ છે.

    આ પણ વાંચો: સોના-ચાંદીની 74 વર્ષની સફર: શું તમે જાણો છો આઝાદી વખતે સોના-ચાંદીની કિંમત કેટલી હતી? 

    રોકાણ પર અસર

    દીપક નાઇટ્રાઇડનો સ્ટૉક જે રીત ઉપર આવ્યો છે તેને જોતા જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા આ કેમિકલ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે રકમ 1.80 લાખ રૂપિયા થઈ જતી.

    આ જ રીતે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો આજે તે 1 લાખ રૂપિયા 3.65 લાખ બની જતાં.

    જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા દીપક નાઇટ્રાઇડના સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોયો તો આ સમયગાળા દરમિયાન 1 લાખ રૂપિયાની કિંમત વધીને 21 લાખ રૂપિયા થઈ જતી.

    આ પણ વાંચો: ઓછા રોકાણમાં મહિને 1 લાખ સુધીની આવક: જાણો પાપડ બનાવવાના બિઝનેસ વિશે

    આવી જ રીતે જો કોઈ વ્યક્તિએ 10 વર્ષ માટે આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેની કિંમત એટલે કે 1 લાખ રૂપિયા 1.15 કરોડ બની જતા.

    રોકાણ કરવું કે નહીં?

    શું કોઈ વ્યક્તિ હજુ પણ આ સ્ટૉકમાં રોકાણ કરી શકે? માર્કેટ નિષ્ણાત સુમિત બગડિયાનું કહેવું છે કે, "કોઈ પણ 2200થી 2250નો ટાર્ગેટ રાખીને સ્ટૉકની ખરીદી કરી શકે છે. જોકે, આ સ્ટૉકમાં પોઝિશન લેતી વખતે 2100 રૂપિયાનો સ્ટૉપલૉસ ધ્યાનમાં રાખવો જરૂરી છે."
    Published by:Vinod Zankhaliya
    First published: